________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
યોગનિષ્ટ આચાર્ય માટે મહેસાણા આવી તેમના ઉત્કૃષ્ટ ચરિત્રની અનુમોદના કરી હતી. શ્રી મોહનલાલજી મહારાજ ભેચણીથી દર્શન-વંદન માટે મહેસાણું આવ્યા હતા. છેલ્લી ત્રાણુાવસ્થામાં પં. સિદ્ધિવિજયજી ખાસ મહેસાણા આવ્યા હતા. પંજાબી મુનિ દાનવિજયજી ને સન્મિત્ર કપુરવિજયજીનો તેમના પર અપૂર્વ ભાવ હતે.
ચારિત્રક્રિયા તો શ્રીમદ્ રવિસાગરજીની” એમ એક અવાજે બોલાતું. આવા પ્રતાપી મુનિરાજ ખૂબ નિખાલસ, નિરભિમાની ને દીર્ઘદ્રષ્ટા હતા. પિતાનાં માનાપમાન ખાતર સમાને નુકશાનમાં ઊતરવા ન દેતા.
એક વેળાની વાત છે. વીજાપુરમાં કેઈ અજાણી ભૂમિમાં શૌચ જવા ગયેલા. અચાનક કેટલાક મુસિલમ જુવાનીઆઓએ આવીને તેમના પર પથરા–ઢેખાળાથી હલ્લો કર્યો. શરૂઆતમાં તે તેઓશ્રી આનું કારણ ન સમજ્યા, પણ વિચાર કરતાં જણાયું, કે આજુબાજુ બેઘર છે, એટલે મુસ્લિમોનું કબ્રસ્તાન હોવું જોઈએ—અને પોતાનાથી તેની અશાતના થઈ. આ મહામના મુનિને તક મળી હોત તો પોતાની નિર્દોષતા પુરવાર કરી આપત, પણ સામો ખૂબ ઉશ્કેરાયેલું હતું. મુનિરાજશ્રીને ઠીક ઠીક માર પડશે.
ગામમાં શ્રાવકને જાણ થતાં તેઓ ત્યાં દોડી આવ્યા, ને ઝોળીમાં ઘાલી મુનિરાજશ્રીને ઉપાશ્રયે લાવ્યા. બંને પક્ષ ભારે તંગદિલીમાં આવી ગયો. શ્રાવકોએ મુસલમાનો સાથેનો સંબંધ સર્વથા તેડી નાખવાને વિચાર કર્યો, કેટલાક શાણા મુસ્લિમ ગૃહસ્થાએ મહારાજને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યા.
| મહારાજશ્રીએ શ્રીસંઘ તથા મુસ્લિમેને એકત્ર કર્યા ને બંને વચ્ચે સંપ કરાવી દીધો. જે કઈ મિત્રતાને હાથ લંબાવે, તે હજારો વર્ષનાં વેર ભૂલી મિત્ર થવામાં માનનારી એ ભદ્રિક સાધુતા હતી. એ પ્રતિકમણને યથાર્થ રીતે જાણતા હતા ને કરતા હતા. પ્રત્યાખ્યાનની ગંભીરતા પણ તેવી જ પિછાણી શકતા.
' સાણંદ, રામપુરા, વિરમગામ, ગોધાવી, પાલનપુર વગેરે શહેરોમાં પોતાની પ્રતિભા રેલાવી છેલ્લી અવસ્થામાં ત્રાણુતા વ્યાપતાં તેઓએ મહેસાણામાં સ્થિરવાસ કર્યો. ૧૯૪૮-૪૯ –૫૦-૫૧-પર-૫૩-૫૪ એમ છ-છ માસાં એક જ ગામમાં કરી, અનેક સુકૃત્ય કરી સ્વધામ સીધાવ્યા. તેમની પાટે સુખસાગરજી મહારાજ આવ્યા. શ્રી. સુખસાગરજી મહારાજે દીક્ષા લીધા પછી ગુરુસેવાને પોતાને જીવનમંત્ર બનાવ્યો હતો. તેઓ જાણતા હતા, કે ગુરુકૃપાથી વીસ વર્ષમાં પ્રાપ્ત ન થતી સિદ્ધિ ક્ષણભરમાં પ્રાપ્ત થાય છે, ને કાયાનું કલ્યાણ ઘડી ભરમાં થઈ જાય છે. શાસ્ત્રમાં વૈચાવચ્ચ ગુણ અપ્રતિપાતી કહ્યો છે, એને ભાવાર્થ પણ એ જ છે.
- એ ગુરુસેવાએ એમને તારી લીધા. જીવન્તશાસ્ત્રસમાં તપમૂતિ ગુરુએ એમને અંતરના આશીર્વાદ આપ્યા, ને અગિયાર વર્ષની એકનિષ્ઠાભરી સેવાઓ એમના જીવનનાવને તારી દીધું. આજ એ જ સમર્થ જૈનધર્મની, અજોડ શ્રમણ સંસ્થાની, ઉજજવળ સાગર ગચ્છની, નેમિસાગર, રવિસાગરજી ને સુખસાગરજીની પરંપરાના બહેચરદાસ નમ્ર અનુયાયી બની રહ્યા હતા.
For Private And Personal Use Only