________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળઝપાટા
૧૩૯
વિકાસ વધે, પિતાના દેશે ટળે, અને આત્માની મુક્તિ સન્મુખ પ્રવૃત્તિ થાય એ જ ધયેય રાખી, સર્વ સ્થળેથી જે કંઈ સારું, સત્ય, આત્માપયેગી જાણવા મળે તે સાપેક્ષ દૃષ્ટિએ, મધ્યસ્થ ભાવનાથી, રુચે તે પ્રમાણે ગ્રહણ કરવું, પણ કઈ પણ જાતના મતભેદમાં પડી ટીકા કે નિંદા ન કરવાં, સર્વ સાધુઓ પૂજ્ય છે. સર્વ તેમને રુચે તે આચારકિયાએ પાળે. પિતાના ગુરુદેવ શ્રી. રવિસાગરજી મ૦ ને શ્રી. સુખસાગરજી છે. તેમના સિદ્ધાંત ને આચાર તે મારા છે. તેઓ મારા ગુરુ છે, ને જીવનપર્યત રહેશે.
જીવનના વિકાસક્રમમાં ને પ્રગતિમાર્ગમાં અમદાવાદે સારું દિશાસૂચન કર્યું. સમાજ, ધર્મ અને દેશની પ્રગતિની પારાશીશી અહીં જેવા ને જાણવા મળી.
સ્વપ્નદષ્ટાને હવે સેણલાં લાધતાં હતાં. દિશાઓમાંથી અદશ્ય નાદ સંભળાતો હતો. “મને ખૂની હૈ ગાવાઝ, હરિ માવજ ફી પર માત્ર 1 એ અવાજ મનભાવ હતો.
| દુકાળ વખતે રચેલું કાવ્ય પશુ, માનવ લોકે, પાડે પોકે, દયા કરો નરનાર, અન્ન વિના દુષ્કાળથી લોકે, હઝારો મરી જાય: છપ્પનીયાએ કેર વર્તાવ્યો, જોયું ન નજરે જાય છે. પશુ-૧ અન્ન વિના મરતાં બહુ બાલક, માતાએ કરે પોકાર; ભૂખથી દુ:ખી લોકો રડતાં, કરો તેઓની હાર રે. પશુ-૨ દેશની માતાઓ છે ગાયે, મરતી નજરે જણાય; તેને દેખી જેને દયા ન આવે, માનવ તે ન ગણાય રે, પશુ-૩ દયા વિના ધમ નહિ કોઈ દયા છે ધર્મનું મૂળ; દયા નહીં ત્યાં ધર્મ નહીં છે, દયા ધર્મ નહીં ભૂલ રે પશુ-૪ લાખો કરોડો રૂપિયા ખરચો, તનમન ખરચો સાર; માનવ ઢોરો મરતાં ઉગારે, તેથી મુકિત થનાર રે. પશુ–પુ પશુ પંખી માનવ લોકોમાં સત્તાએ પ્રભુનો વાસ; માનવ પશુ સેવા એ પ્રભુની, સેવા પર ઘર વિશ્વાસ રે. પશુ-૬ મરતા માનવ ઢોર દયા કરે, પ્રભુની કૃપા થાનાર; માનવ ઢોર આતમસમ માની, દયા કરશે અપાર રે. પશુ-૭ ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી, રાગીને ઔષધ દાન; કરતાં પાપનો લેશ રહે નહીં, મળે આતમ ભગવાન રે. પશુ-૮ દાન દયા કરતાં જન દેવો, બને ને પામે સ્વર્ગ દયા દાનથી લોકો ઉગારો, ટળવળે ગરીબ વર્ગ રે ૫શુ-૯ દુકાળીઆની વહારે ચઢશે, અવસર ચુકે ન કોઇ; બહેચર શિવ સુખ પામવા-સેવા જીવોની કરશો જે રે. પશુ-૧૦
For Private And Personal Use Only