________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
ગિનિષ્ટ આચાર્ય
રવિસાગરજી જેવા પરમાર્થ કાંસુ ઝવેરી આ રીતે મૂલવી રહ્યા હતા, ત્યારે પં. રાજારામ જેવા ઝવેરી એનું મૂલ્યાંકન બીજી રીતે કરી રહ્યા હતા. એમણે હિંદુ ધર્મનું એક મેતી જન ઝવેરીઓના હાથમાં ન જાય એવી ઈચ્છા ઉદ્ભવી.
પાઠ-ગુરુને પાઠ-શિષ્ય એક દહાડો “રંગમહેલમાં વાર્તાલાપ કરતા બેઠા હતા. શાસ્ત્રીજી આ મેધાવી શિષ્ય પર પ્રસન્ન હતા. તેમણે અચાનક કહ્યું:
“બહેચરદાસ, તું હિંદુ થઈને, હિન્દુ ધર્મ મૂકી જન ધર્મ કેમ પાળે છે? સાધુએના ઉપદેશથી તું સાધુ થઈશ નહીં ભલા.”
કોઈના કંઈ સાધુ થડા થવાતું હતું ! એ માટે તે પૂર્ણ તૈયારીઓ હેવી ઘટે. બહેચરદાસે શાસ્ત્રીજી જેવા પરમ વિદ્વાન સાથે ચર્ચામાં ઊતરવું પસંદન કર્યું. એણે સંક્ષેપમાં કહી દીધું કે શાસ્ત્રીજી, જે માર્ગ પર મને પ્રકાશ મળે, એ માર્ગ છેડી વળી નો માર્ગ કાં લઉં. સહુ માર્ગ આખરે તો એક મહાનગર ભણી જ જાય છે ને ! અને શાસ્ત્રીજી, આજે તમે મારામાં જે કાંઈ જુએ છે, તે આ ગુરુવર્યને જ પ્રતાપ છે. અન્યથા મારા જેવા તો કેટલાય છોકરા રઝળી રવડી મરે છે. ઉપકારીને ઉપકાર કેમ ભુલાય !
પણ શાસ્ત્રીજી એમ સંતુષ્ટ થાય તેમ નહોતા. તેમણે કહ્યું: “વેદધર્મ પ્રાચીન છે, એ સત્ય છે. જૈનધર્મ તે વેદધર્મ તેમ જ બૌદ્ધધર્મમાંથી નીકળે છે”
આ પ્રશ્નમાળા પર શિષ્ય ગુરુની સામે વાદવિવાદ ચલાવ્યો. બહેચરદાસે અન્ય ઘણાં પુસ્તક વાંચ્યાં હતાં. તે દરેકના મનન, ચિંતન દ્વારા સમન્વય કર્યો હતો, એ સહુની મદદથી વાદવિવાદ ચલાવ્યો. શાસ્ત્રીજી એક પ્રશ્નન કરતા જાય ને તરત જ તેઓને સુંદર યુકિતપૂર્વક જવાબ મળતો જાય, ને આખરે બહેચરદાસે કિંડિંમ નાદે જાહેર કર્યું, કે
આખી દુનિયાના લોકે હજારો જાતના જુદા જુદા ધર્મો પાળવા છતાં, છેવટે ક્રોધ, માન, માયા, લોભ, કામ, મિથ્યાત્વ આદિ મોહપ્રકૃતિઓને જીતવારૂપ જૈનધર્મ છે, તેનું સાધન કરશે, ત્યારે તે મોક્ષપદ પામશે. માટે સર્વ ધર્મના સત્યને, રાગદ્વેષ જીતવારૂપ જૈનધર્મમાં સમાવેશ થતો હોવાથી હું જૈનધર્મ પાળું છું,”
શાસ્ત્રીજીને ફિeamદ્ધિા રાન્નાપુ જેવું થયું. તેઓ પિતાના વિદ્યાર્થીની મકકમતાથી ખૂબ પ્રસન્ન થયા, ને એમણે શાબાશી આપી. બહેચરદાસે ત્યાં ને ત્યાં બ્રહ્મચર્ય, સત્ય ને તપ પર એક કવિતા રચી શાસ્ત્રીજીને ગાઈ સંભળાવી.
મનની ભૂમિ પર આવા આવા વાયરા વાતા ત્યારે બહેચરદાસ ધમ ધ્યાન દત્તચિત્ત થઈને કરતા. સાધુસેવા ને ગુરુસેવાને તે તેમણે અપનાવી લીધી હતી. પ્રભુસેવાનો તેમને ભાવ ને વીલ્લાસ અપૂર્વ હતું. મનરંગા પાર્શ્વનાથના દેરાસરમાં એમની ભાવપૂજા ને દ્રવ્યપૂજા જેનાર આશ્ચર્યમુગ્ધ થઈ જતા.
આ ઉપરાંત ધીરે ધીરે તેઓ ધ્યાનના રસિયા બનતા જતા હતા. રોજ રાત્રે કલા
For Private And Personal Use Only