________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૧૧૦
યોગનિષ્ઠ આચાય ગુરુ નિખાલસ રીતે જવાબ વાળતા, શિષ્ય નમ્રભાવે તેને સ્વીકાર કરતે. આમ બન્નેનો સ્નેહભાવ ગાઢ થતો. એક વાર ગુરુજીએ બહેચરરાસને મંત્ર સંબંધી ત્રણ આજ્ઞા આપી. એક આનાચ તે બહેચરદાસ મેળવી ચૂકયા હતા.
પણ ગુરુ રહસ્યભૂત વિદ્યા પાત્રને જ આપે, એવો એક સર્વમાન્ય શિરસ્તો હતો, અપાત્ર વિદ્યા અપાય તે લેનાર ને આપનાર બંને દોષી ઠરે. દોઢથી બે દશકા પહેલાંના સમર્થ સાધુઓ મંત્ર-તંત્રમાં અજબ શ્રદ્ધા ધરાવતા. મંત્રથી ( એને વિજ્ઞાન કહેવું હોય તે વિજ્ઞાનથી ) તેઓ ઘણું ચમત્કાર કરી શકતા. પણ આ શકિત ઘણી સાવચેતીથી રક્ષાતી. શાસનસેવકને, સાધુતાના ધારકને જ ઘણી ઘણી જાતની પરીક્ષાઓ લીધા બાદ તે અપાતી, જેને પરમાર્થ કાજે ઉપયોગ થતો. ઘણાય ગુરુઓની મહાન વિદ્યાઓ એગ્ય શિષ્યના અભાવે તેમની કાયા સાથે જલીને ભરમ થઈ ગઈ. વિદ્યા યેગ્યને વરી વિકાસ સાધે છે-અયોગ્યને વરી વિનાશ.
મંત્ર આમ્નાય આપવાનો અર્થ એક યા બીજી રીતે બહેચરદાસને સાધુતાના ઈજન સમો હતો. પણ એ ઈજનનો જ્યારે સામેથી સ્વીકાર ન થયો ત્યારે, અને બીજી તરફ આ સંસારમાંથી પોતાના પ્રયાણની ઘડીઓ નજીક આવવા લાગી ત્યારે, ગુરુજીએ સ્વમુખે એક વાર પ્રશ્ન પૂછ.
બહેચર, તું સાધુ થવા ઈચ્છા રાખે છે ?”
ના, ગુરુદેવ, હાલમાં ઇરછા નથી. મારાં માતા-પિતા જીવતાં છે, ત્યાં સુધી તે ખાસ કરીને નહી. ”
“મને લાગે છે, કે તું દીક્ષા લઇશ. મારી પાછળ તું પાકીશ.”
“ભવિષ્યમાં જે બને તે ખરું.” બહેચરદાસે વાત ત્યાંથી ટુંકાવી. શ્રી. રવિસાગરજીને પણ આટલું જ જાણવું હતું. સ્વેચ્છાથી દીક્ષિત થનારને જ તેઓ દીક્ષા દેવા તૈયાર હતા. એમણે આટલી પ્રશ્નોત્તરી એટલે જ પૂરી કરી. ઉદય વિના કેઈ કાર્ય આરંભ થતો નથી, એ સિદ્ધાંતના તેઓ જ્ઞાતા હતા.
વિ. સં. ૧૯૫૪ ના જેઠ સુદિ ચૌદશે સાદેવી શ્રી દેવશ્રી કાલધર્મ પામ્યાં. શ્રી. રવિસાગરજી મહારાજના સંઘાડાના સાધ્વી સમુદાયમાં એ શ્રેષ્ઠ ગણાતાં. મહેસાણા મહાજને પાખી પાડી ને જ્યારે તેમના મૃતદેહને લઈને પાલખી ઉપાશ્રય પાસેથી નીકળી, ત્યારે મહારાજશ્રી ત્યાં ઊભા હતા. એમણે અચાનક કહ્યું:
દેવશ્રી સાથ્વી ઘણ ઉચ્ચ કોટીનાં, ક્રિયાપાત્ર, વિનયવંત ને જ્ઞાની સાથ્વી હતાં. એ ગયાં. આજથી સત્તાવીસમે દિવસે મારે પણ જવાનું થશે.”
શું કહ્યું, મહારાજ ?”
“ એ જ. ને તું-બહેચરદાસ મારા સંઘાડામાં મારી પાછળ મારો સાધુ થઇશ.” જાણે ભાવિ બોલના પડઘા પડતા હતા.
For Private And Personal Use Only