________________
Shri Mahavir Jain Aradhana Kendra
S
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલો અને યોજ
અને હિંદુ પાટીદાર માબાપના દીક્ષા લઈ જૈન બનેલા પુત્ર શ્રી મુદ્ધિસાગરજી–મે ત્રણેની ત્રિપુટી મળી હઢયાગના પ્રયોગા કરે, એ વસ્તુ દર્શાવી આપે છે કે આપણી સંસ્કૃતિમાં તાત્વિક ભેદ રહેલા નથી.
આમ શ્રી પાદરાકર તથા શ્રી જયભિખ્ખુએ લખેલું ા જીવનચરિત્ર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિની જીવનકથની કહી જાય છે, તેની સાથે સાથે પ્રાચીનકાળથી આજસુધી ચાલી આવેલી આ સંસ્કૃતિની આપલેની ગ્રંથની પણ કહી જાય છે. ઉપરાંત એકાવન વર્ષોંમાં જ બધી લીલા સમેટી લીધેલા એક જીવનમુક્તની વિવિધ દૃશ્યભૂમિકામાં આપણુને ફેરવી માનવજીવન સામાન્યતામાંથી કેટલી ઉચ્ચ દૃિશ્યતાએ ચઢે છે એનેા ખ્યાલ પણ આપણને આપે છે. જોડે જોડે, એ એકાવને વર્ષના મહત્ત્વના સામાજિક ઈતિહાસ પણ આપણને આપી જાય છે, જેમાં ગુજરાત, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ જેવા પ્રદેશની ભૌગોલિક પરિક્રમાના પણુ આપણને ખ્યાલ આપે છે અને સામાજિક અને ધાર્મિક પ્રવાહો —ખ્રિસ્તી, ગ્મા સમાજી, અને થીયાસારીના ઉભરાને પણ ખ્યાલ સારી રીતે કરાવી જાય છે. દેશભક્તિનાં પૂર ઉછાળતા લાલા લજપતરાય, પડિત મદનમેાહન માલવિયા, મહાત્મા ગાંધીજી અને શ્રીમંત મહારાજા સયાજીરાવ સરખાનેા પણુ પરિચય શ્રોમદ્ બુદ્ધિસાગરસૂરિજી અંગે આપણને એ ચિરત્ર કરાવી જાય છે. વિસમ્રાટ નાનાલાલ સરખા સાહિત્યકાશને પણ પરિચય એમના જીવનમાં હાય એ સંભવિત જ છે.
સાથે સાથે એકલી મહાન વ્યક્તિઓના જ પરિચય ઉપર ચરિત્રનાયકની મહત્તા સ્થપાતી નથી. હિંદુમુસ્લિમ જનતા અને કેટલીયે ગૂનેગાર ગણાતી કામેાના તેમના હૃદય– સ્પર્શી પરિચય-ટુકડા આપણને આ જીવનચરિત્રમાં જોવા મળે છે; એ ખરેખર માનવજીવનને મહાન બનાવતા રત્ન-ટુકડા છે એમ આપણને લાગ્યા સિવાય રહેતુ નથી. બાલપણથી તે અવસાન સુધીના નાના મોટા પ્રસ ંગેા, બહુ જ રસભરી વાણીમાં આ ગ્રંથમાં આપણને સમજવા મળે છે અને આમ આપણા સાહિત્યમાં એક સરસ જીવનચરિત્રના ગ્રંથ ઉમેરાય છે.
એમાં કેટલાંક ચમત્કાર વના પણ આવી જાય છે. એ ચમત્કાર વનાના અદ્ભુત રસ મારા સરખા નાસ્તિક અજૈન સ ંપૂર્ણ'પણે ભલે ન માને અને લેખકાના ભક્તિભાવ ભર્યાં સંવેદને તરીકે ગણી તેમને ભલે માત્ર વાંચી જાય ! તેાપણુ શ્રીમદ્ બુદ્ધિસાગરજીની જીવનકથામાં ઘણુંય એવું અદ્ભુત તત્ત્વ રહેલું છે, કે જે નાસ્તિકને પણ ચમકાવી જાય. શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરિનાં પટના, તેમનાં કષ્ટભર્યાં તપ, તેમના ઉગ્ર સંયમ, ધનને ઠોકરે ચઢાવવાની ઉપેક્ષાવૃત્તિ, અતુલ અભ્યાસ, વંદનીય દીક્ષા, અને આ સંસ્કૃતિને શભે એવું આચાર્ય પદ એ શ્રી બુદ્ધિસાગરસૂરિજીનાં જીવનશિખરા આપણને અદ્ભુત રસની પરાકાષ્ઠાએ જરૂર પહેચાડે એવાં છે. વિરાગની ટાચે ચઢતુ માનવજીવન ભારેમાં ભારે અદ્ભુત દૃશ્ય છે.
[ + ]
For Private And Personal Use Only