________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
ધl
એક આંગળીના ઉપદેશ
[૧૯]
સાધુતા હંમેશાં સમન્વયની ખપી હોય છે, સદાચાર, સદ્દવિચાર ને સદ્દશ્રદ્ધામાં માનનારી હોય છે. પાંડિત્યથી ભરેલી મુનિપ્રતિભા કદી વાદાવાદના કાદવમાં ફસી જાય છે, તપસ્તેજથી ઝળહળતી સાધુતા તેÀષમાં ઝટ સરી જાય છે, પણ નરી સરલતાની પૂજક સાધુતા સહુથી પર રહી સ્વ ને પરનું કલ્યાણ સાધે છે. એ શાસ્ત્રાર્થ નથી કરતી, છતાં જીતે છે. એ બોલતી નથી છતાં પોતાની પ્રતિભા સર્વત્ર સ્થાપે છે. એ સદા ને સર્વદા ઐકયમાં માનનારી હોય છે. કલેશ, વિષાદ કે વિખવાદ એને કદી પસંદ હોતાં નથી. સર્વ ધર્મોની પાયાની એક્તામાં એ અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે.
એ એક્તાનો આદર્શ, આદર્શ સાધુ શ્રી રવિસાગરજીના જીવનમાંથી મળી રહેતા હતા. એમણે મૃત્યુપયત મન, વચન ને કાયાથી કદી કુસંપ તરફ પ્રવૃત્તિ કરી નહોતી, ને જીવનની સર્વ ક્ષાએ ને અંતિમ ક્ષણેએ પણ એક આંગળીને જ ઉપદેશ આપ્યા હતા. એ ઉપદેશને અમલ જે સંઘ કરશે, જે શ્રાવક કરશે, જે શ્રાવિકા કરશે, જે સાધુ-સાધ્વી કરશે, એ કદી દુઃખી નહીં થાય, એવો એમનો આશીર્વાદ હતો.
મહેસાણાના સંઘે આ ઉપદેશ બરાબર ઝીલ્યા હતા, અને તેનું જ કારણ છે, કે મહેસાણાની પાઠશાળામાં અનેક ગર૭, સંઘાડા ને સમુદાયના સાધુઓ આવ્યા, પણ લેશ માત્ર વિક્ષેપ ન પડે. કલેશરૂપી કુહાડાના હાથા બનવા સંઘને એક પણ સભ્ય તૈયાર નહેતા. મુહુપત્તી બાંધનાર કે ન બાંધનાર, અમુક સમાચારી સ્વીકારનાર કે ન સ્વીકારનાર ગમે તે આવે, ચર્ચા કરે, વિચારોની આપલે કરે, પણ વિખવાદની પ્રવૃત્તિ હરગીજ આચરી ન શકે, એવું દુર્ભેદ્ય ત્યાંનું વાતાવરણ હતું. આજ જેમ કમી હુલડ માટે કોઈ ખાસ તાત્વિક કારણની જરૂર રહેતી નથી, એમ સાંપ્રદાયિક વિખવાદે માટે પણ ખાસ મહત્ત્વના કારણની
For Private And Personal use only