________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડી
ડી
-
ના
રવિ અસ્ત થયા
.
[ ૧૮ ]
વીણ કા ળની શીશીમાંથી સમયની રેતી પસાર થઈ રહી હતી. પૂ. ગુરુવર્ય રવિસાગરજી મહારાજે ભાખેલા પોતાના શેષ જીવનના સત્તાવીશ દિવસોમાંથી ઘણા દિવસો પસાર થઈ ગયા હતા. કોઈ પરદેશી જેમ પિતાનો લાંબો પ્રવાસ સમેટતા હોય તેમ, તેઓ ધીરે ધીરે બધુ સમેટી રહ્યા હતા. શ્રી. સુખસાગરજીને સૂચના સાથે સાંત્વન આપીને કાયાની માયા નિવારવા સૂચવ્યું હતું. સંઘને પણ યથાયોગ્ય સલાહ આપી દીધી હતી. ધીરે ધીરે આત્મધ્યાનમાં લીન બનતા ચાલ્યા.
બહેચરદાસ ઉપકારીની છેલ્લી પળો પરખી ગયા હતા, ને તેઓ હવે પાસે ને પાસે રહેતા હતા. સવારમાં જ નવમરણ અને રાત્રે વૈરાગ્ય અને અધ્યાત્મ જ્ઞાનથી ભરી સઝાયો સંભળાવતા. માંદગી વધતી ચાલી, એમ ગુરુજીને આત્માનદ વધતો ચાલ્યા. એમણે ભક્ત બહેચરદાસને જરા પાસે બોલાવી કહ્યુંઃ ઉy Gujjsis ) Easy | Jag 3gpઈ
કંઈ ઈચ્છા છે ?, માગી લે !” as seeys Eાઈ
બહેચરદાસે હાથ જોડીને કહ્યું: “ આત્માની પરમાત્મ દશા પ્રાપ્ત કરવી, એ જ મારા જીવનનો મુખ્ય ઉદેશ છે. તે વિના મને કશી ઈચ્છા નથી. સંકટોમાં, વિપત્તિઓમાં, દુઃખથી મારા આત્માની વૈરાગ્ય સમભાવ દશા ડગે નહીં, પણ સ્થિર રહે એ જ હું ઇચ્છું છું. બાકી જડ પદાર્થોમાં સુખબુદ્ધિ, કામવાસના ટળી જાય અને આત્માને પૂર્ણ શુદ્ધ કરી શકું એ જ આપ ગુરુ-પ્રતાપે મળે એ મારી ભાવના છે. આપ દેવલોકમાં દેવ થાઓ તો મને ધમકાર્યમાં સહાય કરજો, બાકી કંઈ પણ માગતા નથી. ગુરુની નિષ્કામભાવે સેવાભકિત કરવાથી જ આત્મકલ્યાણ સાધી શકાય છે. એની પાસે ઈન્દ્રની પદવીને પણ હું તૃણસમાન ગણું છું. ” દ ડા,
ગુરુદેવની મુદ્રા પર હર્ષ ફેલાયો. તેઓ ધીરેથી બોલ્યાઃ “ બહેચર, સમ્યત્વી
For Private And Personal use only