________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રવિ અસ્ત થયા
વિહર્યો હતા. જ્યાં જ્યાં ચાતુર્માંસ કર્યાં હતા, ત્યાં ત્યાંથી વિગતે મંગાવવી શરુ કરી.
ચાતુર્માસ પૂર્ણ થયું હતું. મુનિરાજો હવે વિહાર કરવાના સંકલ્પમાં હતા. પેથાપુરવાસી ગાંધી રવચંદભાઇ શત્રુ ંજયના સંઘ કાઢતા હતા. તેમણે પૂ. સુખસાગરજીને એમાં પધારવા વિનંતિ કરી. શ્રી. સુખસાગરજીના ગુરુબંધુ જેઓ ઉદયપુરમાં ચાતુર્માસ હતા, તેમણે'ગુજરાત તરફ કદમ ઉપાડયા. સન્મિત્રજી પણ પ્રવાસની ચેાજનામાં હતા. આ વેળા ડાભલા ગામમાં એક પ્રતિમાજી નીકળ્યાના સમાચાર મળ્યા. આ મિત્ર-ત્રિપુટી સન્મિત્રજીને લઇ દેશનાથે ગઈ. આ વખતે ડાભલા ને સમૌ વચ્ચે પ્રતિમાજી ક્યાં પધરાવવાં એ માટે કલેશ જાગ્યા હતા. સન્મિત્રજીએ સમો લઇ જવાની તરફેણ કરી, પણ અહેચરદાસની યુક્તિપૂર્વકની દલીલાએ એને ડાભલામાં રાખી. નવકારશીમાં અને ગામ સાથે જમ્યાં, આ વખતથી બહેચરદાસ જાહેર ભાષણા આપવા લાગ્યા. આજ ડાભલા ગામના ગર્ભદ્વારમાં પ્રવેશતાં માસ્તર મહેચરદાસ વળી કઇ વિચારમાં પડી ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દન, વંદન, સ્તવન પૂરા થતાં સુધી એ કઇ ખાવાયેલા જેવા રહ્યા. મૂઝવણુની આછી વાદળીએ મુખમુદ્રા પર આવી આવી ને સરી ગઇ, અને થોડી વારે તે। આનંદની એક રેખા-સાગર તરીને કિનારે આવનાર માનવી જેવી-આશાયેશની એક સુખદ લહરી મુખમુદ્રા પર ફરી વળી. સન્મિત્રજીને ઊભા રાખીને કહ્યું: “ હે પૂજ્યવય, દેવની સામે આજીવન બ્રહ્મચયની બધા આપેા. ”
૧૨૧
સન્મિત્રજી સમજતા હતા કે ઉન્મત્ત હાથીને બાંધવા સહેલા છે, પણ બ્રહ્મચર્યની બાધા દુષ્કર છે. એમણે એક વાર મહેચરદાસના મેાં સામે જોયું, નિશ્ચયની અચલ રેખાઓ ત્યાં તણાયેલી હતી.
“ મહારાજશ્રી, છેંતાળીસની સાલથી જાણીને કઈ પણ સ્ત્રીના હાથને સ્પર્શી ન કરવે તેવા નિયમ છે. આજ આઠ વર્ષે એ નિયમ પરિપૂર્ણ કરું છું. ”
બહેચરદાસના મિત્ર મેાહનલાલ ગણપતરામે પણ મિત્રના પગલે અનુસરવાની પેાતાની ઈચ્છા જાહેર કરી.
૧૬
સન્મિત્રજીએ અને મિત્રોને બ્રહ્મચર્ચવ્રત આપ્યું. આ વ્રત હેતુ, વ્રતની મશ્કરી નહેાતી. ૫૦ ને ૬૦ વર્ષે ચતુર્થ વ્રતના મહિમા સ્વીકારનાર ગલિત અંગવાળા એ વૃદ્ધ નહેાતા. તસતસતી જુવાની એમના દેહ પર રૂપ જોબનની ભરતી કરતી. ચાલા, સ’સારની એક વાતથી તે નિવૃત્તિ થઇ. જગતના એક મહાન માટેા પ્રપ`ચ તા જાણે છૂટયા. જડાવકાકી જેવાનુ અપ્રતિમ વાત્સલ્ય હવે નિર્દેશ થયું. વિચાર તે વાંદરસ્વભાવી છે. આજે આ ડાળે તેા વળી કાલે કઈ ડાળે ! એને તે બંધનમાં બાંધ્યુ. સારું' ! પુનઃ તેએ મહેસાણા આવ્યા.
આ વેળા ગગનાંગણના મુક્ત પખેરુ જેવા મુનિરાજો ચામાસુ પૂરું થતાં પેાતાના કામચલાઉ માળેા વીખીને ઊડી રહ્યાં હતાં.
For Private And Personal Use Only