________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલi | hari # #H+ + +
*
* .
.*
.
[૭]
ગ્રંથલેખનના શ્રીગણેશ
આષાઢી વાદળો આકાશમાં ઘેરાતાં હતાં. કાલિદાસના મેઘદૂતના રંગીન મેઘ ટેળે મળતા હતા. આ ચાતુર્માસ સુરતમાં જ ગાળવાનું નકકી થયેલું હોવાથી આપણા ઉત્સાહી મુનિરાજ પિતાના અભ્યાસ, વાચન ને લેખનની તાલિકા ઘડી રહ્યા હતા. શાસ્ત્રીજી સાથે જ હતા, એટલે સંસ્કૃત ગ્રંથોનું વાચન લેશ માત્ર ખલના પામ્યું નહતું.
ગુરુ મહારાજે પિતાના નવ શિષ્યોને વડી દીક્ષા આપવાનો નિર્ણય કર્યો, ને તેના જોગનું કાર્ય શરૂ થયું.
. હંમેશાં જોગમાં જ-જોગાનુજોગ જામે છે. એક દહાડો તેમના હાથમાં “જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલે ” નામનું સૂરતના ક્રિશ્ચિયને તરફથી છપાયેલું પુસ્તક આવ્યું. આખું પુસ્તક જૈનધર્મને અનેક રીતે ઉતારી પાડતું ને તેના સિદ્ધાંતોની મશ્કરી કરતું ને ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા દર્શાવતું ભર્યું હતું. સૂરતના જૈનસંઘમાં એ કેઈએ વહેંચ્યું હતું, ને આખો સંઘ ખળભળી ઊઠ હતો.
આપણા મુનિરાજનું ચિત્તતંત્ર પણ જરા ખળભળી ઊઠયું. અલબત્ત, એમાં જે કેવળ ખ્રિસ્તી ધર્મની જ મહત્તા દર્શાવવામાં આવી હોત તો મુનિરાજશ્રી લેશ માત્ર વાંધો ન લેત. સર્વને પોતપોતાના ધર્મની ખૂબીઓ પ્રગટ કરવાને સમાન હકક છે. બલકે સર્વધર્મસમભાવી તેમનું દિલ એનાં સારાં તો ગ્રહણ કરવા તરફ પણ આકર્ષાત ! એટલું જ નહીં પણ જો દલીલપૂર્વક જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મની સમાલોચના હોત, તો પણ વિશેષ વ્યગ્ર ન થાત. સંસ્કૃત સાહિત્યના ન્યાય ને દર્શનશાસ્ત્રોમાં તો એકબીજા દર્શનેનું પદે પદે ખંડનમંડન હોય છે. એ પણ એક બૌદિધક સમરાંગણ છે, ને એ સમરાંગણના શેખીન આ જુવાન પણ હતા, એ તો માનતા હતા કે “વાદે વાદે જાયતે તત્વબોધ.” પણ આખું પુસ્તક જુદી જ દ્રષ્ટિથી રચાયેલું હતું. નિર્માલ્ય દલીલે, નિર્લજજ ટીકાઓ અને જૂઠા આક્ષેપોથી ભરપૂર
For Private And Personal Use Only