________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
મોતી-ઝવેરીઓના હાથમાં
[૧૭]
વન ને પ્રેમથી બનાવેલા બાગમાં જ્યારે લીલા લીલા છોડ પર આછી આછી ગુલ બી કળીઓ ફૂટવાની તૈયારી થાય છે, ત્યારે બાગબાનનો આનંદ અવર્ણનીય હોય છે. એના યત્નને ત્યાં સફળતા સાંપડે છે, એના પ્રેમને ત્યાં સાર્થકતા મળે છે, એ મનોરથના મહાન આકાશમાં ઘૂમે છે.
પૂ. શ્રી. રવિસાગરજી મહારાજની સ્થિતિ અત્યારે એ બાગબાન જેવી હતી, જેણે ઉજજડ ભૂમિમાં લાવીને એક નાનો છોડ હોંશથી વાવ્યો હતો. આજ એ છોડને નાની નાની કળીઓ આવી રહી હતી, ને એનું ભાવિ જાણે આખા બાગને પોતાની સુગંધથી મઘમઘાવી મૂકે તેવું દીસતું હતું.
સાચા પ્રેમ સહુમાં શ્રદ્ધા ધરાવે છે. શ્રી. રવિસાગરજી મહારાજ જાણતા હતા કે હવે પિતે આ બિમારીમાંથી નહી* ઊઠે. પોતે જીવતા હોય તે દરમ્યાન બહેચરદાસ દીક્ષિત થઈ જાય, તે પિતાના સંઘાડાને એક સમર્થ સાધુ સાંપડે. પોતાની અવિદ્યમાનતામાં ન જાણે શુંનું શું બને !
| બહેચરદાસ મહેસાણામાં આવ્યા પછી પોતાનું હીર વિશેષ બતાવી રહ્યા હતા. વિદ્યાની સાથે વિનય અને વિવેકને પણ તેઓ વધારી રહ્યા હતા. જુદા જુદા ગચ્છના, જુદા જુદા મતના, ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવનારા સાધુસમુદાયના સંપર્ક માં આવી રહ્યા હતા. સન્મિત્રજી સાથેનો એમનો સ્નેહ “ દિન દુગુના, રાત ગુના ” વધી રહ્યા હતા. પ્રચંડ પુરુષાર્થભરી સાધુતાના ધારક પંજાબી દાનવિજયજીની ભૂરી સાધુતા એમને આકર્ષી રહી હતી, પણ શાંત, દાંત, મહાંત રવિસાગરજીની હૃદયસ્થ છબી કદી ઝાંખી પડતી નહોતી. અવકાશ મળતાં ને ગુરુમહારાજને આશાયેસ ભાળતાં તેઓ તેમની સમીપ પ્રશ્નોત્તરી શરૂ કરી દેતા.
For Private And Personal Use Only