________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાન શ્રમણસંસ્થા
| ગતકલ્યાણને માટે સ્થાપન કરેલ શ્રમણ સંસ્થાના આદિ શ્રમણ તરીકે શ્રી. સુધમોસ્વામીનું નામ ભારે આદરથી લેવાય છે. ભગવાન મહાવીરે પસંદ કરેલ અગિયાર ગણધરો એ કાળના મહાન દિગગજ બ્રાહ્મણ વિદ્વાનો હતા. પણ નવ ગણધરો તે ભગવાનના જીવનકાળ માં જ નિર્વાણ પામ્યા. પ્રભુપ્રિય ઈદ્રભૂતિ ગૌતમને ભગવાનના નિર્વાણુની સાથે કૈવલ્ય પ્રાપ્ત થયું, એટલે ભગવાનના નિર્વાણ પછી એંશી વર્ષના વયોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ સુધર્માસ્વામીના હાથમાં શ્રમણ સંસ્થાનું સુકાન આવ્યું.
" તીવ્ર તપ તપનાર, યુગ ( ધુંસરી) પ્રમાણ દૃષ્ટિ કરી વસુધાતલ પર વિહરનાર, પ્રિય તથા પરિમિત વાણીના ઉચ્ચારનાર, કુક્ષિમાત્ર શબલવાળા, ભિક્ષા કે ગમન ત્રીજે પહોરે કરનાર, નિરીહ, નિર્મળ, સમતાવંત, ધર્મોપદેશ આપવામાં કુશળ, કરુણાસાગર શ્રી. સુધર્માસ્વામીએ ભગવાને આપેલા હિતોપદેશનો સંગ્રહ કર્યો. સર્વજ્ઞની ભિન્ન ભિન્ન તને અનુલક્ષીને કહેલી વાણીને સમુચ્ચય રચે, ને એ શ્રવણ કરેલા જ્ઞાનનું-શ્રુતજ્ઞાનનું બાર અંગમાં સર્જન કર્યું. /
આ બાર અંગમાં પહેલા આચારાંગમાં શ્રમણ -નિગ્રથના આચાર, ગોચરી, ઉપધિ, ભક્ત ને પાન વગેરેના નિયમો તથા તપ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યા. બીજા સૂત્રકૃતાંગમાં સ્વ-સિદ્ધાંતની સ્થાપના, તે કાળના ૩૬૩ અન્ય દૃષ્ટિના મતોની ચર્ચા, જીવાજીવાશ્રયસંવર વગેરેની ચર્ચા કરવામાં આવી. એ રીતે સ્થાનાંગમાં અને સમવાયાંગમાં જીવ-અજીવ, કાલાક, સ્વસમય-પર સમયનું સ્થાપનઃ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જુદા જુદા દેવ, રાજા, રાજર્ષિ અને અનેક સંદિગ્ધ પુરુષોએ પૂછેલા પ્રશ્નો ને શ્રી મહાવીર ભગવાને આપેલા ઉત્તરોઃ જ્ઞાતાધમ કથામાં ઉદાહરણુભૂત પુરુષોની કથાએાઃ ઉપાસકદશામાં ઉપાસક શ્રાવકેનાં જીવનઃ અંતકૃદદશામાં તદ્ ભવે મેક્ષગામી થનાર તીર્થંકરાદિનાં જીવનઃ અનુત્તરપપાતિકમાં નગરો વગેરેનાં વણ નેઃ
For Private And Personal Use Only