________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧]
અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ
મગભંગના એ દિવસો હતા. કાન્તિકાર બંગાળાના અણનમ દેહને જુદા જુદા વહેંચી નાખી. નિર્માલ્ય બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. એક અખંડ બંગાળામાં માનનાર બંગાળી જિંદગીને હાથમાં લઈ તેનો સામનો કરી રહ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે ખાનગી મંત્રી તરીકે કામ કરી રહેલા અરવિંદ ઘોષ પણ બંગાળામાં જઈ પહોંચ્યા હતા, ને ‘વંદેમાતરમ” કાઢી બંગાળાની ધરતીને ધ્રુજાવતા હતા.
શ્રી. અરવિંદ ઘોષ વડોદરામાંથી જાહેર પ્રવૃત્તિમાં પડયા, એ રીતે બ્રિટીશ સરકારની આંખ વડેદરા રાજ પર ધૂમી રહી હતી. જૂનો આક્ષેપ હતું કે વડેદરા ક્રાન્તિકારનું ધામ છે. ભારતવર્ષના સ્વતંત્ર રાજવીના પ્રતાપી અવશેષ સમા મહારાજા સયાજીરાવને બ્રિટીશ સરકાર સાથે વારંવાર સ્વમાનને માટે બાખડવું પડતું. એટલે સરકારની રેષિત આંખ શંકરના ત્રિનેત્રની જેમ એમના પર ઘૂમી રહી હતી.
સભાઓ બંધ, ભાષણો બંધ, સરઘસ ને સમૂહ કાર્યક્રમ બંધ ! ગાયકવાડ રાજ્ય ને તે ઉપરાંત આજુબાજુનાં દેશી સ્ટેટમાં પણ પિલીટીકલ એજંટનાં ફરમાન છૂટી ગયેલાં. ગેરા અધિકારીએ ભારે કડપથી કામ લેતા હતા.
એ વેળા આપણા ચરિત્રનાયકને વિચાર સૂઝ. આ સાધુ સમુદાય શિષ્ય વધારવાની પ્રવૃત્તિમાં પડ્યો હતો. જેના સંપ્રદાયમાં મોટું જૂથ, એની મહત્તા વધુ! શ્રી સંઘ એમને પ્રભાવિક લે છે ! શ્રાવકે એમને પૂજનીય પ્રમાણે ! ઓછા શિષ્યવાળાનાં માન-પાન પણ ઓછાં થાય ! આ શિષ્યોનો મોહ વધતો વધતો એ સ્થિતિએ પહોંચ્યો હતો કે જેનાં બાળકેની સલામતી જોખમમાં આવી પડી. છોકરો બે કલાક ન દેખાય તો મા-બાપને હૈયે ફાળ પડતી ને અપાસરે પહેલી શોધ થતી. સાધુ સંતાડીને, ભગાડીને, ભેળવીને વેષ આપવામાં
For Private And Personal Use Only