________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
યોગનિષ્ઠ આચાર્ય
પૂછવી ન જોઈએ.”
પણ આ વિખવાદ વધતો ચાલ્યો. આખરે રાજારામ શાસ્ત્રોએ વિદાય લીધી. પાઠશાળાએ એક કુશળ અધ્યાપક ને પ્રચંડ વિદ્વાન છે, ને એ બેટ સદા અપૂર્ણ જ રહી. રાજારામ શાસ્ત્રીની જગ્યાએ કાશીથી ૫. અંબાદત્તજી શાસ્ત્રી આવ્યા.
બહેચરદાસને પ્રવતારક અટલ હતું. એમણે પિતાને વિદ્યાભ્યાસ જારી રાખ્યો. તેઓ સંસ્કૃત માર્ગો પર્દેશિકાના બે ભાગ તથા સમાચક સંપૂર્ણ કરી ચૂક્યા હતા, એટલે કાવ્યમાં તેમની ગતિ સારી થઈ. રઘુવંશ વગેરે કાવ્યો વાંચવાં શરુ કર્યો, ને હેમલઘુપ્રક્રિયા આરંભી. સિંદૂર પ્રકરણ વંચાઈ ગયું હતું ને જિનશતક, શોભનસ્તુતિ, દ્વાશ્રય મહાકાવ્ય, દ્વિસંઘાન મહાકાવ્ય, ચંદ્રપ્રભચરિત્ર વગેરે વંચાવા લાગ્યાં.
ચાગ તરફ તેમની પ્રથમથી અભિરુચી હતી. ચિદાનંદ સ્વદય, શ્રી નેમીચંદ્ર ધ્યાનમાળા, તથા બીજા રાજયોગના ગ્રંથ વાંચવા માંડયા.
આમ અનેક અંગી પઠનકાર્યની સાથે પાઠન પણ ચાલુ હતું. બપોરના વખતે ઉપાશ્રયમાં એક કલાક સામાયિક કરવા આવેલ શ્રાવકે પાસે “સમરાદિત્ય” તથા “વિજયચંદ્ર કે લીનો રાસ” વાંચી ગંભીર રીતે તેનું અવગાહન કરાવતા. કેટલાક વિચારક ગૃહસ્થો પણ તેમની પાસે આવતા. આમાં મહેસાણાના શેઠ કસ્તુરભાઈ વીરચંદ સારા જ્ઞાનરુચિવાળા ને દાતાર તરીકે જાણીતા હતા. તેઓ અવારનવાર આવતા ને અધ્યાત્મ સાર, અધ્યાત્મ કપમ વગેરેને સાર સમજાવતા. બીજા એક મહેસાણાના નિવાસી પણ કલકત્તામાં વેપાર કરતા શા. ડાહ્યાભાઈ મગનલાલ નામના ગૃહસ્થને પરિચય થયો. ડાહ્યાભાઈ પાકા કુતર્કવાદી હતા, પણ બહેચરદાસના સમાગમથી તેમના કુતર્ક શાન્ત થઈ ગયા. તેઓએ બહેચરદાસ પાસે આગમસાર તથા નયચક્ર વાંચવા માંડયાં.
ડાહ્યાભાઈને ધીરે ધીરે આ અનુશીલનમાં રસ પડયો, ને કેટલીક વાર તેઓ ઉપાશ્રયમાં જ પડી રહેતા. ડાહ્યાભાઈ ગાડરિયા પ્રવાહ પ્રમાણે ક્રિયા કરવાનો વિરોધ કરતા ને તે કારણે પ્રતિક્રમણ, પિષહ વગેરે પર એ છે પ્રેમ દર્શાવતા. ધર્મપ્રેમી શેઠ વેણીચંદભાઈને આવા માણસ સાથે સંબંધ ખટકતો, તેમ જ ડાહ્યાભાઈનું આ વાચન બંનેને કદાચ નિશ્ચયવાદી બનાવી ન દે, એ ડરે તેઓ વારંવાર એ ગ્રંથ વાંચવાનો નિષેધ કરતા. બંનેને વેણચંદભાઈ પર અપૂર્વ રાગ હતો, પણ તે રાગથી પ્રેરાઈ તેઓ તેમના વહેમને પિષણ ન આપતા. છતાં તેથી તેઓ દ્વેષભાવ પણ ન રાખતા, - થોડાએક વખત પછી વિ. સં. ૧૯૫૫ ની સાલમાં આ પાઠશાળાને કેવળ સાધુઓ માટે જ ન રાખતાં, બહારગામથી પણ જૈન વિદ્યાથીઓ રાખી, તેમને ભણાવી-ગણાવી તૈયાર કરવાનો વિચાર કુર્યો. આ વેળા મહેસાણામાં શ્રી. કમલવિયજી પંજાબી, શ્રી. વીરવિજયજી, શ્રી. દાનવિજ્યજી, શ્રી. કાંતિવિજયજી, શ્રી. ચતુરવિજયજી, શ્રી. કમલવિજયજી વગેરે સાધુઓ હતા. શેઠ વેણીચંદભાઈએ આ નિર્ણયને સાકાર રૂપ આપવા માટે ગોરજીવાળું મકાન રાખી
For Private And Personal Use Only