________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
યોગનિષ્ઠ આચાય
જ્યાં જુઓ ત્યાં તીડનાં ટેળાંની જેમ દુકાળી પડ્યાં હતાં.
શું માનવજીવનની કરુણતા ! મૃત્યુનું કેવું નગ્ન તાંડવ ! આવી દુર્ભાગી રીતે જ્યાં જિવાતું હોય ને એથીય દુર્ભાગી રીતે મરાતું હોય, એ જીવન શા અર્થનું. માણસને પેટની પડી હતી. ઠેર ઠેર ઘેંસ ખાવા ટેળાં ધસી જતાં. હાથમાં આવ્યું તે ખાઈ જતાં. સામે બાર વર્ષને દીકરા ભૂખે તરફડતો હોય ને મા અકરાંતિયાની જેમ ઘેંસ ખાઈ જતી. માનવતાના સર્વ સંબંધે, જગતના સર્વ વ્યવહારો જાણે અહીં સમાપ્ત થઈ ગયા હતા. ખાનાર થોડી વારમાં એકવા લાગતે, ને યમદેવ તરત લેવા પધારતા. પહેલા મડદાને મૃત્યુસંસ્કાર કરનાર કે દેન દેનાર પણ ન મળતું. ગાયોની કે જેની માવલીમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ મનાયો હતે, એની દુર્દશાનો પાર નહોતે. બહેચરદાસ કેટલીકવાર એ દશ્ય જોઈ રહી પડતા,
એમને પિતાના ઘરનાં પશુઓ યાદ આવતાં. દુષ્કાળની વાળા એમને પણ ઘેરી વળી હતી. લાખેણા બળદે ને ગાયો મેતના પંજામાં ધીરે ધીરે ચાલ્યાં જતાં હતાં. પિતા શકય પ્રયત્નો કરતા, પણ આભ ફાટયું ત્યાં થીગડું મારી શકાય તેમ નહોતું. બહેચરદાસની શક્તિને ઘણુ મર્યાદાઓ હતી.
ભાવનાશીલ જુવાનની આંખે પૃથ્વી જાણે નરકાગારના રૂપમાં પલટાઈ રહી હતી. જે જીવનની કીંમત થઈ શકતી નહોતી, એ જીવન આજ કેડીની કીંમતનું પણ નહોતું. પેટની આગે માનવીની માનવતા, સ્ત્રીનું શીલ, માતાનું માતૃત્વ ને પિતાનું પિતૃવ છીનવી લીધું હતું. પેટભરા માનવીની તસ્બીર આલેખી દીધી હતી. રસ્તા પર માબાપવિહોણાં બાળકો રખડતાં હતાં. વૃદ્ધ ને અપંગ માબાપ એકલાં મૃત્યુના કદમની રાહ જોતાં ઊંધમુંધ પડયાં હતાં.
ગાયને તો તેઓ વિશ્વની માતા સમાન માનતા. તેને દેખીને બહેચરદાસ પ્રણામ કરતા ને કહેતાઃ “અરે ઓ ગોમાતા ! તમારાં દુઃખે દેખીને મારું મન ચિરાઈ જાય છે. તમારા ભાંભરડા મને ઊંઘમાં-સ્વપ્નમાં પણ સંભળાય છે, ને ઝબકાવી મૂકે છે. પણ હું સામાન્ય મનુષ્ય છું. ભાષણો કરવાં-તમારા માટે ઉપદેશ દે, ઘાસ વગેરે નાખવામાં દેખરેખ રાખવી, એ જ મારી સેવા છે.
હિન્દ બિચારો ગરીબ દેશ ! એક પણ મોટો દુષ્કાળ એ ઝીલી શકતો નથી. અરે, મારા દુઃખી મનુષ્ય બંધુઓ ! તમે ભૂખ્યાં ટળવળે છે, ને હું જાઉં છું. તેથી મારામાં મનુમૃત્વ કેમ ઘટે ? તમારું ભલું થાઓ !”
જીવનનું જેટલું સ્પષ્ટ દર્શન શાસ્ત્રનાં શાસ્ત્ર વાંચે ન થાય તેટલું આજ પ્રત્યક્ષ મળી રહ્યું હતું. જીવનની પામરતા આજ તેમણે આંખે દેખી હતી, સ્વાર્થનું નગ્ન તાંડવ નજરે જોયું હતું. મનુષ્યદેહનો ક્ષણનો ભરોસો નહીં, એ તેમણે પ્રત્યક્ષ કર્યું.
For Private And Personal Use Only