________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ગનિષ્ટ આચાર્ય
સમાધિમૃત્યુના સમાચાર જેમ જેમ પ્રસરવા લાગ્યા, એમ અઢારે વર્ણ વિરહદુઃખ અનુભવતી ત્યાં દશનાથે હાજર થઈ. ગામેગામ તારથી ખબર આપવામાં આવી. અને ખબર મળતા ગયા તેમ જનસમુદાય આવવા લાગ્યો. અમદાવાદથી પણ શેઠ વીરચંદ દીપચંદ, ઝવેરી મોહનલાલ મગનલાલ આવ્યા.
ઉત્સવના જેવી તૈયારીઓ થવા લાગી. જરિયાન પાલખી રચવામાં આવી. વાજિંત્રો વાગવા લાગ્યાં. કીર્તન કરનારી ટેળીઓ ભજન ધૂન મચાવવા લાગી. જીવનભર જેણે પિતાના દેહનો ભાર કેઈને નહોતો સેપ્યો, એ અત્યારે ભક્તોના ખભા પર રહેલી જરિયાની પાલખોમાં બેસી ચાલી નીકળ્યો. શાંતિભર્યું એ માં, મૃત્યુએ જણે ત્યાં કશીય ખલની કરી નથી ! એવા ઓષ્ઠ અને નેત્રો -ગુરુદેવનાં છેલ્લાં દર્શન કરી લીધાં. માર્ગ પરના ઓટલા, મકાનનાં છજા, ને મેડીએ માનવસમૂહથી ભરચક હતી.
મહેસાણા ગામના નૈરૂત્ય ખૂણે સુખડ–ચંદનની એક ચિતા રચવામાં આવી હતી, ને કેસર, કસ્તુરી, અગર ને બરાસથી એને સુગંધિત કરવામાં આવી હતી. અંતિમ સંસ્કાર પછી એ દેહ ચિતા પર મૂકવામાં આવ્યું. થોડી વારમાં પિતાની સોનેરી વાલાઓ સાથે અગ્નિદેવ આ મહામના મહાત્માનું સ્વાગત કરવા પ્રગટ થયા. મહાત્માઓ માટે રચેલી ચિતા એ ભભૂકતો અગ્નિ નથી, દિવ્યલોકમાં પ્રયાણ કરવા અર્થેની એ દિવ્ય સવારી છે,-દેવતાઓનું સ્વાગત છે. એ માટે વેદવાકય છે, અગ્નિ વૈ દેવાનાં મુખઃ |
| એ દિવસે ગામમાં પાખી પળાણી. જૈન, વૈષ્ણવ, શેવ કે મુસ્લિમ સહ વર્ગો શેક પાળ્યો. ઉપાશ્રયમાં દેવવંદન થયું, ને મુનિરાજ શ્રી. ધર્મવિજયજીએ મટી શાંતિ સંભળાવી. શ્રી સંઘ તરફથી એ દિવસે સદાને માટે પાણી પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો, ને સ્મશાન ભૂમિ પર એક દહેરી સ્થાપન કરવાનું નકકી કર્યું. પણ આ વખતે ગુરુભક્ત સુખસાગરજીનું ગુરુવિરહનું દુખ અવર્ણનીય હતું. એ ગુરુભક્ત આત્માએ પોતાના મનમંદિરમાં દેવની અને ગુરુની પ્રતિમા સ્થાપી સમાનભાવે પૂજી હતી. સંસારની સર્વ માયા ઓછી કરી ગુરુના દેહમાં
સ્થાપી હતી. માયાનાં રુદન વિચિત્ર હોય છે. ભલભલા ગૌતમ જેવા ત્યાગીને ડોલાયમાન કરી નાખે છે, તો સુખસાગરજી કણ માત્ર !
બહેચરદાસે આ ગુરુભક્ત ત્યાગી મુનિની દશા પરખી, એમના અંતરનાં આકંદ પિછાણ્યાં ને તરત નિર્ણય કર્યો કે ઉપકારી ગુરુદેવની અંતિમ આજ્ઞા મુજબ આજથી મુનિ સુખસાગરજીની ભક્તિમાં જોડાઈ જઈશ. અને એ રીતે ઉપકારી ગુરુદેવની અંતિમ ઈચ્છાને તVણ આપીશ.
આત્માથી મુનિ શ્રી. રવિસાગરજીનો ક્ષણભંગુર દેહ આજે હયાત નહોતે, પણ એમના ભકતના હૃદયમદિરમાં એ જીવંત બનીને બેસી ગયા હતા. એ સ્થાન એમનું અટળ હતું, ને કોઈ બીજી છબી ત્યાં પ્રવેશ પામી શકે તેમ નહોતી. જાગ્રત અને સ્વપ્નમાં એ જ
For Private And Personal Use Only