________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ગિનિષ્ઠ આચાર્ય જ્ઞાન અને ભકિતદ્વારા જીવનને સોહામણું બનાવવા કૃતનિશ્ચય બનેલા બહેચરદાસને રસ્ટો કાર ' નો સંદેશ મનભાવતે લાગે, પણ વિચાર કરતાં જરા મન ક્ષોભ પામ્યું. દૂર દૂર રહેલું કાશી, ન કેઈ સ્વજન કે ન કોઈ સાથી--માત્ર એક અજાણ્યા યતિજીનો સંગાથ.
કાશી જતાં મન ક્ષોભ પામ્યું ને અમદાવાદ જવાનો ચોગ ન લાધ્યો. મનની વિહુ. લતા વધતી ચાલી. ઘડી કે પળ નિરર્થક વીતી જાય, એ ભારરૂપ લાગતી હતી.
એક વિચાર એ ઉદ્ભવ્યો કે મહેસાણા જાઉ ને ત્યાં સ્થિરતા કરી રહેલ, પિતાના ગુરુવર્ય શ્રી. રવિસાગરજી મહારાજ પાસે રહી ભકિત સાથે જ્ઞાન મેળવું. સદાના શુભેચ્છક ને સલાહકાર શેઠ નથુભાઈની એમણે સલાહ માગી. નથુભાઈએ કહ્યું: “ જવું હોય તે જાઓ, પણ ત્યાં પંડિત-શાસ્ત્રીની જોગવાઈ નથી.” બહેચરદાસ નિરાશ બન્યા. સંસ્કૃત, પ્રાકૃત ને પ્રાચીન ભાષાઓના જ્ઞાનની એમની તાલાવેલી હતી. જેટજેટલા પ્રયત્નો કર્યા, સહમાં પીછેહઠ જેવું જ થયું. પણ પિતાને પ્રિય મુનિરાજ સન્મિત્રજીને સહવાસ આતુર મનને આશ્વાસન આપી રહ્યો હતો, ને સત્સંગમાં દિવસો વીતતા ચાલ્યા.
આંગ્લ ભાષાની કહેવત છે કેઃ “Where there is will, there is a way” ઉત્કટ મનોરથને હંમેશાં માગ મળી જ રહે છે. બહેચરદાસને પણ એવું જ બન્યું.
ઉગ્ર અધ્યવસાયનું ફળ તાત્કાલિક હોય છે. સન્મિત્રજી ઉપર મહેસાણાથી એક પત્ર આવ્યો. જૈન સમાજમાં સેવાભાવ ને ધર્મપ્રેમથી વિશ્રત શેઠ વેણીચંદ સરચંદને એ પત્ર હતા. તેઓએ જણાવ્યું હતું કે,
“ગુરુ મહારાજ શ્રી. રવિસાગરજી મહારાજ અને પંજાબી શ્રી. દાનવિજ્યજી મહારાજના સદુપદેશથી મહેસાણા ખાતે જૈન સાધુઓને પઠન-પાઠન માટે “શ્રી. યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળા ની સ્થાપના થઈ છે. વડોદરાના ગાયકવાડ સરકાર શ્રીમંત સયાજીરાવ મહારાજના ખાસ પંડિત રાજારામ શાસ્ત્રી અહી આવ્યા છે. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર ને કાવ્ય ગ્રંથના ઉત્કૃષ્ટ જ્ઞાતા છે. તમે જરૂર પધારશે. તમારા ગુરુભાઈ શ્રી. ધર્મવિજયજી વગેરે સાધુઓને મહેસાણા ભણવા પધારવા વિનતિ કરી છે. બોરસદથી મુનિ શ્રી. સિદ્ધિવિજજયજી વગેરે પણ આવવાના છે. ”
- સન્મિત્રજી આવા એગ માટે આતુર હતા. આ સુયોગનો લાભ લેવા તેમણે નિશ્ચય કર્યો, ને તે નિશ્ચય બહેચરદાસને જણાવ્ય. બહેચરદાસના ઉત્સાહે તરત નિર્ણય કરી લીધો કે હું પણ સાથે આવીશ. ઉત્સાહના વેગમાં તેઓને વિમરણ થયું કે આ સંસ્થા તે સાધુએના પઠન-પાઠન માટે નિર્માયેલી છે.
સમિત્રજીએ તેમના ઉત્સાહી દિલને આઘાત ન લાગે તેમ સમજાવતાં કહ્યું: “જુઓ, તમે મારી સાથે આવશો તે હું મારાથી બનતી મહેનત કરીશ, પણ એ સંસ્થા સાધુઓ માટે સ્થપાયેલી છે, એટલે તમો રજા મંગાવી લે !”
For Private And Personal Use Only