________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
ગનિષ્ઠ આચાર્ય
શ્રી. ભાવસાગરજી સાથે દીક્ષા લેનાર શ્રી. સુખસાગરજી મહારાજ કે જેમને ગુરુમહારાજે પોતાની પાટનો ભાર સે હતો, વળી બહેચરદાસને તેમને ગુરુ કરવાની સૂચના કરી હતી, તેઓ મૂળ પાટણના હતા. તે વીશા પોરવાડ શ્રાવક આલમચંદ્રને ત્યાં તપત્ની જડાવબાઇના પેટે સં. ૧૯૦૭ ના શ્રાવણ સુદિ ચૌદશે જમ્યા હતા. એમનું સંસારી નામ સાંકલચંદ હતું. સાંકળચંદ બાળપણથી શ્રી. રવિસાગરજી મહારાજના સંસર્ગમાં આવ્યા, ને ધર્મકરણના સંસ્કાર વાલેપ બન્યા. મોટી ઉંમરે આ પરણી જુવાન આજીવિકા અથે ભરૂચ ગયા.
યોગ્યતાને વેગ સદા લાધે છે. ભરૂચમાં સુ-શ્રાવક અનુપચંદ મલકચંદના સંબંધમાં તેઓ આવ્યા. તેઓએ તેમના વિરાગ્યને ઠીક ઠીક વેગ આપ્યો. ભરૂચથી સુરત જવાનું થતાં ત્યાં શ્રી. રવિસાગરજી મ.ના વિદ્વાન શિષ્ય રત્નસાગરજીનો મેળાપ થયો. નિર્મળ સાધુત્વની સુરેખ છબી સાંકળચંદના દિલમાં અંકાઈ ગઈ. આખરે તેઓશ્રીએ પિતાને નિરધાર માતપિતાને પ્રગટ કર્યો. માતાપિતાએ અનેક લોભામણી લાલ દ્વારા એમાં પરિવર્તન કરવા ઘણા પ્રયત્ન કર્યા. એ નિર્ણય અટલ હતા. સંવત ૧૯૪૩ ના વૈશાખ સુદી છઠના રોજ દીક્ષા આપવાનું નકકી કર્યું.
એ જ વેળા સુરતમાંથી શ્રી. રત્નસાગરજીનાં પાસાં સેવી વૈરાગ્યવંત બનનાર ફૂલચંદભાઈને દીક્ષા માટેનો પત્ર આવ્યો. બંનેને શુભ તિથિએ દીક્ષા આપવામાં આવી. સાંકળચંદ શ્રી. સુખસાગરજી બન્યા. ફૂલચંદભાઈ શ્રી. ભાવસાગરજી બન્યા. એ યુગ જ કંઈ સરળતાનો હતો. વૈરાગ્ય તરફ માનવીનું દિલ સહેજે વળી જતું. આજે જેમ કોઈનું દિલ ફિલ્મ નટ બનવા તરફ ઝટ ને નિઃસંકેચભાવે વળી જાય છે તેમ.
શ્રી. રવિસાગરજી મહારાજનો ભક્તસમુદાય પણ ઘણે હતો. તેમના નિષ્કપટ ને મિલનસાર સ્વભાવને લીધે અનેક શ્રીમતે, વિદ્વાને ને સદ્ગૃહસ્થ તેમના ભક્ત બન્યા હતા. શેઠ દલપતભાઈ ભગુભાઈ તથા તેમનાં પત્ની ગંગાબહેન ( વીજાપુરનાં) તે મહારાજશ્રીનાં પૂરાં રાગી હતાં. શ્રી. નિમિસાગરજી મહારાજની ભવિષ્યવાણી મુજબ શેઠ દલપતભાઈએ સિદ્ધાચળજીના બે સંઘ કાઢયા હતા. તેમના ત્રણ પુત્રો લાલભાઈ, જગાભાઈ, મણિભાઈ પણ માતાની જેમ ધાર્મિક મનોવૃત્તિવાળા હતા. શ્રી. ગંગાબહેને રવિસાગરજી મહારાજનું ધર્મવચન કદી ઉથાપ્યું નહોતું, ને ઉપધાન પણ તેમની પાસે વહન કર્યા હતાં.
નગરશેઠ કુટુંબમાં નગરશેઠ પ્રેમાભાઈ મહાન થયા હતા. નગરશેઠ હેમાભાઈ વિ. સં. ૧૯૧૪ માં મૃત્યુ પામ્યા હતા. શ્રી. પ્રેમાભાઈ શેઠે પિતાના મહાન પિતાને પગલે ચાલી પાલીતાણામાં પાંચ લાખના ખર્ચે એક મંદિર શ્રી શત્રુંજય ઉપર અને ગામમાં એક ધમશાળા અંધાવી હતી. તેમણે પોતાના નામથી એક જાહેર હોલ બંધાવી આપે હતું, જે આજે પણ પ્રેમાભાઈ હોલથી સુવિખ્યાત છે. આ સિવાય તેઓએ અનેક સખાવતી કાર્યો કર્યા હતાં, જેની યાદગીરીમાં અમદાવાદના એક દરવાજા સાથે એમનું નામ જોડી યાદગીરી જાળવવામાં આવી છે પ્રેમદરવાજાના નામે આજે પણ એ મહાન શેઠની યાદગીરી જાળવતા ખડા છે. ઈ. સ.
For Private And Personal Use Only