________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
ચોગનિષ્ઠ આચાર્ય શાસનની સેવા લેખતા. એ પણ એક જમાન હતું. એવા છેકરાને સંતાડવામાં, દીક્ષા અપાવવામાં મદદફ્ત થવામાં શ્રાવકો પણ પુણ્ય લેખતા ને ચર્ચા કરનાર સામે હેમચંદ્રાચાર્યનાં દષ્ટાંત રજુ થતાં. અપવાદ માર્ગને ઉત્સમાગ તરીકે જ્ઞાની પૂર્વજોના આ પટધરોએ સ્વીકાર્યો હતે.
એક પવિત્ર, બ્રહ્મચર્યની નિષ્કલંક દીપ્તિએ દીપતા સાધુરાજે એક આઠ શિષ્યો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એવી જનકૃતિ સંભળાતી હતી. પરંપરા અને વારસાની રક્ષા, પછી તે એક કે અનેક શિષ્યદ્વારા થાય, પણ કરવી એ તે સુધર્મા સ્વામીના વારસદારોની ફરજ હતી ને !
આપણા ચરિત્રનાયકનો પણ એ નિરધાર હતે પરંપરાની રક્ષાને, અને એ માટે શિષ્યમહ અવશ્ય હતો. પિતાની પાટ પરંપરા જળવાઈ રહે તેવી ઈચ્છા જરૂર હતી. પિતાના વિચારો ને આદર્ભો મત કરી શકે તેવા વારસદારની આકાંક્ષા પણ હતી છતાં....
અહીં ચરિત્રનાયકની પહેલાં બસે એક વર્ષ પહેલાં થયેલા એક મહાન વૈયાકરણનું દષ્ટાંત યાદ આવે છે. જીવનભર શબ્દ-દેવની ઉપાસના કરવી, એ એનો નિર્ણય હત–પણ વાત્સલ્યધેલી માતાએ એને પરણાવી દીધું. પર તે ખરે, પણ શબ્દસંસારમાં રમી રહેલા એ મહાન વિદ્વાનનું મન સંસારમાં ન પ્રવેશ્ય. -
પત્ની આ સનારી હતી. પતિના મહાન આદશની કિંમત એ સમજતી હતી. પિતાની જુવાનીને એણે બુઢાપાનો સ્વાંગ સજાવી દીધા. એ જુદી જમતી, જુદી રહેતી ને નીચે સાસુ પાસે સૂઈ રહેતી.
માતાનું મન છે. એણે પુત્રને ઠપકે આખે, ને પત્નીને રાતે ઉપર મોકલી. શબ્દબ્રહ્મને ઉપાસક તે દરવાજો બંધ કરી પોતાના કાર્યમાં લયલીન હતે. ઠંડીના દિવસો હતા. હવાના સુસવાટા ગાત્રને કમકમાવી રહ્યા હતા. રવેશમાં આખી રાત પ્રતિવ્રતા નારી ધ્રુજતી બેસી રહી, પણ એણે પતિના કાર્યમાં વિક્ષેપ ન નાખ્યો.
રોજ આવું બને. એક દહાડો હવાના તેફાનથી બારણું ઉઘડી ગયું. પિતાના કાર્યમાં લીન વિદ્વાનનાં પોથીનાં પાનાં ઊડવા લાગ્યાં, ત્યારે ભાન આવ્યું. એ દ્વાર બંધ કરવા ઊભે થયો, તે જોયું કે પોતાની પત્ની દ્વાર પાસે ટૂંટિયું વાળીને બેઠી છે.
“અહીં કયારની બેઠી છે?” “સમી સાંજથી.” “ ટાઢ નથી વાતી?” “પણ માજીને આગ્રહ છે. રેજ બેસું છું.” “રેજ બેસે છે? આવી ટાઢમાં ?” પતિને એકદમ પિતાની ભૂલ સમજાઈ. એણે
For Private And Personal Use Only