________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૧૬૨
યોગનિષ્ઠ આચાર્ય
અત્યંત મર્યાદા. સુવર્ણને સંગ્રહ પણ અમુક હદ સુધી, ને સ્ત્રી-વિષયક પણ મોટી મોટી મર્યાદાઓ. આમાં પણ શ્રમણ સંસ્થાની અદ્ભુતતાએ એ કાળના સમાજને આશ્ચર્યમુગ્ધ કરી નાખે. એની મુમુક્ષુવૃત્તિ, તિતિક્ષા, તપસ્વેજ અદ્ભુત હતું. ઈદ્રિય ને વાસનાવિજય અજોડ હતા. મેક્ષમાર્ગના એ અભુત પૂજારીઓનું દ્રશ્ય અનુપમ હતું.
ન હજામ, ન દરજી, ન ધોબી, ન સ્નાન, ન વિલેપન, ન ગાડી, વાડી કે પાલખી ! ધરતીના આ બાળને સદા ખુલા પગે ધરતીને પાવન કરવાની. ન મસ્તકે શિવેપ્ટન કે છત્ર! દેહને જંગલમાં ઢાંકવાની પરવા નહીં, કદી જરૂર પડી તો એકાદ કાપડને કટકે જ સહી. ખાન-પાન માટે મળ્યું તો કાષ્ટપાત્ર, નહીં તે હસ્તપાત્ર. ન આરામ માટે વિહાર કે વસવા માટે ન વસતી. સ્મશાન કે ખંડિયેર એની ગરજ સારે.
જ્ઞાનની ખેજમાં સદદિત ચિંતન ચાલુ છે. આત્માની ખોજમાં તપ શરૂ છે. એક પણ જીવને અશાન્ત કરવાની ઈચ્છા નથી. એવા જ્ઞાનીને, તપસ્વીને આકાશથી વધુ રૂપાળું કઈ છત્ર નથી. પૃથ્વીની ખુલી ધૂળથી સુંદર ગૃહ નથી. વૃક્ષેથી વધુ સુંદર છાયા નથી. નદીઓની નદીઓ ઊભરાતી હોય પણ એ તૃષાતુર છે. એ જળનો એ સ્વામી નથી. સુમિષ્ટ વાડીઓ ફળથી લચકાતી હોય, પણ એકેય એનું નથી.
એ તે ગોચરી-માધુકરીને ધારક છે. નિર્દોષ ભેજનપાણીનો એને ખપ છે. સમાજ પર લેશમાત્ર ભાર રૂપ ન થવાનું એનું લક્ષ્ય છે. એના હક ઓછા છે. એની ફરજે વિશેષ છે.
માધુકરી વ્રતની ધારક આ શ્રમણ સંસ્થાની માધુરીથી એ કાળના દિગગજ વિદ્વાનો, પ્રબલ પંડિત, મહાન રાજાઓ ને શ્રીમંત આકર્ષાયા. આકર્ષણ પામીને એને સહર્ષ અપનાવી. એ વિદ્વાનોથી શ્રમણ સંસ્થા શોભાયમાન બની ગઈ. એને પ્રવાહ બલવત્તર બન્યો.
આજ તો શ્રમણ સંસ્થા પરથી કાળનાં પચીસ વર્ષ પસાર થઈ ગયાં. કાળનાં રણ ને પરિસ્થિતિનાં વસમાં પૂર વચ્ચેથી પણ આજે એ કંઇક પુરાની ઝાંખી અવશ્ય આપી રહી છે. એ તિતિક્ષા, એ મુમુક્ષુપણું, એ જિગીષા આજે અર્ધપ્રગટ પણ જરૂર દેખાય છે. વેશ ભલે કદાચ બદલાયા, વાઘા ભલે બદલાયા, પંથ કે સંપ્રદાયનાં ઝીણાં ઝરણ ભલે ફંટાયાં, આસમાની સુલતાનીઓ આવીને ગઈ કે દુષ્કાળ ને દુર્ભિક્ષ દેખા દઈ ગયા, અસ્તિત્વની આપત્તિઓમાં એ ટકી રહી. આ સંસ્થા કેઈ ને કઈ અંશે ધ્યેયની દૂર કે નજીક ચાલતી જ રહી.
ઉત્થાન–પતનના ભરતી-ઓટ ચાલુ જ રહ્યા, છતાં એ જીવી. પ્રાણભરી રીતે જીવી. ધ્યેયભર્યા જીવતર સાથે જીવી.
- એનો ઈતિહાસ અતિ ઉજજવલ છે. એ ઉજજવલ ઈતિહાસધારક શ્રમણપરંપરાના બહેચરદાસ આજે અનુયાયી બની રહ્યા હતા.
For Private And Personal Use Only