________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ર
યોગનિ ! આચાર્ય
સહેલાણીઓ ચૈત્ર-વૈશાખના તડકા ત્યાં ગાળે છે. સૂરતથી આઠ માઈલ પર આ સ્થળ આવેલું છે.
ચરિત્રનાયકે આ આગ્રહમાં એક પંથ ને દો કાજ જોયાં. ઓળી પર તે તેમની અદ્દભુત શ્રદ્ધા હતી, ને મૃત્યુના મેમાં સપડાયા છતાં એક વાર તેને છોડી નહતી. તેઓએ આ આમંત્રણને સહર્ષ સ્વીકારી ડુમસ તરફ વિહાર કર્યો. પણ એ તો જ્યાં જાય ત્યાં પુષ્પની પાછળ ભ્રમર આવે એમ અનેક માણસો ત્યાં આવીને લાભ લેવા લાગ્યા. ઓળીમાં શ્રીપાલ રાજાને રાસ સુંદર રીતે વાંચ્યો. દાન, શિયળ, તપ અને ભાવ લક્ષીને અનેક કથાઓ કહેવામાં આવી. આજના યુગને જેની જરૂર હતી, એનું જ ભાષણ ચરિત્રનાયક કરતા. તેઓએ આજના યુગમાં સુખી થવા માટે આ ચાર વસ્તુ કેટલી જરૂરી છે, એને સુંદર ચિતાર રજૂ કર્યો.
એ વેળા ધરમપુર સ્ટેટના રાજવી દર્શનાર્થે આવ્યા. ચરિત્રનાયકે તેમને સપ્ત વ્યસન વિષે સુંદર બોધ આપે. એ રાજવીએ શિકાર ન કરવાનું વ્રત સ્વીકાર્યું.
અહીંની શાંતિમાં ચરિત્રનાયકે યોગ વિષે ગ્રંથ રચે શરૂ કર્યો, ને ટૂંક સમયમાં સંસ્કૃત ભાષામાં એકસો આઠ શ્લોકોમાં “ગદીપક ગ્રંથ રચીને સંપૂર્ણ કર્યો. આ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓએ આજે જૈનસમાજમાં યોગ તરફ બહુ દુર્લક્ષ ને અતિ અરુચિ ધરાવવામાં આવે છે, તેને પ્રમાણ આપતાં લખ્યું છે કે –
श्रीयुते डुम्मस ग्रामे, बुध्यब्धिसाधुना शुभः ।
अष्टोत्तर शतप्रलोके, कृतो योगप्रदीपकः ।। જન શાસ્ત્રોમાં યોગ સંબંધી અનેક ગ્રંથો છે, યોગવિદ્યાના કેટલાક ગ્રંથો પહેલાં ગુપ્ત રાખવામાં આવતા. યોગનું પરિપૂર્ણ આરાધન કરીને વીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વીતરાગ શ્રી મહાવીર પ્રભુએ યોગના અનેક ભેદોનું વર્ણન કર્યું છે. અન્ય દર્શાનીઓ યોગને માને છે, જ્યારે જનદર્શનમાં હલ્યોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભકિતયોગ, મંત્રયોગ, લયયોગ, (સ્થિરતા), દેશવિરતિ ચોગ ને સર્વવિરતિ યોગ-આદિ સર્વ રોગોનો સમાવેશ થાય છે.
જન શાસ્ત્ર પ્રમાણે જેટલા તીર્થંકરો થાય છે, તેટલા સર્વે વીરાથાનકરૂપ ગની આરાધના વડે જ થાય છે... જન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો ખરેખર યોગરૂપ જ છે. પંચ મહાવ્રત ને બાર વ્રતને યુગના પહેલા પગથિયા રૂપ યમમાં સમાવેશ થાય છે.
* રન શાસ્ત્રોમાં અઠાવીશ પ્રકારની લબ્ધિઓ દર્શાવી છે, તે રોગીઓને ઉત્પન્ન થાય છે. તપશ્રર્યા કરવી તે પણ એક જાતને યોગ છે. પ્રતિલેખના, પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય અને પાંચ સમિતિઓ પણ યોગરૂપ જ છે. મન, વચન અને કાયાના પાપોનો ત્યાગ કરવો, તે પણ એક જાતને યોગ છે. પ્રાય શ્ચિત કરવું તે પણ વેગ છે. વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય વગેરેને પણ યોગમાં સમાવેશ છે.
“ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ગની આઠ પ્રકારની દષ્ટિ જણાવી છે, તેઓનો પણ યુગમાં સમાવેશ થાય છે.
For Private And Personal Use Only