________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાગનિષ્ઠ આચાય
૨૦૮
કોલેજ ને યુનિવસીટીને પણ ઝાંખી પાડનારા ( જ્યાં સાત માસ ભણતર પાંચ માસ રજા) એ અભ્યાસક્રમ જેમાં આઠ માસ અનધ્યાયના ને ચાર માસ અધ્યાયના-આપણા મુનિરાજને મજૂર નહાતા. સદાકાળ એમનું વાંચન ચાલુ રહેતુ`. વિદ્વાર હાય કે સ્થિરતા હાય. રાત હાય કે દહાડા હાય. લેખનકાર્યાં પણ થયા કરતું, સાથે કવિત્વનું ઝરણું પણ વેગ કરતુ વદ્યા કરતુ.
મહેસાણાના ચાતુર્માસમાં શાસ્ત્રીજી પાસે અભ્યાસ કરવા ઉપરાંત, તેમણે મુબઇથી હિંદુદશનના ને પશ્ચિમની પ્રાણવિદ્યાને લગતા ગ્રંથે! મગાવી વાંચી જોયા. યાનની ક્રિયા પણ સૂક્ષ્મ રીતે ચાલુ હતી જ,
મહેસાણાનું ચાતુર્માસ પૂર્ણ થયું. એ પછી તેને તરત માણસા જવાનું થયું. ત્યાં શ્રી ગુલાબસાગરજીની બીમારી દિન પ્રતિદિન ગંભીર બની રહી હતી. ગુરુ શ્રી. સુખસાગરજીએ સાણંદ તરફ વિહાર કર્યાં, ને આપણા ચરિત્રનાયક મુનિરાજની સેવામાં માણસા પહોંચી ગયા. પણ વિધિનાં વિધાન જુદાં હતાં. સં. ૧૯૬૧ ના ફાગણુ માસમાં ગુલાબસાગરજી અલ્પકાળના દીક્ષાયેાગ પાળી સ્વસ્થ થયા.
ચરિત્રનાયક અહીંથી સાદરા તરફ ગયા. સાબરમતીને કિનારે આવેલુ' આ ગામ મહીકાંઠા એજન્સીને કેમ્પ હતા, ને ત્યાં ગવનમેન્ટના ગેારા પોલિટીકલ એજન્ટ રહેતેા. એજન્સીના કેમ્પ હોવાથી અનેક જૈન-જૈનેતર વકીલેા ત્યાં રહેતા હતા. પેથાપુરના એક જૈન વકીલ છેોટાલાલ લલ્લુભાઇ એ વેળા સાદરામાં હતા. તેએ એ મુનિરાજશ્રીનાં ભાષણે ને ઉદાર વિચાર જાણ્યા, ને પેાતાને ગામ પેથાપુર પધારવા વિન ંતી કરી.
પેથાપુરના કેટલાક વિચારકા પ્રાન્તિક કોન્ફરન્સ ભરવાના વિચારમાં હતા; પણ કેટલાક એ કાર્ય માટે ઉદાસીન હતા. આ કોન્ફરન્સ દ્વારા જાતિ અને સમાજ માટે ઘી નવી વિચારણા કરી શકાય તેમ હતું. ચરિત્રનાયકના કાન પર એ વાત ધરવામાં આવી. તે તે આવા મતના હતા જ, વિહાર કરીને પેથાપુર પધાર્યા ને પેાતાના પહેલા માંગલિક વ્યાખ્યાન પછી તેઓએ કેન્ફરન્સના કાર્ય માટે ખૂબ ખૂબ પુષ્ટિ કરી, ને આગેવાનાને તૈયાર કર્યાં. મહારાજશ્રીની મદદથી કાન્ફરન્સના કાર્યને ખૂબ વેગ મળ્યા, ને ઠેર ઠેર નિમંત્રણે રવાના થયાં.
આ કોન્ફરન્સમાં લગભગ પાંચ હજાર જૈના એકત્ર થયા. ૫. આણુ દસાગરજી, પ. વીરવિજયજી, શ્રી. ભાતૃચદજી મહારાજ વગેરે સાધુઓ પધાર્યા. કાન્ફરન્સનુ કાર્ય ખૂબ તેહમદ રીતે ને શાન્તિથી પૂર્ણ થયું.
ચરિત્રનાયકે સભામાં કેળવણી તરફ ખૂબ જોર આપ્યું, ને જ્ઞાનથી જ સમાજને ઉદ્ધાર થશે તે સમજાવ્યું,
For Private And Personal Use Only