________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ અને ધમી
૧૬૧
ને શાસ્ત્રાની છેતરામણી ૨મત નહોતી. માણસને એની કેડ પર ઊભે કર્યો. એના પુરુષાર્થને હાકલ કરી. એ હાકલે આર્યાવર્તને એક નવીન ઉષ્મા આપી.
ઈતિહાસ-પ્રવેશના વિદ્વાન રચયિતા શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર સારાંશમાં મહાત્મા બુદ્ધ ને ભગવાન મહાવીરની સમાચના કરતાં લખે છે, કે
બુદ્ધ ને મહાવીરની શિક્ષામાં મુખ્ય ભેદ એટલે હવે, કે બુદ્ધ જ્યારે મધ્યમ માર્ગનો ઉપદેશ દેતા ત્યારે મહાવીર તપ અને કૃષ્ણ તપને જીવનદ્વાર મહાન માર્ગ બતાવતા. મહાવીરને અહિંસાવાદ અંતિમ સીમાએ પહોંચેલ હતું, જે બાબતમાં પણ બુધ મધ્યમમાગી હતા. બંને વેદ અને ઈશ્વરને માનતા નહોતા. મગધ આદિ દેશોમાં મહાવીરને ઉપદેશ જલદી પ્રસરી ગયો. કલિંગ તે એમના જીવનકાળમાં જ એમનું અનુયાયી બની ગયું. રજપૂતાનામાં મહાવીર–નિર્વાણની એક શતાબ્દિ બાદ જૈનધર્મની જડ જામી ગઈ. જૈનોનું સાહિત્ય પૂરતા પ્રમાણમાં વિશાળ છે, ને એ અવધ યા કેશલની પુરાની પ્રાકૃત-અર્ધમાગધીમાં છે.”
યુગપ્રવર્તકનાં ચક્ષુ પોતાના જમાનાથી ઘણું આગળ જતાં હોય છે. કોઈ પણ પહાડના ગિરિશિખરમાંથી નીકળેલી હજાર સરવાણીઓ સદા ભિન્ન ભિન્ન વહ્યા કરે, એકત્ર ન થાય, તો ગમે તેવી સુસ્વાદુ હોવા છતાં, એકાદ ગ્રીષ્મને તાપ એનું નામોનિશાન મિટાવી દે. એને સરિતા કે સાગરને વેગ, મહત્તા કે ચિરંજીવતા ન લાધે. પિતાના અનુયાયીઓ-પિતાના સિધ્ધાંતના પાલકો એકત્ર રહે, સંગઠિત રહે, સુવ્યવસ્થિત રહે, એ માટે એક સમૂહ સ્થાપનાની-સંસ્થાની-સંઘની જરૂર હતી. આ આજના શ્રમણ ભગવાને વિચારી.
- એ આયોજના તે આજનો જન સંઘ. એ સંઘમાં શ્રમણ-શ્રમણીથી લઈ શ્રાવકશ્રાવિકાઓને પણ સમાવેશ થાય. આ ચતુર્વિધ સંઘનું મહત્ત્વ એક તીર્થંકરની સમાન રહે. એના નિયમો, ઉપનિયમે, પેટાનિયમ રચાય, ને આવી રીતે પોતે કરેલી આત્મસાક્ષાત્કારની શેષને પ્રચાર તેના દ્વારા યુગ સુધી અવિચ્છિન્ન ચાલ્યા કરે.
- આ ચતુર્વિધ સંઘની સ્થાપનાનો દિન તે આજથી ૨૪૭૪ વર્ષ પૂર્વેની વૈશાખ સુદી દશમી. એ દિવસે શ્રમણ ભગવાને પોતાની ફિલસૂફી રજૂ કરી. એનું ધ્યેય, ધ્યેયપ્રાપ્તિના માર્ગો સમજાવ્યા. એ પરિષદામાં રહેલ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ સહુએ એનો સ્વીકાર કર્યો. કેટલાકએ તો સંસાર તજી પ્રભુ સાથે ત્યાગી બનીને રહેવું પસંદ કર્યું. કેટલાક ઘરબારી રહ્યા. - જેઓ સંસાર છોડી ભગવાનની પાસે સાધ્ય મેળવવા ચાલી આવ્યા હતા તેવાં-ને જેઓ સંસારનાં કર્મધર્મમાં રહી સાધ્યની ઉપાસના માટે યથાશકિત યત્ન કરવાનાં હતાં, તેવાં સ્ત્રી-પુરુષોના કમ નક્કી થયા. નિવૃત્તિમાગ ને પ્રવૃત્તિમાર્ગની મર્યાદાઓ નિશ્ચિત થઈ. શ્રમણ ને શમણી તથા શ્રાવક ને શ્રાવિકાના ભેદ ર્યો, ને બંનેના ભિન્ન ભિન્ન કાર્યો બતાવ્યાં.
સંસારમાં બે વાતના મોટા ઝઘડા ચાલતા હતા. એક કંચનના, બીજા કામિનીના. જે સાધુ થાય તેને માટે બંને વસ્તુ નિષિદ્ધ, સ્પર્શ સુધ્ધાં નહીં. જે ગૃહસ્થ રહે, એને પણ
૨૧
For Private And Personal Use Only