________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ તરફ
૨૧૫
જાપમાં બેસી ગયા. શહેરમાં આવેલી ચંદન તલાવડીની પાસે એક ગુફા છે. બીજી એક કંકાલેશ્વરની ગુફા છે.ભૂખ્યાને ભેજન સામે મળ્યા પછી જેમ સંયમ ધરી શકતે નથી, એમ સુંદર પવિત્ર સ્થળ મળતાં તેઓ ધ્યાન માટે ઉત્કંઠિત થઈ જતા. પછી બીજું બધું વિસારે પડતું.
આ વેળાના ઈડરના ત્રણ દિવસના સ્થિરવાસમાં પણ એમણે ભાવતું આત્મિક ભજન કરી લીધું. હવે ધ્યાન-સમાધિની અપ્રમત્ત ને આનંદદાયી સ્થિતિ તેઓને પ્રાપ્ત થઈ હતી.
કેસરિયાજના સંઘ સાથે વીજાપુર આવી, ત્યાં થોડા દિવસ રહી લોદરા, વરસોડા, માણેકપુર, લીબેદરા, બાવળા, ઉનાવા થઈ પેથાપુર આવ્યા.
પિથાપુરમાં રત્નશ્રીજી સાથી બીમાર હતાં, તે દેવલોક પામ્યાં.
વૈશાખ મહિને હતો. અમદાવાદથી ઝવેરીવાડના જૈન ગૃહસ્થો ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવી રહ્યા હતા. ઉપરાંત શેઠ લાલભાઈ દલપતભાઈ ( આજનો શેઠ કસ્તૂરભાઈના પિતા ) શેઠ જેસીગભાઈ હડીસીગ ( જેસીગભાઈની વાડીવાળા) શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લલ્લુભાઈ રાયજી, શેઠ વરચંદ દીપચંદ તથા શેઠાણી ગંગાબાઈ (ગંગાબાઈ જૈન કન્યાશાળા)ની પણ વિનંતીઓ હતી.
અમદાવાદની ક્ષેત્રસ્પર્શના બળવાન હતી. વૈશાખ માસમાં પેથાપુરથી વિહાર કરી ઈદ્રોડા, વળાદ, નરેડા થઈ વૈશાખ વદમાં અમદાવાદ આવ્યા. અમદાવાદની ગરમી સાધુના પગને શેકી નાખતી હતી ને ઉઘાડા મસ્તકને તપાવી નાખતી હતી. આતાપના લેવાનું વિસ રેલા મનિઓને એની મેળે આતાપના મળી રહી હતી.
For Private And Personal Use Only