________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદ્રષ્ટાનું સુરત
૨૪૩
“પ્રતિષ્ઠા વખતે મંત્રો બોલવામાં આવે છે, તેને પણ યોગમાં સમાવેશ થાય છે. પ્રતિષ્ઠા વખતે ગ્રહોની પૂજા થાય છે, તે ગ્રહોના પાટલા પર જુદા જુદા રંગનાં વસ્ત્ર અને જુદાં જુદાં નૈવેદ્ય ધરવામાં આવે છે. તેમાં ચોગશાસ્ત્રકથિત પૃથિવીતત્વ આદિ તત્ત્વોનું ગંભીર રહસ્ય સમાયેલું છે; પણ તેને હાલના પ્રતિષ્ઠા કરનારાઓ બરાબર સમજી શકતા નથી.
યોગોહવહનની ક્રિયાઓમાં તેમ જ પ્રતિક્રમણ તથા પ્રતિષ્ઠાની ક્રિયાઓમાં જે જે મુદ્રાઓ કરવામાં આવે છે, તેમાં પણ યોગનું જ રહસ્ય સમાયેલું છે.
- A સરિમંત્રના ધારક આચાર્યોને મુદ્રાઓ તથા સંકલ્પ કરવા પડે છે, તેમાં પણ રોગનું ઉત્તમ રહસ્ય સમાયેલું છે. ચંદ્રવર ચાલતાં દીક્ષા દેવી, પ્રતિષ્ઠા કરવી, વગેરેમાં પણ યોગવિદ્યાને પ્રભાવ છે. અમુક દિશાએ મસ્તક રાખીને સૂવું, અમુક પડખે સૂઈ રહેવું, તેમાં પણ યોગવિદ્યાનું મહાત્મ અવાધાય છે. ; “લોગસ્સ વગેરેના કાયોત્સર્ગમાં પણ પ્રાણાયામથી શ્વાસોચ્છવાસનો નિયમ બંધાયો છે. “સમાહિતર. મુત્તમં દિન્ત' તથા અન્ય પણ એવાં આવશ્યક સૂત્રનાં વચને યોગનો માર્ગ દર્શાવે છે. પંચેન્દ્રિય સૂત્રમાં પણ આચાર્યને સાધવા યોગ્ય યોગ-આચાર બતાવ્યો છે.”
આ રીતે ચોગપ્રેમી મહાત્માની પ્રવૃત્તિઓને વડનારાઓને તેમના ધાર્મિક જીવનમાં યોગનું કેટલું અનિવાર્ય સ્થાન છે, તે બતાવ્યું છે. ને જે યોગનું સ્થાન હોય તે શા માટે તસ્પ્રકારની શુદ્ધિ, ગુરુગમ મેળવી કથાખ્યાત કિયાએ ન કરવી? યોગનિષ્ઠ મુનિરાજ વિશેષ આગળ વધીને કહે છે કે –
* ઇ આવશ્યકની ક્રિયાઓ પણ બના આધારે રચાઈ છે. ધર્મધ્યાન અને શકલધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. જ્ઞાનયોગ, દર્શનયોગ ને ચારિત્ર્યયોગ સંબંધી અનેક શાસ્ત્રો રચાયેલાં છે.
શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય અને યોગબિન્દુ ગ્રંથને બનાવીને રાજ્યોગની ઉત્તમ તામાં વધારો કર્યો છે. શ્રીમદ્ ગદત્તસૂરિએ પણ એક યોગને ગ્રંથ બનાવ્યો છે, તેને અમે દેખ્યો છે.
છે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ અષ્ટાંગનો પ્રકાશ કરવા યોગશાસ્ત્ર’ નામનો ગ્રંથ રચીને દુનિયાના લોકો ઉપર મોટો ઉપકાર કર્યો છે.
“ શ્રીમદ્દ શભચંદ્રાચાર્યો, જ્ઞાનાર્ણવ ગ્રંથ રચીને તેમાં યોગનું મહાત્મ્ય ખુબીથી દર્શાવ્યું છે. શ્રીમદ આનંદધનજી, શ્રીમદ્દ વિનવિજયજી ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિએ અઢારમી સદીને યોગના જ્ઞાનથી સુવર્ણ પ્રકાશમયી બનાવી હતી, અને તેઓએ અધ્યાત્મ જ્ઞાનયોગને સારી રીતે અવલંખ્યો હતો.
“ ઓગણીસમી સદીમાં શ્રી. વિજ્યલક્ષ્મી રિએ યોગના માર્ગને અવલખ્યો હતો. વીસમી સદીના આરંભમાં શ્રીમદ્દ ચિદાનંદજી (કપૂરચંદજી)એ ચિદાનંદ સ્વરોદય બનાવીને યોગમાર્ગનો પ્રકાશ કર્યો છે. જનોમાં હાલ યોગના ગ્રંથો છતાં, સાક્ષર જનોની અલ્પ સંખ્યાને લીધે ગમાર્ગને ધાર્યા પ્રમાણે ફેલાવો થવા પામ્યો નથી.”
આમ જૈનદષ્ટિએ યોગનું મહાસ્ય દર્શાવતો તેમણે આ ગ્રંથ રચી ન સાહિત્ય સીમાનો સૂચક સ્થંભ ખડે કર્યો. સાથે સાથે તેમણે ભયસૂચક સ્થાનને પણ નિર્દેશ કરી દીધા.
આ કાળમાં અપ્રમત્ત ગુણસ્થાન સુધીની ઉપશમાદિ-ભાવની સમાધિની અસ્મિતા છે, માટે
For Private And Personal Use Only