________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
યોગનિષ્ઠ આચાર્ય આપું. આ મારી નિશાળ આપ જેવાને અર્થે અર્પણ.”
નિશાળની જગા ઠાકર સાહેબે જૈનસંઘને ઉપાશ્રય બનાવવા મફત કાઢી આપી. આજે ત્યાં સુંદર ઉપાશ્રય ઊભો છે ને એ ઉપાશ્રયની પડખે રાજા સૂરજમલજીના મિત્ર બીજા બાવાજીની બંગલી પડી છે. એમનું નામ સુખલાલપુરીજી. ભગ સાફ ને સફેદ વસ્ત્ર પહેરી ઘોડી પર ચઢે ત્યારે રાજાના રૂપને ઝાંખપ લગાડે. ગુનામાં ગામ એમને તાબે. એ ત્યાંના મહંત.
આ રાજવી અને આ મહંતઃ બંને આ જૈન જગીનાં સન્માન કરતા.
વરસોડાથી વિહાર કરીને માણેકપુર, માણસા, સમૌ થઈ ડાભલા આવ્યા. ડાભલાના જૈનમંદિર પર, ચરિત્રનાયકને ભારે આસ્થા. અહીં જ ગૃહસ્થ અવસ્થામાં બ્રહ્મચર્ય વ્રતની બાધા લઈ સાધુત્વના પાયા રોપેલા.
ડાભલાથી મહેસાણા ગયા ને ત્યાંથી વિહાર કરતા સાણંદ-ગોધાવી ગયા. વિ. સં. ૧૯૬૩ નું ચાતુર્માસ સાણંદમાં થયું. શહેરના ચાતુર્માસની પ્રવૃત્તિ પછી અહી નિવૃત્તિ મળી.. જાહેર ભાષણ, વ્યાખ્યાન વાણી ને ઈતર ધર્મનાં પુસ્તકનું વાચન ચાલુ જ હતું.
ધ્યાન ધરવા માટે કદી સવારે તો કદી સાંજે હજારીમાતાના ઓટલે જતા. શાસ્ત્રીજી પાસે તેમણે સંમતિ તર્કનો તેમ જ બીજાં દશનેને અભ્યાસ કર્યો ગુરુશ્રી સુખસાગરજી મ. ની પ્રેરણાથી એ વેળા ખૂબ ધર્મ પ્રભાવના થઈ.
તપસ્યા તે નોંધને પાત્ર બનીઃ એક મહિનાના ઉપવાસી છ જણા, પંદર દિવસના ઉપવાસી દશ જણા, સે આઠ ઉપવાસી, ને ત્રણસો ત્રણ દિવસના ઉપવાસી !
સાણંદના આ ચાતુર્માસમાં અઢારે આલમ ભાગ લેતી. ચરિત્રનાયકના ભાષણમાં હિન્દુ અને મુસ્લિમ બંને આવતા, ને ભકત બનતા.
અહી વિ. સં. ૧૯૬૩ના જેઠ માસમાં ઈડર પાસેના એક વિદ્યાથીને દીક્ષા આપીકાન્તિસાગરજી નામ આપ્યું.
ચતુર્માસ ઉતયે પુનઃ તેઓ અમદાવાદ તરફ ગુરુજી સાથે આવ્યા.
આ વેળા સૂરતમાં રાષ્ટ્રીય મહાસભાનું (કેસનું) અધિવેશન ભરાઈ રહ્યું હતું. એમાં મોટા બે પક્ષ પડયા હતા. એક ઉદ્દામવાદી હતા, સરકારની સાથે લડીને સ્વરાજ્ય લેવાના મતનો હતો. બીજો પક્ષ વિનીત હતું, એ બંધારણપૂર્વક, ઠરાવથી, આજીજીથી કામ કઢાવી લેવાના વિચારના હતો. પહેલા પક્ષને જહાલ અને બીજાને મવાલ પક્ષ તરીકે છાપાવાળાએ ઓળખાવતા.
જહાલ પક્ષના નેતા લોકમાન્ય ટિળક હતા. “સ્વરાજ્યને જન્મસિદ્ધ અધિકારી તરીકે રજુ કરનાર આ મહાન વિદ્વાન,લેખક ને વકતા પુરુષસિંહ સાથે ચરિત્રનાયક અવારનવાર પત્રવ્યવહાર ચલાવતા. એ પત્રમાં રાષ્ટ્ર યા વેદ વિષે પ્રશ્ન અથવા ચર્ચામાં રહેતી.
For Private And Personal Use Only