________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
યોગનિષ્ઠ આચાર્ય સમાજ વિદ્વાનને કહ્યું: “સ્વામીજી, કાશીમાં ફરી ભણીને આવો”
બહેચરદાસ ઉપર આ પ્રસંગની સુંદર છાપ પડી. આવું પ્રચંડ વ્યક્તિત્વ, આવી તાર્કિક કૂનેહ ને સંસ્કૃતમાં અખંડ વાધારા વહાવવાનો નિર્ણય કર્યો. એવામાં બીજો એવો પ્રસંગ આવી પડે. શ્રીમદ્દ શંકરાચાર્ય ખરા બપોરે બળતી મશાલે મહેસાણામાં પધાર્યા. બહેચરદાસે આ વાત પંજાબી મુનિને કરી. તેમણે તરત પડકાર કર્યો
“જાઓ, ઔર વાદ કે લિયે હમારા સંદેશ પહુંચાઓ.”
મિત્ર-ત્રિપુટી શ્રી. શંકરાચાર્યના નિવાસસ્થાને પહોંચી, ને શાસ્ત્રાર્થને સંદેશ આપી સમય, સ્થળ ને મધ્યસ્થ નક્કી કરવા વિનંતી કરી. શ્રી. શંકરાચાર્ય આ ત્રિપુટી સામે સહાય નિરખી રહ્યા. ઘણી વાર થવા છતાં કંઈ જવાબ ન મળવાથી ત્રિપુટી પાછી આવી ને કહ્યું કે તેઓ અમારા કથનને કંઈ પણ જવાબ આપતા જ નથી,
અચ્છા, હમેં જગદ્ગુરુ શંકરાચાર્ય કા મુકામ દીખાઓ.” ને બીજે દિવસે સવારે પંજાબી મુનિ શંકરાચાર્યજીના મુકામે આવ્યા. ત્રિપુટી સાથે જ હતી. મુનિરાજે પડકાર કર્યો,
શંકરાચાર્યજી, દિનદુપહરકે મશાલ જલાકે નીકલતે હે, તે હમારે સાથ શાસ્ત્રાર્થ કરે !”
શંકરાચાર્યજી દાતણ કરતા હતા. તેઓ શાન્ત રહ્યા. પણ આ મુનિરાજ તો “બ્રહ્મ સત્ જગત મિથ્યા પર અડધા કલાક અવિચ્છિન્ન સંસ્કૃત ભાષામાં બોલ્યા.
શ્રી. શંકરાચાર્ય ખુશ થયા. કંઈ પણ પ્રતિવાદ ન કરતાં કહ્યું “જૈન સાધુ, તુમ દિગપંડિત હૈ, તુમ કુશલ તૈયાયિક ઔર મહાવાદી છે.”
ક્ષોભહીન, પાંડિત્યથી ભરેલી સાધુતાને એ યુગ હતે. ઠેર ઠેર નાની નાની બાબતેમાં શાસ્ત્રાર્થે યોજાતા ને એકબીજાના ધર્મનાં તત્ત્વોની છૂટે હાથે ચર્ચા થતી. સમાજ પણ એ બાબતમાં રસિક હતા, ને સત્ય કરતાં તર્કને ત્યાં વિજય થતો.
પંજાબી મુનિનું દિલ પાલીતાણા ખાતે થતી શ્રી. સિદ્ધાચળજીની આશાતનાથી જલ્યા કરતું. એ માટે રાતદિવસ તેઓ યત્ન કર્યા કરતા, ને ગમે તેવાને ગમે તેમ સંભળાવી દેતા. શ્રીમંતોની શેહમાં જરા પણ ન દબાતા. એક વાર સ્વર્ગસ્થ શેઠ મનસુખભાઈ ભગુભાઈને પણ સંભળાવી દીધેલું કે “અરે, ગાડીમાં તે કૂતરા પણ બેસે છે. તું સાચે શ્રાવક હોય તે સિદ્ધાચળ તીર્થની અશાતના ટાળ !”
આવા તેજોમૂર્તિ મુનિઓની છાયા બહેચરદાસના વિકાસને સર્વતોમુખી બનાવવા
લાગી.
For Private And Personal Use Only