________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક આંગળીને ઉપદેશ
૧૨૯ તત્ત્વની વાત કરી. બહેચરદાસ કદી જ્ઞાનીના વિનયમાં ન ચૂક્તા. એમના વિનયે ખૂબ સારી છાપ પાડી. મેહનલાલજી મહારાજે તેમના જિજ્ઞાસુ સ્વભાવ ને વિનયપ્રકૃત્તિનાં વખાણ કરતાં કહ્યું “શ્રી. રવિસાગરજી મહારાજે ગુજરાતના શ્રાવકને મારા માટે ભલામણ કરી હતી. તેમનાં શાં વખાણ કરીએ !” બહેચરદાસને પણ મહારાજશ્રીની મીઠી વાણી પ્રેમભરેલી લાગી ને તેઓ શાંત, ગુણાનુરાગી ને મધ્યસ્થ જણાયા.
વિ. સંવત ૧૫૫ ના પર્યુષણ પર્વમાં બહેચરદાસે છેલ્લો અઠમ કર્યો. સંવત્સરીની રાતે વર્ષા થઈ, પણ ગુજરાતમાં પાણીનું ટીપું પણ પડ્યું નહોતું. છપ્પનીએ દુકાળ ડોકિયાં કરી રહ્યો હતે.
For Private And Personal Use Only