________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસારના છેદ
[ ૨૨ ]
કહેવાય છે, કે નરસિંહ મહેતાને જ્યારે સમાચાર મળ્યા કે સ’સારના શેષસમાં તેમનાં પુત્ર ને પત્ની મૃત્યુ પામ્યાં, ત્યારે એ મહાલક્ત કવિએ શાન્તિપૂર્વક લેશમાત્ર વિષાદ વિના ગાયું, કે
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું જીંગાપાળ
આપણે એ કહી શકતા નથી, કે જ્યારે વીજાપુરથી શેઠ નથ્થુભાઈએ લખેલે એક મેલે બહેચરદાસને અમદાવાદમાં મળ્યા, ને તેમાંથી સમાચાર વાંચ્યા, કે પૂજનીય પિતામાતા આસા માસમાં ચાર-પાંચ દહાડાને અતરે સ્વસ્થ થયાં ત્યારે તેમણે શું કર્યુ હશે ! અલબત્ત, આટલા ચિર પરિચય પછી આપણે એટલુ તે જરૂર કહી શકીશુ કે એ પ્રાકૃત જનેાની જેમ રડયા નહી... હાય. સામાન્ય શૅાકથી વિશેષ આગળ વધ્યા પણ નહી. હાય. જીવન અને મૃત્યુના ભેદને એ પહેાંચી વળ્યા હતા. અને જે ભેદ પામી ગયા તે ઝટ ભૂલેા પડી શકે નહીં'. કીડી-મકાઠીની જેમ મરતાં માણસાને જોઈ જેને સંસારની ઘટમાળનું ભાન થયુ. હાય, એ ખાટા લેપાત કદી ન કરે.
એમની એ કાળની આધ્યાત્મિક દશાનું માપ કાઢવા માટે તરતમાં જ અમદાવાદથી વીજાપુર જતાં-પ્રાંતીજ ખાતેની એક મુલાકાત પૂરતી થઇ રહેશે. પ્રાંતીજમાં શેઠ નથ્થુભાઇનાં પુત્રી વીજીબહેન પરણાવેલાં હતાં. વીજીબહેન મહેચરદાસ પર ભાઇ જેટલે ભાવ ધરાવતાં. તેમણે અને તેમના પતિ શ્રી. લલ્લુભાઈએ પૂછેલા પ્રશ્નેત્તા એમની તત્કાલીન દશાને ચિતાર આપવા પૂરતા છે.
**
“ ભાઇ, તમારાં માતાપિતા તે મરી ગયાં. હવે શું કરશે! ? ” વહાલસાથી વીરીના હૈયામાં સંસારનું સÖસ્વ માખાપ જ હતાં.
For Private And Personal Use Only