________________
Shri Mahavir Jain Aradhana Kendra
'www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા પાઠશાળામાં
૧૦૫
પાથેય સાથે બહેચરદાસ ઉપાશ્રયના ત્રીજે માળે પેાતાને માટે નિયત થયેલી આરડીમાં બેસી ગયા. નિયમ પ્રમાણે પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, ગુરુૠન કરવા માંડયું. પં. શ્રી રાજારામ શાસ્ત્રી પાસે અભ્યાસ પણ શરૂ થઇ ગયે.
નિયત સમયે બહેચરદાસને શાસ્ત્રીજીના ‘ ર'ગમહેલ” નામના નિવાસસ્થાને પાઠ લેવા જવું પડતું. શાસ્ત્રીજી વિદ્વાન ને વિચક્ષણ પુરુષ હતા. સંસ્કૃતના અભ્યાસ કરાવવાની તે અદ્ભુત આવડત હતી. બહેચરદાસે તેમની પાસે ‘ તસંગ્રહ ’ના આરંભ કર્યાં.
જ્ઞાનની સાથે ભિકતમાં તેએ માનનારા હતા. કેટલીક વાર જ્ઞાન કરતાં ભકિત માણસને તારી દે છે, એવી એમની શ્રધ્ધા હતી. આ કારણે તેઓ શાસ્ત્રીજીનું શાકપાંડુ` લાવવા જેવું ઘરકામ પણ હાંશે હાંશે કરતા. શાસ્ત્રીજી તર્ક અને દલીલેાથી ઇશ્વર જેવાની સિદ્ધિ કે અસિદ્ધિ કરી શકતા, પૃથ્વીને આદિ કે અનંત બનાવી શકતા, પણ એક વાતે બહુ કાચા હતા. ચાર રૂપિયાના પૈસા ગણતાં કે હિસાબ કરતાં કંટાળી જતા. બહેચરદાસ મહા વિદ્વાનની આ પ્રકૃત્તિ જોઈ રમુજ પામતા ને એ કામ પતે હેાંશથી કરી આપતા. શાસ્ત્રીજી વિદ્યાથીને આટલા વિનયવંત ને ભક્તિવ'ત જોઇ બહુ પ્રસન્ન રહેતા ને પ્રેમપૂર્વક વિદ્યા આપતા. કોકવાર મેાજમાં આવી જતા તે બહેચરદાસને સ્નેહપૂર્વક પાસે બેસાડી કહેતાઃ - બચ્ચા, સાધુ
થઇશ મા ! ”
બહેચરદાસ શાન્તિથી એ શિખામણ સાંભળી લેતા. લેશમાત્ર વાદાવાદમાં ન ઊતરતા. તેમના નિયમ હતા કે સાંભળવુ' સહુનુ, કરવું જે પેાતાને રુચે તે. તેમણે તે એ વેળા નિર્ણય કરી લીધેા હતેા, કે બ્રહ્મચારી થઈને ગૃહસ્થાશ્રમમાં રહેવું, ભવિષ્યમાં ભાવના થાય ત્યારે ગુરુ રવિસાગરજી મ॰ પાસે, ને તે વિદ્યમાન ન હેાય તે તે સૂચવે તેની પાસે દીક્ષા લેવી. તેઓ કહેતા, કે
· ગુરુમહારાજશ્રી વિસાગરજી થકી મને ક, આત્મા અને પરમાત્માને નિશ્ચય થયા છે. જૈન ધર્મની તેમણે શ્રધ્ધા કરાવી છે, તેથી મારા ઉપકારી ગુરુ તરીકે મેં તેમને અનુભવ્યા છે. મારા આત્માના અ ંતર અવાજની પ્રેરણાએ શ્રી. રવિસાગરજી મહારાજને કબૂલ કરવા છતાં અન્ય સાધુઓની સેવા –ભકિતમાં હું ખામી રાખીશ નહી, અને સાધુઓને પાંચમા પરમેષ્ઠિ તરીકે માનીને વંદન કરું છું. પણુ ગુરુ એટલે આત્માનું સર્વસ્વ અને તેમને! હુકમ એટલે પ્રભુતા હુકમ એમ હું માનું છું....'
દેવ અને ગુરુ પર શ્રદ્ધા રાખીને, જ્ઞાન અને ભક્તિ દ્વારા પેાતાના જીવનવિકાસના મા તેમણે સરળ કરવા માંડયે, મહેસાણાની ‘શ્રી યશેાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા’એ સમાજ ઘડતરના કાર્યોંમાં સારા હિસ્સા પૂરા પાડચા છે, પણ એનું શ્રેય અમુક અશે મહેસાણા શ્રીસ'ઘને ફાળે જાય છે.
વડાદરા રાજ્યના કડી પ્રાન્તમાં આવેલ મહેસાણા એના પ્રતાપી મહાજનથી સુખ્યાત હતુ. આ મહાજન કેવળ પાંજરાપેાળ જ ચલાવી જાણતું નહેતું, પણ જનસેવામાં અગ્રભાગ લેતું. પ્લેગ જેવા દારુણ રાગના વખતમાં જ્યારે બાપ બેટાનેા ન રહેતા ને બેટા બાપને ન
૧૪
For Private And Personal Use Only