________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા પાઠશાળામાં
૧૦૩
અહેચરદાસ તરત વીજાપુર પહેાંચ્યા, ને શેઠ નથ્થુભાઇ પાસે પેાતાની વાત મૂકી. શેઠ નથ્થુભાઇએ આ ઉત્સાહી આત્માને નાણી લીધે હતા, તેમણે તરત એક પત્ર મહેસાણાના શ્રાવક શેઠ નગીનદાસ તારાચંદ પર લખીને પુછાળ્યું. મહેસાણાથી તરત જવાબ આવ્યા કે, ૮ જો કે ગૃહસ્થ જૈને! માટે કોઈ સગવડ નથી, તે પણ બહેચરદાસ ભલે આવે, મારે ત્યાં સુખેથી રહે અને ભણે. ’
બહેચરદાસ રાજીના રેડ થઇ ગયા, ત્યાં વળી મહેસાણાથી પૂ. ગુરુદેવ રવિસાગરજી મહારાજના ખાસ સદેશેા આવ્યે કે બહેચરદાસને મહેસાણે ભણવા મેાલશે, બધી સગવડ બની રહેશે. બહેચરદાસને એક વાર નાચવાનું મન થઈ આવ્યું. ઇચ્છિત વસ્તુની અચાનક પ્રાપ્તિથી કાના મનના મેાર કેકા કરી ઊઠયા નથી ! તેમણે હવે જવાની તૈયારીઓ કરવા માંડી. માતાપિતાની આજ્ઞા માગી. પિતાએ જોયું હતું કે પુત્ર ભણીને સુખી થયેા છે.વધુ ભણશે તેા વધુ સુખી થશે, ને સહુને સુખી કરશે. એ કહેવાની જરૂર નથી કે એ પિતાને મન સુખની વ્યાખ્યા સાંસારિક સુખમાં પરિસમાપ્ત થતી હતી.
ધપિતા નથ્થુભાઇની તેા સ’મતિ હતી જ. એમને પ્રણામ કરી આશીર્વાદ યાચ્યા. ને માતાસમાં વાત્સલ્યમૂર્તિ જડાવકાકી પાસે રજા લેવા આવ્યા. એ વેળાનું મહેસાણા આજના કાશી કરતાં દૂર હતું. જડાવકાકીએ પ્રેમપૂર્વક વિદાય આપતાં કહ્યું; ભણવા ભલે જા, પણ સાધુ થઇશ મા !” એ શખ્તમાં સાંસારિક આરતા ભર્યા હતા, સાધુ સંસ્થા પ્રત્યેના દ્વેષ નહેાતે, વીજીબહેને કપાળમાં કુમકુમતિલક તાણ્યું.
64
વીજાપુરની વિદાય લઇ તેએ આજોલ આવ્યા, આજેલની વિદાય વિશેષ દર્દભરી અની, માસ્તર મહેસાણા જાય છે, એ સમાચાર મળતાં સડુ દોડી આવ્યાં. રાજ રાજ જુદે જુદું ઘેર જમવા જવાનુ હાવાથી માસ્તર સહુના સ્વજન જેવા અની ચૂકયા હતા. ઘણાએએ રાકાઇ જવા કહ્યું. કોઇએ પગાર વધારી આપવા કહ્યું. કોઇએ આજેલમાં શક્ય એવી સ સગવડો કરી આપવા કહ્યું. સ્નેહની તંતુજાળમાં માસ્તરને સહુએ વીટી લીધા.
આ ત તુજાળ કાચા સૂતરના તારથીય અધિક કામળ હતી, પણ તેડવા દિલ માનતું નહેાતું. બીજી તરફ પેાતાનો પ્રગતિના ઘંટનાદ બધુ ભૂલી જવા-કમળપુષ્પની આ કેદમાંથી નીકળી જવા આગ્રહ કરી રહ્યો હતા. આખરે એ આગ્રહ ક્ન્યા ને આજેલના જનપ્રિય માસ્તરે સન્મિત્રજીની સાથે પગપાળા મહેસાણા જવા માટે કમર બાંધી, ક્દમ ઉપાડયા.
અજોલના નાનામોટા વિદ્યાથી એ, શેઠ પાનાચંદે ડુંગરશી, શેઠ અમુલખ માણેકચંદ, શેઠ રતનચંદ વીરચંદ, રાયચંદભાઈ ભગત, ભગવાનદાસ ચેાવાડીઆ, આમીર તથા શ્રાવિકા અને બાલિકાએ તેમને વિદાય આપવા એકત્ર થયાં. માસ્તરના કપાળમાં ચાંલ્લે કર્યાં ને એક વાર સહુની આંખેા વિદાય માગતાં ઝળઝળિયાંથી ભરાઇ ગઇ. નિર્દેષ પ્રેમના આ દૃશ્યથી મનને કઠણ કરીને વિદાય લેતા માસ્તર બહેચરદાસની આંખાના ખૂણા પણ ભીના થયા.
આખરે આજોલથી મહેસાણા જવા કદમ ઉઠાવ્યા. કેટલાક ઘેાડે સુધી સાથે આવ્યા.
For Private And Personal Use Only