________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેસાણા પાઠશાળામાં
૧૧ હવે સોમાં એક ભળે તેમ ભળી જવું? કે સો ડૂબતામાંથી એક તરી નીકળે એમ તરી નીકળવું ? સંસારને સામાન્ય માનવી જીવે છે, એવું વૃત્તિઓથી વ્યાકુલ, વાસનાઓથી વિપુલ, પામર જીવન જીવી જવું ! વિદ્યામાંથી અવિદ્યાની ઉપાસના તરફ જવું ?
ના, ના, અંતરની ઊંડી ગુફાઓમાંથી જાણે કેઈ સાદ કરી રહ્યું છે. એ જનમ જનમના ભેખધારી, ઉતારેલી કાંચળી હવે ફરી ધરવાની ન હોય. દીધેલાં ડગલાં હવે પાછાં ભરવાનાં ન હોય. આગળ વધ. જ્ઞાન મેળવી જ્ઞાની થા ! ભક્ત બની ભક્તિ કરી જા ! મુક્તિના દ્વાર તારે કાજે ખુલ્લા થશે. તરત જ જાણે સંકલ્પ કર્યો -વર્ષો પછી રચેલા આત્મપ્રદીપની કલેકમાં
સાર્થક કરમનો વિદિષ, મૂત્રાઘપુ સંમત आत्मतत्वं समाराध्य, त्रैकालिकमनश्वरम् ।। परित्यज्य-अन्य कार्याणि, चिदानंद भजस्व भो।
इटावाप्तिर्यतो मुक्तिरुपादेयं सदुत्तमम् ।। નિશ્ચય જાણે થઈ ગયો. આત્મતત્વની પ્રાપ્તિ માટે ઝઝૂમવાને નિર્ણય કર્યો.સંસારથી વિજિત નહીં, પણ સંસારના વિજેતા બનવાનો નિરધાર કર્યો. અને એને માટે જ્ઞાનની પ્રાપ્તિ ને ગુણીની ભકિત કરવાનો નિશ્ચય કર્યો. પિતાના માર્ગમાં સહાયક થવા તેમણે સન્મિત્રજીને નોતર્યો.
જ્ઞાનની સુધા સંતોષવાનો માર્ગ તેઓ શોધી રહ્યા હતા. આ વેળા તેઓને સ્વસ્થ ધળશાજીનો પરિચય સાંપ. સ્વ. ધોળશાજી તે મશ ૨ નાટયકાર કવિ ડાહ્યાભાઈના પિતા થાય. ધૂળશાજી એ કાળના એક વિશિષ્ઠ પુરુષ હતા. ગરીબોને ગુપ્તદાન આપવાના તેઓ રસિયા હતા. ખૂબ જ દયાળુ ને બારવ્રતધારી શ્રાવક હતા. અધ્યાત્મજ્ઞાન ને ધર્મક્રિયાના રસિયા હતા. ઉપાધ્યાયજીકત નવપદજીની આખી પૂજા મૂખપાઠ હતી. બહેચઢ્ઢાસને તે ધાળશાજીને મળીને ખૂબ આનંદ થશે. કલાકોના કલાકો ધંચર્ચામાં ને ભાવ-ભજનમાં વીતતા ચાલ્યા. બન્ને વચ્ચે ઠીક ઠીક સ્નેહ બંધાયે. પરિચયના બાર દિવસ તે એક સુખદ સ્વપ્ન જેમ પૂરા થઈ ગયા. જતાં જતાં કહેતા ગયા કે, “અમદાવાદ આવે, મારે ત્યાં રહો ને તમારી જ્ઞાનતૃષા છિપાવ! ”
શ્રી. નથુભાઈ શેઠે પણ એ વાતને અનુમોદન આપ્યું. પણ અમદાવાદ જવાનો યુગ ન લાધ્યો.
એ વેળા આજેલમાં એક વૃદ્ધ યતિરાજ આવ્યા. એ કાશીવાળા શ્રી. બાલચંદ્રજી ઉપાધ્યાયના કારભારી હતા. ગુણીજનોની સેવાનું વ્રત લઈને બહેચરદાસ તૈયાર હતા. એમની સેવાએ વૃદ્ધ યતિના મનને પ્રસન્ન કરી દીધું. યતિજી મંત્રશાસ્ત્રમાં નિષ્ણાત હતા. તેમણે વર્ષમાન વિદ્યા, ઋષિમંડળ તથા સૂરિમંત્ર વગેરે અનેક મંત્રકલપની ગુરુગમ આખ્ખા બતાવી.
વિદાય લેતાં યતિજીએ કહ્યુંઃ મારતો, વઢો અt
For Private And Personal Use Only