SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રવિ અસ્ત થયો ગુરની રટમાળ હતી. બહેચરદાસે બીજા દિવસથી એમના નામથી એમની આપેલી માળા ફેરવવા માંડી. એ જ રાતે એક જ રીતે બે જણને સ્વપ્ન આવ્યું શેઠ છગનલાલ ડોસાભાઈને ગુરુ મહારાજે દર્શન આપીને જણાવ્યું કે હું બીજા દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો છું. અને એ જ રીતે સ્વસ્થ નિદ્રામાં પડેલા બહેચરદાસને પણ એ ઉપકારી ગુરુનાં દર્શન લાધ્યાં-ને બીજા ઈશાન દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાનું જણાવ્યું. અંતરની લગની અદ્ભુત છે. એના રહસ્યનો તાગ હજી કઈ પામી શક્યું નથી. કેટલાક દિવસો બાદ “શ્રી રવિસાગરજી જૈન પાઠશાળા ” નામની શાળા સ્થાપવામાં આવી, ને બહેચરદાસ એમાં રાત્રે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા લાગ્યા. બહેચરદાસ હવે ગુરુકનો ભાર હળવો કરીને ધીરે ધીરે સ્વસ્થ બની પોતાના પઠન-પાઠન તરફ લક્ષઆપવા લાગ્યા હતા. તર્કસંગ્રહ, તેની દીપિકા, અનેકાર્થકષ, અમરકેષ, અભિજ્ઞાન ચિંતામણિ વગેરે સંપૂર્ણ થયાં હતાં. તેઓ પંડિતની કોટિમાં પ્રવેશ્યા હતા. ઈતર વાચન પણ ઘણું વધ્યું હતું. મહેસાણા શ્રી. સંઘ સાથે તેમને ધનિષ્ઠ સંબંધ હતો. તેમની પ્રમાણિકતા તેમ જ સત્યપ્રિયતા માટે સહુને પૂરો ભરોસે હતું. આ કારણે તેઓની પાસે જ્ઞાનભંડારની ચાવીઓ રહેતી. તૃષાતુરને પરબ મળે ને ભલા તૃષાતુર પાણી પીધા વિના પાછો ફરે? તેમણે તેને લેવાય તેટલો લાભ લેવા માંડે. ઉપરાંત મહેસાણામાં સાર્વજનિક પુસ્તકાલય હતું. અનેક ઐતિહાસિક તેમ જ સામાજિક પુસ્તકોનો તેમાં સંગ્રહ હતા. બહેચરદાસ ત્યાંથી પુસ્તકે લાવતા ને ખાનગી સમયમાં વાંચતા. તેમની વાચન-શકિત અદ્ભુત હતી. એક દહાડામાં પાંચસો પાનાં તો સહેજે વાંચી નાખતા, ને લગની પણ એવી જ હતી. જમતી વખતે પણ તેમની પાસે પુસ્તક રહેતું. આ રીતે તેઓ વિદ્યાની અનેક દિશાઓને સ્પશી ચૂક્યા. અહીં જ પુરાણ, ભાગવત, ગીતા ને વેદાંતના અનેક ગ્રંથ વાંચી નાખ્યા. સ્વામીનારાયણનો “શિક્ષાપત્રી ” નામનો આધારભૂત ગ્રંથ, બ્રહ્માનંદ કાવ્યમાળા, સર્વદર્શન સાર તથા શંકરદિગવિજય અને શ્રી. શંકરાચાર્યના બીજા અનેક ગ્રંથ ને આર્ય સમાજના પ્રાણભૂત પુસ્તક વાંચી લીધાં. જીવન્ત સમાગમ પણ એમનો સતત ચાલુ જ હતું. આ પાઠશાળામાં ને મહેસાણામાં અનેક જૈન સાધુઓ આવતા, સ્થિરતા કરતા ને વિહાર કરી જતા. બહેચરદાસ સહુની વૈયાવચ્ચ કરવા તૈયાર હતા. તેઓ બધાની પાસે જતા ને સંપર્ક સાધતા. રેગી હોય તે શુશ્રષા કરતા. ખપી હોય તો ખપ કરી દેતા. તપી હોય તે તપને એગ્ય બની જતા. કેટલાક પ્રતાપી સાધુઓને ચાહ તેમણે આ રીતે સંપાદન કરેલ. અનેક સાધુપુંગાએ છેદલા નવકાર આ સેવાભાવી ને આત્માથીના મુખથી સાંભળેલા. વિ. સં. ૧૯૫૯ માં પં. પ્રતાપવિજયજીના ગુરુવર્ય શ્રી. ગુમાનવિજયજીએ અમદાવાદ લવારની પોળમાં સ્વર્ગગમન કર્યું, ત્યારે છેલ્લી પળની સેવામાં બહેચરદાસ હાજર હતા, ને તેમના મુખે જ ચાર શરણ અને નવકાર સાં. ભળ્યા હતા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy