________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
યોગનિષ્ટ આચાર્ય સમ મેઉ ખેરવાના રસ્તે આગળ વધ્યા. મહેસાણા થડે દૂર રહ્યું ત્યારે મહેસાણા-પાઠશાનાના વ્યવસ્થાપક વેણીચંદભાઈ તેમના પિતાશ્રી સાથે સન્મિત્રજીના સન્માને આવ્યા. સન્મિત્રજીએ તેમની સાથે માસ્તર બહેચરદાસની ઓળખાણ કરાવી.
- માહ વદ દશમે સન્મિત્રજીની સાથે મહેસાણામાં પ્રવેશ કર્યો. મોટા દેરાસરમાં પ્રભુદર્શન કરી ગુરુદર્શન માટે તેઓ ઉપાશ્રયમાં આવ્યા. જૂના જમાનાની સાધુતાના ઉપાસક રવિસાગરજી મહારાજ ત્યાં બિરાજતા હતા. વિજાપુર ને આજોલમાં અનેક પવિત્ર, ધેય, પ્રતાપી મુનિપુંગના પરિચયમાં તેઓ આવ્યા હતા, અનેકને વાંધા, પૂજ્યા ને સન્માન્યા હતા. પણ હૃદયના સિંહાસન પર ગુરુપદે તે રવિસાગરજીની મૂર્તિ પ્રભાતના રવિની જેમ ચમકતી હતી. સમિત્રજી સાથે સ્નેહ હતો, પ્રેમ હતો, પૂજ્યભાવ હતો, પણ તેઓ કહેતા કે, મુનિ તો લાખ હોય પણ ગુરુ તો એક જ હોય.
એ શ્રધેય ગુરુદેવનાં દર્શન, અને હવે તેમનો નિત્ય સહવાસ, નિત્ય પરિચય, નિત્ય સેવાભક્તિ ! લાંબી ત્રણતાને વરેલા તેઓ છ છ વર્ષથી એક મહેસાણાને જ પાવન કરી રહ્યા હતા. છ છ વર્ષને સ્થિરવાસ એમને માટે સન્માનને નાશક નહીં, પણ વર્ધક બન્યો હતો, અને હવે મહેસાણા તજીને તેઓ અન્યત્ર નહીં જાય, એ આશ્વાસન બહેચરદાસને અધિક હતું. મધ્યાહને સન્મિત્રજી સાથે તેઓ વીરચંદ કરમચંદની ધર્મશાળામાં ઉતરેલા મુનિરાજ શ્રી. દાનવિજયજી પાસે દર્શનાર્થે જઈ આવ્યા, અને પછી બહેચરદાસ જઈ બેઠા ગુરુ રવિસાગરજીની પાસે. દીર્ઘકાલીન અણુતા એમનાં અંગોપાંગને, શકિતને, વાચાને ધીરે ધીરે હિણી રહી હતી. ગુરુદેવે શાંતિથી તેમને પાસે બોલાવી ધીરે ધીરે શિખામણ આપવા માંડી. શિખામણ આપતાં આપતાં નીચેના નિયમો ચોકસાઈથી પાળવા જણાવ્યું.
“ભણતર આત્માને તારવા માટે છે. ચૌદ પૂર્વના ધારક મુનિઓ પણ પ્રમાદથી પતિત થયા છે, માટે ભણીગણીને રાગદ્વેષ ન થાય એ જ ધ્યાનમાં રાખવાનું છે.
“ ભણ્યા-ગણ્યાને અહંકાર ન કરવો.
“ દરેકની સાથે કાર પડયે જરૂર પૂરતું જ બોલવું.
* ઘણા સાધુઓના સમાગમમાં વિવેક ને વિનયપૂર્વક ભલે આવવું, પણ એક બીજાએ કરેલી વાતે મનમાં રાખવી, પણ એક બીજાને કહેવી નહીં. સાધુઓની પાસે ખાનગીમાં બહુ બેસવું નહીં.
* કોઈ પણ મનુષ્ય માટે એકદમ સારો કે એકદમ બિટો અભિપ્રાય બાંધી દે નહીં. “પોતાના અભ્યાસમાં ચિત્ત રાખવું.
કાઈને ઘેર જમવા જવું ત્યાં ત્રીવર્ગ સામે જોવું નહીં. જમ્યા બાદ તરત ઉપાશ્રયમાં ચાલ્યા આવવું.
“દરરોજ નવ વાગે મને નવસ્મરણ સંભળાવવાં, કારણ કે તને શુદ્ધ રીતે બોલતાં આવડે છે.” સાદી અને સરળ ભાષામાં ગુરુજીએ વિકાસને માર્ગે સ્પષ્ટ કરી દીધો. આ જીવન
For Private And Personal Use Only