________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના પાટનગરમાં
૨૨૧
પ્રાંતીજમાં શ્રી. સુખસાગરજી મહારાજે એક બાઈને દીક્ષા આપી અને સુમતિશ્રી નામ રાખ્યું. ગુરુ તરીકે શ્રી. હરખશ્રી સ્થાપ્યાં.
પ્રાંતીજથી સાબરમતીની ધારે વિહાર કરી લાકરોડા આવ્યા. લાકરોડાથી વરસોડા આવ્યા.
વરસોડા પ્રકૃતિસુંદર ગામ છે. મહર્ષિ ઋષિરાજનું એ ધામ છે. સાબરમતીના તીરે, ઉચી ઉચી ટેકરીની ટોચે બાંધેલું ઋષ્યશૃંગ મહાદેવ ને ધર્મશાળા એક વાર કષ્ટ તપોવનના પવિત્ર પ્રદેશમાં ખેંચી જાય છે. પશ્ચિમાકાશને સીમાડે સૂરજનારાયણ ઢળતા હોય, ગૌધણ ગામ તરફ જતાં હોય, પીળાં ફૂલથી વગડો ઢંકાયા હેય ને ગાતાં પંખી ધીરે ધીરે માળા શેાધતાં હોય, રબારીના પાવા ટહુક્તા હોય, મેડી મોડી કઈ જાજરવંતી ગરાસણીની વેલ જળતટ લાંઘતી હોય ને એકાદ માઈલ લાંબી ઝાંઝરી સાબરમતીને મળતી હોય ત્યારે ત્યાં દ્રષ્ટા બનીને ઊભા રહેવું એ જીવનનો ભારે લહાવ છે.
એ ઉપવન (કુલ્લાં), એ ઝાંઝરીનું ઝરણ, એ મને ડર કિયાડી, એ માથે હેલ ભરીને જતી મસ્ત પનિહારીઓ, ઊંચાં ઊંચાં પચાસ માથડાં ભર ટેકરાઓ, ને એટલાં જ ઊંડાં કેતરો, બધે બિછાયેલી લીલી હરિયાળી ને ઉપર ટહુકતા મોર: વરસોડા ન જોયું હોય એણે જોવા જેવું છે. રેલગાડીથી દૂર આવેલા આ ગામમાં પહોંચવું જેટલું દુર્લભ છે–એટલું જીવવું સુલભ છે.
- કુદરતના રસિયા ચરિત્રનાયકને આ સુંદર ગામ ભાવી ગયું. અને એ કેવળ પ્રકૃતિલેકના જ રસિયા નહોતા-લેક પુરુષના પ્રેમી હતા. ઉપાશ્રય એ જ એમની વ્યાખ્યાન પાટ નહોતી. એ તો જાહેર સેગાનમાં અઢારે આલમ સામે ઉપદેશ આપનાર હતા. લેકકલ્યાણ સામે એમનું સાધુત્વ કદી ઝંખાશ નહોતું પામતું.
એમના એક જ ભાષણે ઠાકોર શ્રી. સૂરજમલને આકર્થો. પ્રતાપી પેઢીના કંઈક ચમકારા દાખવતા આ રાજવીનું રૂપ-તેજ અનેખું હતું. ચાવડા વંશનું ગૌરવ, વીર વનરાજની ગરિમા એના વદન પર સદા દીસી આવતી. પિતાના જ ગામના કવિ પાસે રચાયેલું
ચાપોત્કટ કાવ્ય” સાંભળતાં એમનું હૈયું વેંત વેંત ફૂલતું. પણ એ ચાપ ગયાં, ચાપમાં ઉત્કટ ચાવડા ગયા, ને આજ તે વિલાયતી બંદૂકનાં રાજ હતાં. - વરસોડા ઠાકર શ્રી. સૂરજમલજીને આ બા ભાવી ગયો. એની જબાનમાં વીંધી નાખે તેવું શહુર હતું. રાજવી સંસ્થાને વીંટી વળેલા વિલાસ વચ્ચે આ સાધુનાં વચન કંઈ જાગતા રહે ” ની આલબેલ જેવાં હતાં.
“આપ અત્રે જ વસો. અમ જેવાનો ઉદ્ધાર કરો ! ”
ઉદ્ધાર તે આત્મથી થશે, બાવાઓ શું કરવાના છે? અમારા ઉદ્ધારની જ અમને પડી છે, રાજાજી! પણ એક વાત કહું. બાવાને ઊતરવાનું કામ તો આપ !”
For Private And Personal Use Only