________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
યાગનિષ્ઠ આચાય
તેમના જીવનના નિત્યક્રમ હતેા. કેટલાય ગ્રંથેાનુ' તેના અધિકારી જ્ઞાતાઓ પાસેથી અધ્યયન કરી ચૂકયા હતા. કેટલાય ગ્રંથાનુ' તેએ અધ્યયન પણ કરાવી ચૂકયા હતા. છતાં તેમની જ્ઞાનતૃષા હંમેશાં તેવી ને તેવી સતેજ રહેતી. કેાઇ ગુણી, કઇ જ્ઞાની કે કેાઇ વિશિષ્ટ શક્તિવંત સાધુ કે સદગૃહસ્થ આવ્યેા કે તરત સત્સંગ કરવા પહેાંચી જતા. અનેક વાદી, અનેક વિદ્વાને, અનેક પંડિત, અનેક મુનિએ સાથે મેળાપ ને વાર્તાલાપ થવાથી તેમનામાં સામાના મનને સમજવાની સારી શકિત આવી હતી. ઉપરાંત પારકાના મંતવ્યને સહિષ્ણુતાથી સાંભળવાની ધીરજ ને અયેાગ્ય મ'તવ્યને ચેગ્ય તર્કવાદ દ્વારા હઠાવવાની હથેાટી હાથ ચઢી હતી. એમણે ધર્મ જાણી લીધા હતેા, તત્ત્વને નાણી લીધું હતું, ને પેાતાને માળ નકકી કરી ચૂકયા હતા. દીવાદાંડી હાથ ચઢી ગઈ હતી. એના દીપકેાના સ્વચ્છ પ્રકાશ એમને રાહુ અજવાળી રહ્યો હતા. હવે એમના નાવને ખરાબે ચઢવાના અવકાશ હતા જ નહીં, કારણ કે ખરામાનું જાણુપણું તેમને થઇ ચૂકયું હતું.
આ દિવસેામાં ભાવનગરવાળા અધ્યાત્મજ્ઞાની શ્રાવક બહેચરભાઇ તેમના પુત્ર મગનલાલ સાથે મહેસાણા આવ્યા. બહેચરભાઇ નિશ્ચયવાદી હતા. બહેચરદાસને તેમની સાથે પાલીતાણાની યાત્રાવેળાના પરિચય હતા. તેઓ તેમને મળવા માટે ગયા. આ વાત શેઠ વેણીચંદભાઇને ન રૂચી. તેએએ કહ્યુ' કે આવાએના સંસગ થી ધક્રિયા પ્રત્યે રૂચી રહેતી નથી, પણ શેઠ વેણીચંદભાઇના એ ભય નિર્મૂલ હતા. આ વૃક્ષ એવું હતું કે એને કાઇ ઝંઝાવાત ડાલાવી શકે તેમ નહેતું. બહેચરદાસ મિત્રો સાથે ત્યાં ગયા, ને ખૂબ સહાનુભૂતિપૂર્વક ચર્ચા કરી. પંચસમવાયની ચર્ચાએ તે એ નિશ્ચયવાદી ફિલસૂફને પ્રસન્ન કરી દીધા.
એ વેળા શ્રાવક વિદ્વાનેા સારા પ્રમાણમાં હતા. ભરૂચમાં અનુપચંદ મલુકચંદ કરીને એક જાણીતા વિદ્વાન હતા. તેએએ મૂળ હુકમમુનિજી પાસે અભ્યાસ કર્યો હતા, પણ પાછળથી યુટેરાયજી મહારાજની પાસે રહેનાર તપસીજીની સંગતથી તેમાં પરિવર્તન આવ્યું હતું. બહેચરદાસ તેમની પાસે પણ પહેાંચી ગયા, ને પેાતાની વિદ્યાને વાદની સરાણ પર ચઢાવી. અનુપચદભાઇ આ જુવાનની તર્કશકિત, જ્ઞાનાવમેધ જોઇ ખૂબ ખુશ થયા, ને કહ્યું: “તું ખરેખર વાદી છે, અને ભવિષ્યમાં મહાન વાદી થઇશ.
સાધુએમાં પણ અનેકના પરિચયમાં તેઓ આવ્યા. મુનિશ્રી કેસરવિજયજી પણ એ વખતે ત્યાં આવ્યા હતા. તેઓ આત્મજ્ઞાની હતા. મહેચરદાસે તેમના પણ સંપર્ક સાધ્યે. આત્મારામજી મ૦ ના સ`ઘાડાના અમૃતવિજયજી નામના સાધુ ત્યાં આવ્યા હતા. તે વૈરાગી, ત્યાગી ને આત્માથી જણાયા. બહેચરદાસના તેમની સાથે પરિચય વધ્યે.
પાટણમાં એ વખતે શ્રી. મેાહનલાલજી મહારાજ ચાતુર્માસ હતા, ત્યાંના ભંડારમાંથી કેટલાક ગ્રંથા લેવા માટે બહેચરદાસને પાટણ જવાનુ' થયું'. આ વેળા શ્રી. મેાહનલાલજી મહારાજના સાંસગ થયા. તેઓએ ભડારમાંથી ગ્રંથા કાઢી આપ્યા. સાથે સાથે
For Private And Personal Use Only