________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય
| “ કામરૂપ મોહમંત્રી પુરુષવેદ નામનો પુત્ર હવે જુવાની દશામાં આવ્યો હતો, તેથી તે બ્રહ્મચારી યોધ્ધાની સાથે કુસ્તી ખેલત અને પિતાનામાં સુખ છે એવી લાલચ આપતો. તેથી આત્મા આત્મસુખબુધ્ધિ નામની અંબિકા દેવીને બોલાવ. આ જોઈ પુરુષવેદ હળવે રહીને ભાગી જતો અને પાછો મન-ગઢમાં મરી જવા જેવો થઈ સંતાઈ જતો. કઈ કઈ વખત ચક્ષુ થકી “ રૂ૫ મેહવૃત્તિ' રૂપ ગણું હુમલો કરતી દેખાતી અને હું તેને આત્મામાં પાછી કાઢતો. આઠ કર્મમાં મેહનીકર્મનું વિશેષ જોર હતું અને તે જ સંસારનો ચક્રવતી સમ્રાટ જણાયે
સંક્ષેપમાં રજૂ કરેલા આ આત્મમંથનના વિચારે ઉપરનું આવરણ હટાવી એક શુધ્ધ સાધકની સર્વોત્તમ મનભૂમિકા દર્શાવે છે. આખો ઈતિહાસ આ સંસ્મરણોમાં નિખાલસભાવે રજૂ થયેલ છે. આવી સરળતા સદા કાર્યક્ષમ બને છે.
આજેલના નિવાસ દરમ્યાન આ સત્યશોધક આત્માએ ખૂબ ખૂબ મનોમંથને, અનુભો સાથે લેકસંપર્ક કેળવ્યો હતો. આજેલના જૈનો સાથે તો તેઓની પ્રીતિ બંધાણી હતી, તે જીવનભર રહી હતી. તેઓ કહેતા કે આજોલ ને ગેરીતાના જેને વિવેકી છે. એ વેળા વીજપુરની વિશાશ્રીમાળીની સત્તાવીશીમાં આજેલના જનનું સારું વર્ચસ્વ હતું. શેઠ અમુલખ માણેકચંદ, શેઠ પાનાચંદ ડુંગરશી, શા. ઉમેદચંદ રાયચંદ, શ્રી. રાયચંદ દલીચંદ્ર, શ્રી. રતનચંદ વીરચંદ, શા. મુડા હાથીભાઈ બાદરશી, બોઘા ન્યાલચંદ વગેરે સાથે ખૂબ ભાવ રહ્યો.
પણ બહેચરદાસનું સંબંધનતુલ કેવળ જેનોમાં સમાપ્ત થતું નહીં'. અઢારે વર્ણ, હિન્દુ-મુસ્લિમ સહ તરફ તેમને સમભાવ હતો. અને તેનું જ કારણ હતું કે અન્ય કામના સારા માણસે સાથે તેમનો સંબંધ સદાકાળ ટકી રહ્ય.
- આજેલમાં મીરોની સારી વસ્તી છે. તેઓ ધર્મે મુસલમાન હોવા છતાં આજની કેમી જ્વાળાઓથી અસ્પૃશ્ય હતા. હિન્દુ ને મુસ્લિમ ભાઈ–ભાઈની જેમ પ્રેમભર્યા પડોશી થઈને વસતા. એકબીજાનું માન ને એકબીજાનો સંબંધ સાચવવામાં સદા સાવધ રહેતા. આ મીરો પ્રભુભકિતનાં ગીત ને ભજન બનાવતા ને લલકારતા. રાજદરબારમાં જતા ને પિતાની સભારંજની કવિતાઓ ને દુહાઓથી સહુનાં મન પ્રસન્ન કરી આજીવિકા મેળવતા.
આ મીરામાં આવ્યુ મીર પ્રખ્યાત છે. એણે દારૂ-માંસનો ત્યાગ કર્યો હતો, ને ભકત તરીકે પંકાયેલા આભુ મીરે આ ઉગતા તારકનાં તેજ નિહાળ્યાં, ને બન્ને પરિચિત બન્યા. આ પરિચય સદા રહે ને પાંગર્યો. આજુ મીર આજે હયાત છે, ને સૂરિજીનાં ભજન ગાય છે.
બન્ને વિદ્યાવ્યાસંગી હતા. બન્ને જ્યારે ભજનની ધૂન છેડતા ત્યારે એક અજબ મસ્તી ચારે તરફ છવાઈ જતી. બહેચરદાસ પણ સારા ગાયક હતા, ને પહાડી અવાજે ગળ છેડતા ત્યારે સહ મંત્રમુગ્ધ બનતા. પટેલમાં કણબી ભગવાનદાસ અને ઉમેદ પટેલ ખાસ પરિચિત હતા,
આજોલમાં તેઓ જે ખાસ કામ માટે આવ્યા હતા, તે હવે પૂરું થવા આવ્યું હતું.
For Private And Personal Use Only