________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદરાથી પેથાપુર
૨૦૭
વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર ને ધર્મરત્ન પ્રકરણનું વાંચન જાણે ભાવનાને સાગર ઉછાળી રહ્યું. ચાતુર્માસે મેઘ ને મુનિ સરખા ભાવભરપૂર વરસ્યા, પણ જાણે હજી સહ અતૃપ્ત જ હતા. ચાતુર્માસ ઉતરે વીજાપુરવાસીઓ પોતાના રત્નને નોતરવા આવી પહોંચ્યા.
વીજાપુર તે પોતાની જન્મભોમ ! જેના કણ કણમાંથી આ કાયા ઘડાયેલી, જેની રજરજમાંથી આ સંસ્કાર મળેલા, જેના પ્રકૃતિદયે પિતાને કવિત્વની ભેટ કરી હતી, જેની નિશાળે-જેની પુસ્તકશાળાએ પિતાને લેખક, વિચારક ને વકતા બનાવ્યા, એ ભૂમિ પર મમત્વ કેમ ન થાય! પિલા કવિની ભાવના સદેદિત એમના હૈયામાં ગુંજ્યા કરતી.
યહી કલિ બન ફૂલ હુઆ હું, યહીં મુઝે મુરજાને દે!
અરે દયા કર, ઈસ જન્મભૂમિક, મિટ્ટો મિલ જાને દે ! સંસારમાં માનવી બધું તજી શકે છે ને બધું મેળવી શકે છે; પણ જનની અને જન્મભૂમિને કદી તજી શકતો નથી, ને તજેલી ફરી મેળવી શકતો નથી. એમાં પણ કુદરતે જેને કવિસ્વભાવી બનાવ્યા, કલ્પનાનું ને પ્રેમનું સામ્રાજ્ય બહ્યું, એનાથી તો એ અસંભવિત જ છે. મુનિરાજશ્રીએ વીજાપુર જવાનો નિર્ણય કર્યો ને ગુરુશ્રીને જણાવ્યો. ગુરુશ્રીને પત્ર આવ્યો કે હું પણ તે તરફ જ આવું છું, તમે પહોંચે.
જન્મભૂમિમાં પ્રવેશતા એ જગીને જેવા વીજાપુરનો અઢારે વર્ણ ઉભરાઈ હાલી. અજબ દેદાર છે! પગ અડવાણા છે, ને માથું ખુલ્યું છે. બે વસ્ત્ર શરીર પર વીટાયાં છે, ને ખભે કામળી છે. એક હાથમાં ભિક્ષાપાત્ર છે, ને બીજા હાથમાં દંડ છે. મેં પર પાંડિત્યની રેખાઓ છે, ને સાધુતાનું શીળાપણું છે.
“અરે ! શીવા પટેલને બહેચર ! ના, ના. મુનિરાજ બુધિસાગરજી !” બોલનાર જાણે ભૂલ્યા હોય તેમ પોતાના બોલ સુધારી લેતો.
શેઠ નથુભાઈને પિતાના પ્રયત્નનું સાફલ્ય દેખાયું. જડાવકાકીને તો છોકરાને આવા વેશે જોઈ એક આંખમાંથી અશ્રુ ને બીજી આંખમાંથી હાસ્ય વરસ્યું હશે. મિત્રો-સેબતીએ તે “અમારે સ્ત” કહી વીટળાઈ વળ્યા હશે; પણ આજ તે આ મુનિરાજ તો “ના કહુસે દસ્તી, ના કાહુસે વેર ” ને ધર્મ લઈને આવ્યા હતા.
બે માસ સુધી વીજાપુરમાં રહ્યા, ને ગુરુશ્રી સાથે પેથાપુર-માણસા ફરી વળી મહેસાણા આવ્યા, મહેસાણાના સંઘને આગ્રહ હતે, ને સં. ૧૯૦૦નું ચાતુર્માસ મહેસાણમાં થયું.
સાધુને તો સદા વિહાર કરવાને, સવાર-સાંજ નિત્યક્રમ કરવાનો, ભિક્ષા માગવાની, એવા એવા કાર્યક્રમો ચાલ્યા કરે, એટલે અભ્યાસની આઠ મહિના એછી સગવડ રહે. સાધુ વિચારે કે આઠ માસ તે ભલે આમતેમ વિતે પણ ચોમાસાના ચાર માસ ભણશું. પણ આજની
For Private And Personal Use Only