________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર ગચ્છના ત્રણ સ્થ
૧૮૩
૧૮૫૭ના બળવા વખતે પિતાની પેઢીઓ દ્વારા ઈદેરથી અમદાવાદ સુધી ટપાલ મંગાવી તે કાળના કલેકટરને પૂરી પાડેલી, એથી તેમને સરકારે પણ રાવબહાદુરનો ઈલ્કાબ આપ્યો હતો. વિ. સં. ૧૯૩૨ માં પાલીતાણું કે જે જેનોને ત્યાં ગીર હતું, તેના ગીરે હકક છૂટા થતાં શેઠ પ્રેમાભાઈના વખતમાં આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના થઈ. આ પેઢીનું સંચાલન શેઠ પ્રેમાભાઈ(મૃત્યુ વિ. સં. ૧૯૪૩) પછી શેઠ દલપતભાઈના પુત્ર લાલભાઈએ સારી રીતે કર્યું, ને આજે તેમના સુપુત્ર શેઠ કસ્તૂરભાઈ સુયોગ્ય રીતે કરી રહ્યા છે. | શેઠ હેમાભાઈનાં પુત્રી ને શેઠ હઠીસીંહનાં પ્રથમ પત્ની રૂખમણી શેઠાણીએ શ્રી. રવિસાગરજીના ઉપદેશથી પાંજરાપોળમાં વાસુપૂજ્યજીની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પછી ટૂંક સમયમાં તે સ્વર્ગસ્થ થયાં હતાં.
- શ્રી. રવિસાગરજી મહારાજે વિ. સં. ૧૯૦૭માં દીક્ષા લીધી હતી. આ વેળા સંવેગી સાધુઓની સંખ્યા અતિ અ૬૫ હતી. પણ પછી જાણે એક બળવાન પ્રવાહ વહો આવતે જણાય. પ્રાતઃસ્મરણીય બટેરાયજી મહારાજ પંજાબથી પોતાના બે પ્રતાપી શિષ્ય સાથે ગુજરાતમાં આવ્યા, ને પ્રખર તપસ્વી, આદર્શ સાધુ શ્રી. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા સ્વીકારી. સાથે બે પંજાબી ઓસવાળ છે. એકનું નામ મુલચંદ્રજી, બીજાનું નામ વૃદ્ધિચંદ્રજી, અને તેમાં ત્રીજા શૂરવીર જાટ કેમના સપૂત આત્મારામજી આવી મળે છે. *
- પંજાબ તો આર્યાવતના વિજેતાઓનું પ્રવેશદ્વાર છે. એ પ્રવેશદ્વારના પરમ રક્ષક જાણે ગૂજરાત-કાઠિયાવાડની ભૂમિ પર ઊતરી પડયા, ને એક રાજાની આજ્ઞાંકિત સૂબાઓ જેમ જુદા જુદા પ્રાંત સંભાળી લે એમ સહુએ જુદા જુદા પ્રાંતે સંભાળી લીધા. શ્રી. વૃદ્ધિચંદ્રજી મહારાજે મુખ્યત્વે કાઠિયાવાડને સ્પર્યો. શ્રી. મુળચંદ્રજી મહારાજે ગુજરાતને પોતાની
વી પ્રભાથી ઉજજવલ કર્યો. શ્રી. આત્મારામજીએ પંજાબને ખેડયું ને જૈનત્વનાં મૂળ રોપ્યાં, શ્રી. નીતિવિજયજીએ સૂરતને સાદ્ધાર કર્યો. I ! એ પછી તો સંવેગી સાધુઓનો સમુદાય વધતે ચાલ્યો. મથુરા પાસે ચાંદપુરના બ્રાહ્મણ-પુત્ર ને પછીથી યતિશિષ્ય, સુત્ર અને શાસ્ત્રોના અભ્યાસી શ્રી મોહનલાલજી સ્વયં સાધુ બન્યા, (સં. ૧૯૩૧) ને સૂરત તથા મુંબઈના ક્ષેત્રનો ઉદ્ધાર કર્યો.”
/ બીજા એક પંજાબી–ગૌડ બ્રાહ્મણ–ચતિ, સ્થાનકમાગી સાધુની ભૂમિકા વટાવતા સં. ૧૯૩૨માં શ્રી. કમલવિજયજી બન્યા. આમ સંવેગી સાધુતાના વેગવાન પ્રવાહ આખા આર્યાવર્તમાં જૈનધમની સાધુતાની નિર્મળ પ્રભાનાં દર્શન આપવા લાગ્યા.
શ્રી. રવિસાગરજી મહારાજ આ બધામાં શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી. ગુમાનવિજયજી, શ્રી. રત્નવિજયજી, ૫. શ્રી. સિદ્ધિવિજ્યજી, પં. શ્રી. પ્રતાપવિજયજી, પં. દયાવિમળજી, શ્રી. ભાતૃચંદ્રજી મહારાજ, શ્રી. મોહનલાલજી મહારાજ, શ્રી. નીતિવિજયજી મહારાજ, શ્રી. અમૃતવિમલજી મહારાજ વગેરે અનેકવિધ મુનિરાજોના પરિચયમાં આવ્યા, ને પોતાની શીળી સાધુતાથી સહુની સાથે સૌખ્ય પેદા કર્યું. શ્રી. રાજેન્દ્રસૂરિજીએ તેમના ચારિત્રની સ્વમુખે પ્રશંસા કરી હતી. શ્રી. વિજયાનંદસૂરિજી ખાસ મળવા
For Private And Personal Use Only