________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળઝાપટા
૧૩૭
સાધુ થઈ આત્મકલ્યાણ કરવાના મનોરથો વેગ ધરવા લાગ્યા. મૃત્યુ તે જાણે સહુના માથા પર બેસી કાળખંજરી બજાવી રહ્યું હતું. અચાનક લાડકીબાઈ નામની એક બાઈ કેલેરામાં ઝડપાઈ. આ બાઈ માંડલની હતી, ને દીક્ષાની અભિલાષી હતી. એ બાઈ બિચારી મૃત્યુ કરતાં તો દીક્ષા ન લેવાઈ તેને અફસોસ કરવા લાગી, અને હવે સાજી થાઉ તો તરત દીક્ષા લઈ લઉં, એમ પ્રતિજ્ઞા કરવા લાગી. દવા વગેરે ઉપાયોથી બાઈ બચી ગઈ ને થોડા વખત બાદ માંડલમાં તેનો દીક્ષા મહોત્સવ શરૂ થયે.
પાઠશાળા તરફથી બહેચરદાસ ત્યાં ગયા. એ વેળા માંડલ પૂર જાહોજલાલીમાં હતું. જેને ઘણા સુખી હતા, ને નવલખાનું કુટુંબ તે ખૂબ જાણીતું હતું. આ વેળા દીક્ષા મહોત્સવ પ્રસંગે પં. કમલવિજયજી, શ્રી. કેશરવિજયજી, શ્રી. આનંદસાગરજી, શ્રી. ધર્મવિજયજી, શ્રી. ભાયચંદજી વગેરે મુનિરાજે ત્યાં વિદ્યમાન હતા. બહેચરદાસે પોતાના સ્વભાવ મુજબ સહુનાં દર્શન-વંદન કર્યા, ને યથાયોગ્ય શાસ્ત્રવાર્તા પણ કરી. અહીં તપાગચ્છ, અંચલગરછ ને પાયચંદ ગચ્છનાં ઘણાં ઘર હતાં. અંચલ તથા પાયચંદ ગરછના જનો સાથે વાર્તાલાપ થતાં બહેચરદાસે પિતાના મંતવ્યો સાર ટુંકાણમાં રજૂ કરતાં કહ્યું:
સમભાવથી સર્વ ગરછવાળા જૈનોની મુક્તિ થાય છે. ગરછમતભેદે ક્રિયા વગેરેની તકરાર કરી, રાગદ્વેષ કરીને મૂલ સાધ્ય ભૂલી ન જવું.”
- માંડલમાં દીક્ષા મહોત્સવ સમાપ્ત થતાં તેઓ ભોયણીજીની યાત્રા કરી, મહેસાણા આવ્યા. બહેચરદાસને હવે સંસારી જીવનમાં રસ રહ્યો નહતો. વેષે તેઓ ગૃહસ્થ હતા, પણ સાધુતાના કેટલાય આચારો સ્વીકારી લીધા હતા. દિન પ્રતિદિન સાધુત્વ તરફ અંતર વેગથી ઘસડાઈ રહ્યું હતું. પઠન-પાઠન તે એમના જીવનના નિત્યક્રમ સમું બની ગયું હતું. નિત્યક્રિયાથી પરવારતાં તેઓ તેમાં જ લાગી જતા. છેલ્લે છેલ્લે તેમના મિત્ર ડાહ્યાભાઈને નયચક્ર, દ્રવ્યગુણપર્યાયને રાસ, નવતત્વ પ્રશ્નોત્તર (શ્રી. કુંવર વિ. કૃત) વંચાવતા હતા. બપોરે રાસાઓ વાંચતા. શ્રી. નીતિવિજ્યજીના શિષ્ય શ્રી. વીરવિજયજી સાથે શ્રી. હરિભદ્રસૂરિકૃત અષ્ટકચ્છ, તે પરની ટીકા, જિતક૫, બાલાવબેધ, બત્તીસાબત્તીસી, તથા જ્ઞાનસારની ટીકા વાંચી. “આગમસાર” તે તેમનો આત્મપ્રિય ગ્રંથ હતો. એક સો ને આઠ વાર એ વાંચો હતો. ક૯પસૂત્રની સુખબોધિની ટીકા પણ વંચાઈ ગઈ હતી.
તત્કાલીન વિદ્વાનોના ગ્રંથથી પણ તેઓ પૂરા પરિચિત હતા. શ્રી. આત્મારામજી મન, શ્રી. રાજેન્દ્રસૂરિ, શ્રી. ધનવિજયજી વગેરેનાં બધાં પુસ્તકે તેઓ જેઈ ગયા. જેનેતર ગ્રંથ ને જનેતર સાહિત્યના પણ એ નજીકના સંપર્કમાં રહેતા. અજબ સ્વાધ્યાય કરનાર આ પુરુષને સ્વાધ્યાય જેમ વધતો ચાલ્યો, તેમ તેની ક્ષુધા બલવત્તર બનતી ચાલી. કર્મજ્ઞાનના સૂકમ ગ્રંથોના અભ્યાસની તીવ્ર તાલાવેલી જાગી.
એ વેળા તેઓ વડનગર ખાતે રહેલા શ્રી. નીતિવિજ્યજી (સૂરિજી) પાસે ગયા. મુનિરાજ આ સ્વાધ્યાયપ્રિય મહાનુભાવની મહત્કંઠા પિછાણી, ને તેમને માટે અમદાવાદનું ક્ષેત્ર ગ્ય
For Private And Personal Use Only