________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક આંગળીનો ઉપદેશ
૧૨૭
છે. કદાચ એ અહીં જોર જમાવી ન જાય.” તેઓએ સામૈયાના અંત પછી પહેલે જ ભાષણે કલાયુકિત કરી કલેશ જમાવ્યો. સરળ પરિણામી ભાવસાગરજી બધું જાણી ગયા. જે ક્ષેત્રમાં સંપ માટે પોતાના ગુરુદેવે ઉપદેશ આપે, ત્યાં પોતાના કારણે કુસંપ કરાવે? તેઓ ખિન્ન ચિત્તે મહેસાણામાંથી વિહાર કરી ગયા.
શ્રી. સુખસાગરજી પેથાપુરવાળા શેઠ રવચંદના શત્રુંજયના સંઘમાં હતા. તેમાંથી પાછા ફરતાં જોટાણું ગામમાં બંને ગુરુબંધુઓને મેળાપ થયો. બહેચરદાસ સાથે હતા. તેમણે બનેનાં હેત–પ્રીત જોયાં. ભાવસાગરજીએ પોતાના ગુરુબંધુએ કરેલી ગુરુભક્તિનાં અપાર વખાણ કર્યા, ને પિતાની નિંદા કરી.
શ્રી. ભાવસાગરજી વિહાર કરીને અમદાવાદ ગયા. અહીં સૂરતના એક શ્રાવક-નાથાલાલને દીક્ષા આપી તેનું નામ ન્યાયસાગરજી રાખ્યું. બહેચરદાસને ભાવસાગરજીમાં કોઈ અનેરી પ્રતિભાનાં દર્શન થયાં હતાં. તેઓ અમદાવાદ આવ્યા, ને તેમનાં વ્યાખ્યાન સાંભળવા માંડયા. વેરાગ્ય, અધ્યાત્મજ્ઞાન ને ભકિતરસથી ભરપૂર એમના વ્યાખ્યાનની શ્રેતાઓ પર અદૂભુત અસર થતી. વિદ્યા સાથે તેઓ તપમાં પણ માનતા. પયું સણ પર્વમાં આઠ દિવસના ઉપવાસ કરી આઠે દહાડા વ્યાખ્યાન વાંચતા. આયંબિલની ઓળીના દિવસોમાં ઉપવાસ કરીને વ્યાખ્યાન સંભળાવતા, એ વખતે તેઓ પોતે પણ તન્મય બની જતા.
આ તન્મયતાને સારો પરિચય એક વાર પૂજા પ્રસંગે થયો. અમદાવાદના ગાંધીરસ્તા (રીચી રેડ) પર આવેલ મહાવીર સ્વામીના દેરાસરમાં વાસ સ્થાનકની પૂજા ભણાવવાની હતી. શ્રી. ભાવસાગરજી એ ભણાવવાના હતા. તેઓ ઉસ્તાદ ગવૈયા હતા, પણ તેમના કરતાં ય શ્રી. આત્મારામજી મ૦ ના સમુદાયના મુનિરાજ શ્રી. વીરવિજ્યજી વધુ સારા ગવૈયા હતા, ને તેમને સાંભળવાનું સૌભાગ્ય અનેક વાર બહેચરદાસને મળ્યું હતું. પણ ભાવસાગરજી તો ભાવને સાગર લહેરાવતા. પૂજાની પ્રત્યેક પંકિત સાથે દેહની એટલી તન્મયતા દાખવતા કે ખરેખર અધ્યાત્મનું વાતાવરણ પ્રસરી રહેતું. કેટલીક વાર તે ગાતાં ગાતાં એમની આંખમાંથી આંસુની ધારા અવિરત વહેતી. વકતા, શ્રોતા ને વાતાવરણને વિષયને અનુરૂપ સર્જવાની એમના ભામાં તાકાત હતી. - બહેચરદાસે જોયું કે આ ભાવે નાટકીય નથી, પણ અંતરના વાદ્ય પર જાગતાં આંદલનાં પ્રતીક છે. એમને ભાવસાગરજી ભક્તિભાવની સજીવ મૂર્તિ સમાં લાગ્યા. તેમના પ્રત્યે વિશુદ્ધ પ્રેમ પ્રગટ. નગરશેઠ મયાભાઈ પ્રેમાભાઈ વગેરે પણ તેમના ભક્ત બન્યા.
પણ એ સુવાસિત પુષ્પને પ્રપુલવાની મર્યાદા ટૂંકી મળી હતી. વિ. સં. ૧૯૫૬ના જેઠ માસમાં કેલેરા થવાથી તેમનું દેહાવસાન થયું. પણ તેમણે જે ભાવનાનો સાગર હિલે હતો, એ તે હજી બહેચરદાસના જીવનમાં હિલેળા લેતે હતે.
બહેચરદાસનો જીવનપ્રવાહ અનેક ધારાઓમાં વહી રહ્યો હતે. જ્ઞાનોપાસના તે
For Private And Personal Use Only