________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
ગુજરાતના પાટનગરમાં
'જરાતનું પાટનગર બડભાગી છે. સુભગ સલિલા સાબરમતીને તીરે એ વસેલું છે. પ્રાચીન કાળમાં દધીચી ઋષિનાં પોપકારી હાડ ત્યાં પડેલાં છે, ને અર્વાચીન કાળના મહાન સંતનાં આશ્રમ પણ ત્યાં છે. અહીં જ રાષ્ટ્રસંમેલન ભરાયાં છે, તે મુનિસંમેલન પણ અહીં થયાં છે. અહીં જ કર્ણ રાજાની કર્ણાવતીનાં ખંડેર છે, અહીંની જ પવિત્ર રજ પર “કલિકાલસર્વજ્ઞનાં કલ્યાણ પગલાં પડેલાં છે. ચાર મહાન મુસ્લિમ સંતોએ આ વર્તમાન નગરીને પાયો નાખ્યો છે, ને ચાર ચાર મહાન સંતનતનાં સિંહાસને ત્યાં મંડાઈ ગયાં છે.
મહાન લેખક અબુલફજલ અમદાવાદને દુનિયાનું બજાર કહેતો. આ બજારના સ્વામી જૈન મહાજન હતા. એ જેનોને ઈતિહાસ અદ્ભુત છે. બંગાળના જગતશેઠોની જેમ અહીંના નગરશેઠે પણ ઇતિહાસપ્રસિદ્ધ છે. એમની આંટ દિલ્હીના દરબારથી લઈને નાના રાજરજવાડાં સુધી ચાલતી. એમનું મન દુઃખાવતાં મોટા મેટા મહારાજાએ ડરતા. એ ધનકુબેર હતા એટલું જ નહિ-નગરકુબેર પણ હતા. એમની સમૃદ્ધિને સ્ત્રોત એકલા એમના પ્રાસાદને નહીં, શહેરને અને પ્રાંતને રક્ષ. દુકાળ, દુઃખ વખતે એ પહેલે રહેતો.
અહી ધન સાથે ધર્મને પણ સંગ હતું, એટલે ધર્મ ધોરી પુરુષો અહીં આવી વસતા ને પોતાની ધર્મ પ્રભાવના કરતા. મુંબઈ બંદર તો હમણું ફાવ્યું. પહેલાં તે એ રસ્તે સૂરત છેલ્લું આવતું. મુંબઈ જવાને જમીન રસ્તો પણ થોડા વખતથી જ થયે હત–એટલા થોડા વખતથી મુનિરાજો એ તરફ જવા માંડયા હતા, પણ અમદાવાદની ધરા પર તે સાધુપુંગના સમુદાયે પડયા-પાથર્યા રહેતા. મહાન પ્રભાવક શ્રી. નેમિસાગરજી, શ્રી. બુટેરાયજી, શ્રી. મુલચંદ્રજીના જમાનામાં આ પાટનગરી ખરેખર ધર્મનગરી બની ગઈ હતી. શ્રી પ્રત્યેની
For Private And Personal Use Only