________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
યોગનિષ્ઠ આચાર્ય અમદાવાદના વિદ્વાનો પણ તેઓશ્રી તરફ ધીરે ધીરે આકર્ષાયા. સ્વ. ડો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, તથા સ્વ. શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ તથા મહાકવિ નાનાલાલ જેવાની પણ મુલાકાતો જાતી.
સ્થાનકવાસી સાધુઓ તો આ ઉદાર માનવી પાસે આવીને ચર્ચા કરવામાં લેશ પણ સંકેચ ન અનુભવતા. ચરિત્રનાયક પિતાને ઠીક લાગે તે બધું ચર્ચતાઃ ને છેલ્લે કહેતા કે
હું જે કહું છું એ ઠીક છે એમ ન માનશો. મારા વકતવ્યમાં જે ઠીક લાગે તે જ માનજો ને લેજો. બાકીનું મને પાછું આપજો.”
કયાં સ્થાનકમાગને દેરામાગી વચ્ચે આજના હિન્દુ-મુસ્લિમ જેવો ભેદભાવ ! કયાં એ વેળાની ભાવના! તેઓ કેટલીક વાર કહેતા
ભાઈ, પચ્ચીસસો વર્ષના આપણા સંયુક્ત કુટુંબમાં મઝિયારાં તો ત્રણસો વર્ષથી વહેચ્યાં છે. બાવીસ વર્ષનો સંબંધ વધશે કે ત્રણ વર્ષને ! બાપ તો એક જ છે ને ! તત્વ તો એક જ છે ને ! કોકે બાપની છબી પાડી, તમને ન ગમ્યું ! અસ્તુ. છબીને ન માને. મનની શાનિત રાખે. છબીને ન માનવાથી કલ્યાણ થતું હોય તેમ તેમ કરે. જૈન શાસ્ત્રો તે પિોકારીને કહે છેઃ
नासावरत्वे, न सीतांवरत्वे न तर्कवादे न च तत्त्ववादे न पक्षसेवाश्रयणेन मुक्ति
कषायमुक्ति: किल मुक्तिरेव ।। સાંભળનારની દલીલને આગળ વધવાનો અવકાશ ન રહેત.
વળી કેક વેદાંતી ચઢી આવતા. કેઈ સંન્યાસી કે ખાખી આવતા. વેદાંત, ઉપનિષદ ને પુરાણોની ચર્ચાને સમુદ્ર ઊછળી પડતા. મહાત્મા સરજદાસજી એક ઉદાર સંત પુરુષ હતા. હિન્દુસમાજમાં એમની પ્રતિષ્ઠા સારી હતી. મહારાજશ્રી સાથે અનેક વાર મુલાકાતો થતીઃ ને ઘણી વાર પોતાની સાથે મોહનદાસજીને લઈને મહાત્મા સરજીદાસજી રાતે તત્ત્વવાર્તા માટે આવી પહોંચતા. મોડી રાત સુધી જ્ઞાનગોષ્ઠિ ચાલતી.
કેટલાક કહેતાઃ “મહાત્માજી, દિવસે આવતા હો તો વધુ લોકો લાભ લઈ શકે.”
મહાત્મા સરજીદાસજી કહેતાઃ “જે હું દિવસે આવું તો મારી સાથે હજારો લોક આવે. ખાનગીમાં જેવી જ્ઞાનગોષ્ઠિ થાય છે, તેવી જાહેરમાં નથી થતી.”
આ ધર્મને દરબાર વિસ્તાર પામતે ગયે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બાલમુકુંદ પણ ઉમેરાયા.
સ્વામીનારાયણના મંદિરના શાસ્ત્રી ગિરજાશંકરજી પોતાના નાદથી સભાને શોભાવતા.
કેટલીક વાર આર્યસમાજી વિદ્વાનો ને ઉપદેશકે આવતા. એ વેળા નિખાલસ જ્ઞાનગાપ્તિવાળી સભાઓ વાદની પ્રચંડ દલાલે ને તર્કવાદથી ગાજી ઊઠતી.
For Private And Personal Use Only