________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Cyanmandir
ચઢતે પરિણામે
[ ૨૦ ]
તસારની ઘણી મિત્રતાઓ આત્મઘાતક હોય છે, જ્યારે કેટલીક મિત્રતા આત્મસાધક હોય છે. બહેચરદાસ, મોહનલાલ ને ગણપતરામની ત્રિપુટી આત્મસાધુક મિત્રતાની ધારક હતી. આ મિત્ર-ત્રિપુટી હમેશાં પ્રગતિમાગ ની ઝંખના કર્યા કરતી. જ્ઞાન, ધ્યાન ને ચગસમાધિ તરફ તેમનું લક્ષ્ય હતું. ત્રણે જણા મળે તેટલું તે અંગેનું સાહિત્ય વાંચી નાખતા, વિચારતા, ને ચિંતન કરતા. - તેઓએ મણિલાલ નભુભાઈકૃત પુસ્તકે, થીયેસેફિકલ સોસાયટીનાં પુસ્તકે, સ્વામી વિવેકાનંદનાં પુસ્તક વાંચી નાખ્યાં હતાં. પ્રાણાયામ તથા ત્રાટક માં બહેચરદાસ ઠીક ઠીક આગળ વધ્યા હતા, ને વારંવાર યૌગિક આનંદની ઝાંખી થવા લાગી હતી. એક વાર ત્રણે. મિત્રોએ હરદ્વારમાં જઈ, હિમાલયની પવિત્ર છાંય નીચે, ગગાના શીતળ કિનારે દંચ્યાનસમાધિમાં લીન બનવાનો વિચાર કર્યો.
| હરદ્વાર કદાચ દૂર લાગ્યું હશે. હરદ્વારના બદલે ત્રણે મિત્રોને ગિરનારની ગુફાઓ જાણે આમંત્રણ દેવા લાગી. સર્વ સંગ પરિત્યાગ કરી, ગરવા ગિરનારના ખાળે જઈને આહલેખ લગાવી લેવા. કરના ફકીરી, ક્યા દિલગીરી ! પણ બહેચરદાસને મત જરા ભિન્ન પડા. જવું ખરું પણ હજી વધુ જ્ઞાન, વધુ અભ્યાસ, વધુ યોગશકિતથી સંપન્ન થઇને જવું'. અધૂ રો ઘડો છલકાઈ જાય, માટે પૂર્ણ બનીને જવું.
- મિત્રોને આ સલાહ યોગ્ય ભાસી, પણ ગિરનાર ને હરદ્વારના સંજોગ નહીં લખ્યા હાય, હિમાલય કે ગિરનારનાં દર્શન દ્વર હશે, કે એક દહાડા મિત્રવર્ય મહનભાઈના શરીરમાં તાવ, ઉધરસ વગેરેનાં ચિહ્નો દેખાયાં. સામાન્ય ઢવાઓથી એ મટવાને બદલે વધતાં ગયાં. આખરે કુશળ દાકતર પાસે નિદાન કરાવતાં જણાયું કે ક્ષયનાં જંતુઓ દેહમાં ઘર કરી રહ્યાં છે. પૌષ્ટિક ખોરાક આપ, પૂરતી દવા આપો, ને સૂકી હવામાં રાખે.
દાકતરની એ સલાહને તે અમલ કર્યો, પણ હવે સૂકી હવા માટે કયાં જવું ? કેટલાકને મત હતો કે વઢવાણ જવું ને ત્યાં રહેવું. મોહનલાલ ને બહેચરદાસને લાગ્યું કે વઢ
For Private And Personal Use Only