________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથલેખનના શ્રી ગણેશ
૧૯. હતું. આ ઉપરાંત એ પુસ્તકની અનિષ્ટતા તે એમાં હતી કે એના લખનાર કઈ કિશ્ચિયન નહીં, હિન્દુ નહીં, જેન નહીં, પણ વટલે જૈન સાધુ હતા.
એનું નામ છતમુનિ હતું, ને તે પ્રતાપી મુનિવર શ્રી. ઝવેરસાગરજીના શિષ્ય હતા, ને પછી શ્રી. મેહનલાલજી મહારાજના એક વેળાના શિષ્ય હતા. કિશ્ચિયન મીશનરીઓના પંજામાં પડી રાજકોટમાં જૈન દીક્ષા તજી દીધી હતી તે હવે જયમલ પમીંગ નામ ધારણ કરી ખ્રિસ્તી ધર્મને વિજયવાવટો ફરકાવવા નીકળ્યા હતા. આવા માણસ ને આવાં પુસ્તક ચેપી રોગ જેવાં છે–ને એને અટકાવે જ છૂટકો,
શ્રી. બુદ્ધિસાગરજી કાગળ ને પિન્સિલ લઈ બેસી ગયા. પિતાની સુંદર ને પ્રૌઢ શેલીથી એની એક એક દલીલના જવાબ આપવા માંડયા. રાત અને દિવસ નવજુવાન મુનિ એમાં જ મશગૂલ દેખાવા લાગ્યા. દશેક દહાડે એ કાર્ય પરિપૂર્ણ થયું ને તેઓ પિતાનું લખાણ લઈને શ્રી. મોહનલાલજી મહારાજ પાસે પહોંચ્યા. એનું નામ રાખ્યું હતું, “જનધર્મ અને ખ્રિસ્તી ધર્મને મુકાબલ-તેમાં જૈન ખ્રિસ્તી સંવાદ.”
શ્રી. મોહનલાલજી મહારાજ આખું પુસ્તક વાંચી ગયા, ને ભર વ્યાખ્યાનમાં શ્રી. સંઘ સમક્ષ તેની પ્રશંસા કરી. શ્રો.સંઘે ઉલ્લાસપૂર્વક તે પુસ્તક છપાવવા માટે માગી લીધું. આપણા મુનિરાજ કેવલ કલમબહાદુર પણ નહતા. ત્રણ ખ્રિસ્તી મિશનરીઓ તરફથી તેમને વાદ માટે આમંત્રણ મળ્યું. તેઓ તો પિતાના જ્ઞાનને, પિતાની વિદ્યાને, પોતાના તર્કને આવી સરાણે ચઢાવવાને તૈયાર જ હતા. આમંત્રણ કહે કે પડકાર કહે, એને સ્વીકાર થઈ ગયા. ખ્રિસ્તી ઉપદેશકેને છેડી વારમાં જ ખાતરી થઈ ગઈ કે ઠેર ઠેર વાદ માટે પડકાર કરી ડરાવતા હતા એ મુનિઓમાં ને આમાં ઘણે ફેર છે. આપણી દાળ આ પાણીમાં ગળે તેમ નથી. ખ્રિસ્તી ઉપદેશકોને નિરુત્તર કરી મુનિરાજ પાછા ફર્યા. એક ધર્મના ભેગે બીજા ધર્મને ઉજળો બતાવવાને માર્ગ તેમને કદી પસંદ નહે.
પિતાના દીક્ષાના જગ સાથે એક બીજી પ્રવૃત્તિમાં તેઓ રસ લેવા લાગ્યા. શ્રી. સિદ્ધિવિજયજી મહારાજની પંન્યાસ પદવીન ભારે તૈયારીઓ ચાલી રહી હતી. આ પ્રસંગને માટે બહારગામથી સારા સારા શ્રીમંતો ને વિદ્વાનો આવ્યા હતા, તેમાં કલકત્તાવાળા રાય બહાદુર બાબુ બદ્રિદાસજી આવ્યા હતા. આપણું જુવાન મુનિરાજ તેમની પાસે પહોંચી ગયા, ને ધર્મ તથા સંઘની સેવા કરવાને ઉપદેશ આપ્યો. શેઠ ફકીરચંદ પ્રેમચંદને પણ જેનોની ઉનનતિ કરવાનો બોધ આપ્યો. તેમ જ પંન્યાસ પદવી–પ્રદાન મહોત્સવમાં પોતાનું લખેલ શ્રી. રત્નસાગરજી મહારાજનું જીવન વાંચી સંભળાવ્યું. છેલ્લે છેલ્લે તેઓએ સુરતના ને આસપાસના જૈનોને એ સ્વર્ગવાસી મુનિને ઉપકાર વિસરી ન જવા સૂચના કરી. - સારા ને ઉપકારી માણસને નિમિત્તે સારાં ને ઉપકારી કાર્યો કરવાં એ જ એમનું
સાચું સ્મારક છે. આપણું મુનિરાજના સૂચનને મોટા મુનિરાજે કે જેઓએ પોતે અથવા પિતાના શિષ્યોએ સ્વર્ગસ્થ વિદ્વાન મુનિરાજ પાસે અભ્યાસ કર્યો હતો તેઓએ પણ પ્રેરણ
For Private And Personal Use Only