________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારને છેદ
૧૪૧
“બહેન, હવે કદી ન મરે તેવાં માબાપ કરશું.” “એ કેવાં ?” ધમીષ્ઠ પિતાની પુત્રીને પણ એ પ્રશ્નના ઉત્તરમાં ઘેલછા જેવું લાગ્યું.
“શુધ્ધ પરિણતીરૂપ માતા અને શુદ્ધ ઉપયોગ રૂપ પિતા.” બહેચરદાસ દીવાનાની દુનિયામાં તો નહેતા વસતા ને! પણ એક ધ્યેયની પાછળ દીવાના બન્યા વિના દિવ્યતાની પ્રાપ્તિ કયાંથી થાય ?
શું તમારી ચારિત્ર્ય લેવાની ઈચ્છા છે???
“હા, હવે માતાપિતાનું મૃત્યુ થતાં ગૃહસ્થાવાસમાં રહેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ. હવે ચારિત્ર્ય લેવાનું બાકી રહે છે.” બહેચરદાસે પિતાનો નિર્ણય સ્વાભાવિક રીતે પ્રગટ કર્યો.
બાપાજી તમને દીક્ષા લેવા દેશે નહીં. તમે પરણો, અને સંસારમાં રહી, ધર્મઆરાધન કરે તે શું ખોટું !” વાજીબહેનનો વહાલસોયી સલાહમાં મનને વિવલ કરનાર વસ્તુ હતી, પણ એ વિહવળતા બહેચરદાસે પહેલેથી ડાભલાના જૈન દેરાસરમાં પ્રતિજ્ઞા લઈને નિવારી નાખી હતી.
“બહેન, મારા ધર્મના પિતા શેઠ નથુભાઈ મને દીક્ષા લેવા માટે ના પાડે જ નહીં. પરણવાની મારી ઇરછા નથી. સાંસારિક જડભોગોમાં મને સુખની શ્રદ્ધા રહી નથી, તેથી હવે મારે સંસારમાં રહેવાની જરૂર નથી.”
“સંસારમાં બ્રહ્મચારી બનીને રહે, અને શ્રાવકનાં બાર વ્રત ધારણ કરે છે ?” માયાના રંગ અજબ છે. એ અજબ રીતે ફેલાવે છે !
સંસારમાં બ્રહ્મચારી રહી, શ્રાવકનાં બાર વ્રત ધારણ કરીને રહેવું, એના કરતાં ત્યાગી થઈને, આત્માની શુદ્ધિ કરીને જન્મ-મરણના ચકરાવામાંથી આત્માને મુક્ત શા માટે ન કરું ! બહેન, મને એની લગની લાગી છે.”
તમે કયારે સાધુ થશે ? અમને પહેલાંથી જણાવશે કે ન હી જેટલું ત્વરિત કાર્ય થાય તેટલું સારું. ઉપયોગ આવશે તે હું તમને જણાવીશ.” “સાધુ થવામાં ભારે દુઃખ છે.” વીજીબહેનના પતિ લલુભાઈએ કહ્યું.
બહેચરદાસે એ પ્રશ્નનો જવાબ પ્રાંતીજથી વીજાપુર તરફનો રસ્તો કાપતાં આપે. “ દરેકમાં દુઃખ પછી સુખ છે. પૈસા કમાવામાં, ઘર બાંધવામાં, મહેલાતે ખડી કરવામાં પહેલાં તે દુઃખ ને પછી કેટલું સુખ છે ! દુઃખ સહન જ કરવું પડે છે. તો પછી વધુમાં વધુ સારા માટે કેમ ન સહન કરવું ? મેક્ષ મેળવવા માટે, મુક્તિનગરમાં મહેલાતો બાંધવા મા ક ભાગ વધુ છે! દુઃખથી કદી ન ડરવું.”
બહેચરદાસ મનોમન સંસારનાં સંબંધનાં બંધને કાપી રહ્યા હતા. વેગથી ધસી
For Private And Personal Use Only