________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારને છેદ
૧૪૭
હાથીભાઈ મૂળચંદને ત્યાં ઊતર્યા. બપોરના પાઠશાળાની મુલાકાત લીધી, પરીક્ષા લઈ બાળકોને ઈનામ વહેંચ્યાં. અહીં શ્રી. આત્મારામજી મ.ના સંઘાડાના શ્રી. ઉદ્યોતવિજયજી તથા તેમના શિષ્ય શ્રી. કપૂરવિજયજી હતા. મુનિ કપૂરવિજયજી વીજાપુરના જાની મગનલાલ લક્ષ્મીશંકર પાસે ગાભ્યાસ કરતા ને આજેલની પાસે “બારિયા મહાદેવ” નામનું સ્થળ છે, ત્યાંના બાવાજી પાસે વેગની પ્રક્રિયા જાણતા હતા. બહેચરદાસે વંદન કર્યા પછી બંને વચ્ચે મંત્રવિદ્યા બાબતની ઘણી વાતો થઈ. માણસામાં બે દિવસ ગાળી તેઓ ત્યાંથી મહેસાણા ગયા. સ્નેહીઓએ ખૂબ ભાવભીને સત્કાર કર્યો.
- હવે બહેચરદાસ માટે એક કાર્ય બાકી હતું. પોતાનાં માતપિતાના નિમિત્તે શ્રી. સિદ્ધાચળ તીર્થની યાત્રાને તેમને સંકલ્પ બાકી હતો. એ સંકલ્પ પૂર્ણ કરવા તેઓ પાલીતાણા તરફ રવાના થયા. કારતક સુદ ચૌદશના રોજ પાલીતાણા પહોંચ્યા. સન્મિત્રજીને વંદન કરી તેઓ સિધગિરિ પર ચાલ્યા ગયા. દર્શન, પૂજાસેવા કરી ચાર વાગે નીચે ઊતર્યા. રસોઈ કરી મુનિવરેને ભિક્ષા માટે નિમંત્રી લાવ્યા. ચઢતે પરિણામે હર્ષ પૂર્વક તેઓ બધાં કાર્ય કરવા લાગ્યા. શેઠ વેણીચંદભાઈએ આપેલી પંજાબની સુંદર કામળ તેમની પાસે હતી. શ્રી. વિનેદવિજયજી નામના સાધુ ખપી જણાતાં તેમને કંબલ પણ વહોરાવી દીધી.
સાત-આઠ યાત્રાઓ કરી બહેચરદાસ પુનઃ મહેસાણા આવ્યા. શેઠ વેણીચંદભાઈ સાથે માતરમાં સાચા દેવની યાત્રા કરી અમદાવાદ આવ્યા. ભ્રમર કમળપુષની કેદમાંથી ઊડી જવાની તૈયારીમાં હતા, ત્યાં એક નવી દરખાસ્ત સામે આવી ઊભી.
અમદાવાદમાં શેઠ હીરાચંદ કઠલભાઈની જૈન કન્યાશાળા ચાલે છે, તેવી કન્યાશાળા મહેસાણામાં કાઢવી, ને તેના વ્યવસ્થાપક બહેચરદાસને નીમવા.” | નવ્વાણું પગથિયાં ચઢેલ કેટલીક વાર સામે પગથિયે ઠેબું ખાય છે; પણ જે જાગ્રત છે, એને ડર શો ! જેણે ગુરુસંદેશ ઝીલ્યો હતો, એને વળી મૂંઝવણ કેવી ! બહેચરદાસે સ્પષ્ટ રીતે કહ્યું, “ગુરુદેવ રવિસાગરજી મહારાજની વિદ્યમાનતામાં મેં નિર્ણય કર્યો છે, કે બ્રહ્મચર્યાવસ્થામાં સ્ત્રીઓ અને કન્યાઓને ભણાવવાનું કાર્ય કરવું નહીં. તેમ જ સાધુદશામાં સાધ્વીઓ અને સ્ત્રીઓના પરિચયમાં આવવું નહીં.” | દરખાસ્ત પાછી ફરી. જાહેર નહીં પણ ગૌણરૂપમાં હવે બીજી દરખાસ્તો આવી, અન્ય સાધુ પાસે દીક્ષા લેવાની. આવા વિદ્વાનને સ્વશિષ્ય બનાવવા કેણ આતુર ન હોય!
એનો જવાબ પ્રચંડ હંકારમાં મળ્યો. “ગુરુ તો એક જ-શ્રી. રવિસાગરજી મહારાજ ને હવે તેમની આજ્ઞા મુજબ શ્રી. સુખસાગરજી મહારાજ ! બીજા ગુરુ ગમે તેવા જ્ઞાની, ધ્યાની કે માની હય, મને ન ખપે !”
અને એક દહાડો પાલનપુર જતી ટ્રેનમાં સહુની રજા લઈ દીક્ષા સ્વીકારવા ઉપડી ગયા. ટ્રેનના વેગની સાથે એમના ઊર્મિ-વેગ હરીફાઈ કરી રહ્યા હતા.
For Private And Personal Use Only