________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્ન દ્રષ્ટાંનું સૂરત
સરખેજથી વૃદ્ધ ગુરુજીએ અમદાવાદ તરફ ઋધ્ધિસાગરજી સાથે વિહાર કર્યાં. ચરિત્રનાયકે સ્વશિષ્ય અમૃતસાગરજી, અજિતસાગરજી, સૌભાગ્યસાગરજી, વૃધ્ધિસાગરજી આદિ સાથે સાણંદ તરફ વિહાર કર્યો. સ્થાનકમાળી સ ંપ્રદાયમાંથી આવેલા મુનિરાજોને શ્રી. સિદ્ધાચલજીનાં દર્શન કરાવવા પ્રથમ પ્રયાણ પાલીતાણા તરફ કર્યું.
૨૩૯
સિદ્ધગિરિની આ યાત્રા ત્રીજી વારની હતી. અહીં તેએ અઢાર દિવસ રોકાયા ને રાજ એક એક યાત્રા કરી. શ્રી. અજિતસાગરજીએ જન્મ ધરીને આજે નીરખેલા આ ગિરિને ભેટીને ખૂબ આનંદ અનુભવ્યેા, ને સ ંપૂર્ણ તીથ યાત્રા કરતાં કરતાં એમનું રામરામ વિકસ્વર થઇ રહ્યુ. રાજરાજની યાત્રા છતાં તેમનુ દિલ જાણે સદા દર્શનાતુર રહેવા લાગ્યું.
ગુરુદેવ શ્રી. રવિસાગરજી મહારાજની આજ્ઞા હતી કે પાલીતાણામાં આત્માથી સાધુઓએ ઘણું રહેવું નહી. જો રહેવુ પડે તેા મિષ્ટાન્ન વિનાના આહાર લેવા, વા લૂખું ભાજન કરવું યા ઉપવાસ કરવા, અને સ્રીરિચય વિનાની ધર્મશાળામાં વસવું.
ગુરુદેવનાં આ વાકયેાની પ્રતીતિ ચરિત્રનાયકને ગૃહસ્થાવાસમાં થઇ ગઇ હતી, ને એક નોંધ દ્વારા ઘેાડાએક નિયમો પણ કર્યા હતા. આ ઉપરાંત પેાતાના અમદાવાદના ચાતુર્માસમાં શેઠ મનસુખભાઇ ભગુભાઇ, શેઠ ચીમનલાલ નગીનદાસ તથા શેઠ વીરચંદ દીપચંદને ઉપદેશ આપી, પાલીતાણા ખાતે એક અલગ ધમ શાળા માટે પ્રેરણા કરી હતીઃ તેમ જ તે ધર્મશાળામાં સ્ત્રી ને સાધ્વીઓ ન ઉતરે તેવું બંધારણ કરવા કહ્યું હતું. સ જોગાનુસાર આ કા અન્યું નહીં; પણ ચરિત્રનાયકને એ વાત સદા ખટકયા કરી, ને આ કારણે સિદ્ધાચળજીમાં લાંબે વસવાટ તેમણે કદી પસંદ ન કર્યાં.
આ વેળા અહી' પંજાબની ધરા પર જૈનત્વની ધજા ફરકાવીને આવેલા, શ્રી. વલ્લભવિજયજી તથા શ્રી લલિતવિજયજી સાથે તેમને મેળાપ થયેા. તેઓ રાધનપુરથી શેઠ મોતીલાલ મુળજીના સંઘમાં આવ્યા હતા. બધા વચ્ચે સુદર જ્ઞાનચર્ચા ચાલી ને એ મિલને અનેને માટે સુખદ સ્મરણાં મૂકયાં. આ સિવાય અહીં વિજયનેમિસૂરિજી તથા તેમના સાધુઓની મુલાકાત થઇ. રાધનપુરી શ્રી ભકિતવિજયજી, શ્રી નીતિવિજયજીના પ્રશિષ્ય શ્રી. મણિવિજયજી તેમજ અન્ય ગચ્છના સાધુએ સાથે મુલાકાત થઈ. તેની ચર્ચાને મુખ્ય વિષય સંઘની ને ધર્માંની ઉન્નતિના રહેતા. ચરિત્રનાયકને સદાના પ્રિય મુનિ શ્રી. કરવિજયજીને પણ અહી' મેળાપ થયેા.
For Private And Personal Use Only
શેઠ આણંદજી કલ્યાણજીના કારખાનાના (પેઢી) મુનીમ બાબુ ગિરધારીલાલજી ધર્મપ્રશ્નોના રસિયા હતા. તેએ ભગવતી તથા પન્નવણા સૂત્રમાં આવતા કેટલાક દુર્ગંધ વિષયા સમજવા ચિરત્રનાયકની પાસે આવતા. ચરિત્રનાયક એ વિષયે સમજાવતા ઉપરાંત કેઇક વાર પેઢી વિષે, ધમ શાળાઓ વિષે તથા યાત્રીઓ વિષે ઉપયેગી સૂચન કરતા.
સિદ્ધાચળની યાત્રા સાનંદ સમાપ્ત કરી તે સેાનગઢ, વળા (ત્રલ્લભીપુર),