________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૧૦૮
યોગનિષ્ઠ આચાર્ય
આવ્યા. શ્રી. આણંદસાગરજીએ પણ ડોએક સંપર્ક સાધે.
સાધુઓના આ વિદ્યાભિલાષી સમૂહમાં રોજ રોજ નવી નવી ચર્ચાઓ ચાલતી. અનેક વિષય પર વાદવિવાદ થતા. માસ્તર બહેચરદાસ રાત્રિએ શ્રાવકનાં બાળકોને પ્રતિક્રમણનો અભ્યાસ કરાવતા. પિતે શાસ્ત્રીજી પાસે અભ્યાસ કરતા ને શેષભાગ આ મુનિરાજોના સંપર્કમાં ગાળતા. એમાંથી એમને ઘણું જોવાનું, જાણવાનું મળ્યું. જૈન સમાજમાં ચાલતા મતમતાંતરો ને ગભેદો વિષે પણ જ્ઞાન મળ્યું.
ગુરુદેવ રવિસાગરજી ઘણી વાર સંક્ષેપથી આ ગૃહસ્થ શિષ્યને અવધતા-ઘણી વાર મૌનથી વ્યાખ્યાન આપતા. પૂજ્ય રવિસાગરજી મહારાજને બે શિષ્ય હતા, શ્રી. ભાવસાગરજી ને શ્રી. સુખસાગરજી. શ્રી. ભાવસાગરજી એ વેળા ઉદયપુર તરફ હતા, પણ સુખસાગરજી ગુરુ સેવામાં લયલીન હતા. ગુરુસેવા ને ગુરુભકિતના એ આદર્શ ઉદાહરણ રૂપ હતા.
બહેચરદાસના મસ્તિષ્ક પર આ રીતે નવા નવા સંસ્કારોનું સિંચન થતું હતું. બીજમાંથી છેડ ને છેડ પર સુંદર કળીઓ આવવાની આગાહી થઈ રહી હતી.
For Private And Personal Use Only