________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતી ઝવેરીના હાથમાં
૧૧૩ કથી બે કલાક તેઓ આ પ્રવૃત્તિ કરતા. આ ધ્યાનથી વિચારો પર કાબૂ, મનોનિગ્રહ તેમ જ ધીરે ધીરે કઈ અકઃપ્ય આનંદને અનુભવ થવા લાગ્યો. ભાલત્રિપુટીમાં તેઓ અંતર ત્રાટક કરતા, ને હું અનંત જ્યોતિમય છું, હું પંચતત્ત્વના પ્રકાશરૂપ છું, હું ખુદાઈ નૂર છું, એવું શુદ્ધોપગ દ્વારા બે કલાક સુધી ધ્યાન ધરતા. આ વખતે તેમને પોતાના જેવા આત્માથી બે મિત્રો સાંપડ્યા. એકનું નામ મોહનલાલ દોલતરામ, તેઓ પાટણના વતની શ્રાવક હતા, ને મહેસાણામાં શેઠ ભીખાભાઈ ઠાકરશીને ત્યાં રહી કન્યાશાળાના શિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ બહેચરદાસની સમાન વયના હતા, ને સમવયસ્ક ને સમસ્વભાવ વચ્ચે જે રીતે મિત્રતા થાય તે રીતે બંને મિત્ર બન્યા. મોહનલાલ આત્માથી, સરળ, નીતિવાન જીવ હતા. બહેચરદાસના સમાગમ પછી તેમણે કન્યાશાળાની નોકરી તજી દીધી, ને તેમની સાથે ઉપાશ્રયનો ઓરડીમાં જઈ રહ્યા.
આ બે મિત્રોને ત્રીજા એક બ્રાહ્મણ-મિત્ર મળ્યા. તેઓ લાંચના માસ્તર હતા, ને વેદાંતી હતા. તેઓ માસ્તર ગણપતરામ અમીરામ વેદાંતીને નામે ઓળખાતા. આ ત્રિપુટી જ્ઞાનગોષ્ઠિમાં કલાકોના કલાકો વ્યતીત કરતી. કેટલીક વાર કોઈ પ્રશ્નના ઉકેલમાં ગૂંચવણ ઊભી થતાં સમિત્રજી પાસે શંકા-સમાધાન કરવા પહોંચી જતી. ગણપતરામ સારા તાર્કિક હતા, પણ બહેચરદાસના તર્ક એમને ખૂબ પસંદ પડતા. આ ઉદારમના બ્રાહ્મણની પણ ધીરે ધીરે જૈનધર્મનાં તો તરફ પ્રીતિ વધી.
આ ત્રિપુટીને સન્મિત્રજી તથા પૂ. રવિસાગરજી મહારાજ પ્રત્યે માન તથા આકર્ષણ હતું. સાથે સાથે પંજાબી મુનિ શ્રી. દાનવિજયજી તરફ પણ તેઓ ખૂબ ખેંચાયેલા હતા. પુરુષાર્થની પ્રતિમા શા, જવલંત વ્યક્તિત્વવાળા આ સાધુરાજથી શ્રાવકો અને સાધુઓ ખૂબ ડરતા. શ્રી. દાનવિજયજી પૂજ્ય રવિસાગરજી પ્રત્યે ખૂબ આદરભાવ રાખ, ને નિત્ય વંદન કરવા આવતા. કેટલીક વાર તે વંદનમાં પા કલાક કાઢી નાખતા.
શ્રી. દાનવિજયજી સ્પષ્ટભાષી હતા. ભલભલા શ્રીમંત કે શાહુકારની શરમ ન રાખતા. બહેચરદાસના અને તેમના પ્રથમ પરિચયમાં એક-બીજા તરફ ભલી લાગણીઓ પેદા થઈ હતી. શ્રી. દાનવિજયજી તેમના પર ખૂબ પ્રસન્ન રહેતા.
એક વાર એક આર્ય સમાજ વિદ્વાને મહેસાણામાં આવી પડકાર આપ્યો કે મારે જૈન, સાધુ સાથે ઈશ્વરના જગતુત્વ સંબંધે શાસ્ત્રાર્થ ખેલ છે. એ વેળાના વિદ્વાનોમાં શાસ્ત્રાર્થથી સ્વ સ્વ ધર્મના જય-પરાજયની ભારે ખેવના રહેતી. મહેસાણાના વહીવટદારે આ સમચાર ઉપાશ્રયમાં પહોંચાડયા, ને આપણા પંજાબી મુનિએ શાસ્ત્રાર્થનું બીડું ઝડપી લીધું.
એક નાની એવી બસો-ત્રણસે માણસની વાદ-સભા યોજવામાં આવી. રાજારામ શાસ્ત્રી સભાપતિ તરીકે બેઠા. આર્યસમાજી વિદ્વાને પ્રથમ વાદની કટિ કરી, ને પંજાબી મુનિએ પ્રચંડ વકતૃત્વથી છટાપૂર્વક એ કટિ તોડી નાખી; નવી કેટિ સામે રજૂ કરી. આર્યસમાજી ભાઈ મૂંઝાયા. પંજાબી અનિનો જયજયકાર બોલી ગયો. વહીવટદારે ધીરેથી આર્ય૧૫
For Private And Personal Use Only