________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના પાટનગરમાં
રર૩ લોકમાન્ય ટિળક મહારાજ સૂરતમાં આવવાના હતા, પણ તેમના મેળાપને કઈ પ્રસંગ શક્ય નહોતે. એવામાં પંજાબ કેસરી લાલા લજપતરાય સૂરત જતાં અમદાવાદ ખાતે પિતાનાં માણસો સાથે ઊતર્યા. તેઓ શેઠ લલ્લુભાઈ રાયજીના મહેમાન બન્યા હતા. શેઠ લલુભાઈએ પોતાની સમાજના એક મહાન ઉદાર વિચારવંત, સ્વદેશહિતૈષી, વિદ્વાન, લેખક ને વકતા મુનિરાજ વિષે વાત કરી. લાલાજી ગુજરાતની એવી કોઈ પણ વિભૂતિઓને મળવા ઈંતેજાર હતા.
એ દિવસ ધન્ય હતા, જેના મધ્યાહને પંજાબના અને ગુજરાતના બે મહામાન આંબલી પિળના ઉપાશ્રયે મળ્યા. ચરિત્રનાયકે તેમને ધન્યવાદ આપતાં દેશકાલને અનુલક્ષી દેશહિતનાં વધુ કાર્ય કરવા, તેમ જ કોગ્રેસમાં એકય જળવાઈ રહે તે રીતે કામ કરવા સૂચના કરી. ઉપરાંત સમેતશિખર જેવા સુંદર પહાડ પર પશુઓનું કતલખાનું ઉઘાડવાની રોજના સરકાર વિચારી રહી હતી, તે સામે કોંગ્રેસમાં પણ વિરોધને ઠરાવ કરવા હિમાયત કરી, અને એ દ્વારા કોગ્રેસ દેશ સાથે ધર્મની પણ રક્ષક છેઃ એ સ્પષ્ટ કરવા કહ્યું.
જેનોના ઉપાશ્રયમાં આ પ્રકારે રાજકથા થાય, એ એ કાળે અચ્છેરું જ હતું. ચાર પ્રકારની વિકથાના ત્યાગમાં પરમ શ્રદ્ધા ધરાવનારાઓ રાજકથાને તે સર્વથી પહેલી વિસારે પાડતા હતા, કારણ કે ત્યાં ઘણા પ્રકારના પ્રત્યક્ષ ભય હતા. આપણા ચરિત્રનાયક ઈતિહાસના અભ્યાસી હતા, ને જે સાહિત્ય વિષે એ કાળના ને આજના થડાએક સાધુએ સિવાય કઈ જાણતા નથી, એ સાહિત્ય તેમણે ખૂબ વાંચી નાખ્યું હતું. વળી લોકો ટીકા કરે કે પ્રશંસા કરે, તેઓ હંમેશાં મનઃ કુને નમાવતના સિધ્ધાંતથી વર્તતા હતા.
શેઠ લલ્લુભાઈ રાયજીએ જોયું કે આ સાધુરત્નને સહેલાઈથી પ્રભાવિક જૈનેતર સામે ખડા કરી શકાય તેમ છેઃ ને એ દ્વારા જૈનધર્મના મને પણ પ્રકાશ કરી શકાય તેમ છે. તેઓએ મુનિરાજશ્રીને પિતાને બંગલે શાહીબાગમાં પધારવા વિનંતિ કરી. તેઓશ્રીએ ત્યાં જઈ માસક૬૫ કર્યો.
આ દરમિયાન તેઓ અમદાવાદના કલેકટર અને કમિશ્નરને દર્શનાર્થે તેડી લાવ્યા. ચરિત્રનાયકે તેમને દેશનું હિત કરી પોતાનું કર્તવ્ય અદા કરવા કહ્યુંઃ ને સાથે જણાવ્યું કે જે મનુષ્ય પોતાને પ્રાપ્ત થયેલું કર્તવ્ય પૂરેપૂરી નિષ્ઠાથી અદા કરે છે, એનું કલ્યાણ થાય છે.
શાહીબાગમાં કુદરતના એકાંતમાં વસતા આ સાધુ-સુમનની જીવનસુવાસ ધીરેધીરે પ્રસરતી જતી હતી, ને અમદાવાદના મહાજને એ સુવાસ લેવા આવતા હતા. એક વાર લીંબડીના ઠાકર પણ આવી ગયા. ચરિત્રનાયકે તેમને રાજધર્મ સમજાવ્યું.
અમદાવાદના અન્ય શ્રીમંત શેઠ ચીનભાઈ માધુભાઈ, શેઠ મંગળદાસ ગિરધરલાલ વગેરે જેનેતરો પણ દર્શનાર્થે આવતા. તેમને તેમના ધર્મનાં તોથી બાધ આપતા. અને એ ધર્મનાં તો સાથે જૈન ધર્મનાં તો છેલ્લે સમન્વય કરતા. સાંભળનારા મુનિરાજની વિચક્ષણતા ને વિશાળતા જોઈને ખુશ થઈ જતા.
For Private And Personal Use Only